________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५७, जैनदर्शन
પ્રકારની જ પ્રતીતિ થાય છે. આથી “સમગ્રતયા ઘટનો વિનાશ થાય છે.” આ પક્ષ પણ યોગ્ય નથી. તેથી ઇચ્છા ન હોવા છતાં પણ તમારે સ્વીકારવું જોઈએ કે ઘટ ઘટસ્વરૂપે નાશ પામે છે, કપાલસ્વરૂપે ઉત્પન્ન થાય છે. અને માટીસ્વરૂપે ધ્રુવ રહે છે.
६३६
(વિનાશધર્મની વિચારણા કરી, હવે ઘટના વિષયમાં ઉત્પાદધર્મની વિચારણા કરતાં કહે છે કે) વસ્તુને ત્રયાત્મક ન માનતા પ૨વાદિને પ્રશ્ન કરવો જોઈએ કે... ઘટ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તે શું દેશથી ઉત્પન્ન થાય છે કે સમગ્રતયા ઉત્પન્ન થાય છે ?
જો “દેશથી ઘટ ઉત્પન્ન થાય છે” એમ કહેશો તો તે યોગ્ય નથી. કારણકે ઘટ દેશથી ઉત્પન્ન થયેલો પ્રતીત થવો જોઈએ, પરંતુ પૂર્ણરૂપે નહિ. પરંતુ ઘટ તો પૂર્ણરૂપે ઉત્પન્ન થયેલો પ્રતીત થાય છે. તેથી ‘દેશથી ઘટોત્પત્તિ' વાળો પક્ષ યુક્તિયુક્ત નથી.
“સમગ્રતયા ઘટ ઉત્પન્ન થાય છે” આ પક્ષ પણ ઉચિત નથી. કારણ કે જો ઘટ સમગ્રતયા ઉત્પન્ન થતો હોય તો ત્યારે માટીની પ્રતીતિ ન થવી જોઈએ, પરંતુ ત્યારે માટીની પ્રતીતિ નથી થતી એમ નથી અર્થાત્ થાય છે. આ ઘટ માટીનો છે, સુવર્ણનો નથી, આવા પ્રકારની પ્રતીતિ થાય જ છે.
તેથી ઘટ જ્યારે ઉત્પન્ન થાય છે, ત્યારે તે ઘટસ્વરૂપે ઉત્પન્ન થાય છે, સૃŃિડરૂપે નાશ પામે છે, માટીસ્વરૂપે ધ્રુવ રહે છે, આવું તમારે ઇચ્છા ન હોવા છતાં પણ સ્વીકારવું જ પડશે.
વળી જગતમાં જે પ્રમાણે વસ્તુ સર્વલોકો દ્વારા પ્રતીત થતી હોય, તે પ્રમાણે સ્વીકા૨વામાં ન આવે તો સર્વવસ્તુની વ્યવસ્થા ક્યારે પણ થઈ શકશે નહિ. આથી યથાપ્રતીતિ અનુસાર જ વસ્તુ હોવ, અન્યથાપ્રકારે નહિ અને તેથી જ જે વસ્તુ નાશ પામી હતી, તે વસ્તુ જ આજે નાશ પામે છે અને ભવિષ્યમાં પણ કથંચિત્ (પર્યાયરૂપથી) નાશ પામશે. જે વસ્તુ ઉત્પન્ન થઈ હતી, તે જ વસ્તુ આજે ઉત્પન્ન થાય છે અને ભવિષ્યમાં પણ કથંચિત્ (= પર્યાયરૂપે) ઉત્પન્ન થશે. જે વસ્તુ સ્થિર હતી, તે જ વસ્તુ આજે સ્થિર રહે છે અને ભવિષ્યમાં પણ કથંચિત્ સ્થિર રહેશે.
ઇત્યાદિ ત્રિકાલવર્તી સર્વવસ્તુઓની ઉત્પાદાદિ ત્રયાત્મકતા સંગત થાય છે. જગતની સમસ્ત ચેતન અને અચેતન વસ્તુઓ સર્વદા ઉત્પાદાદિ ત્રયાત્મક રૂપથી જ નિર્બાધ પ્રત્યક્ષથી અનુભવાય છે અને ત્રયાત્મકસ્વરૂપે અનુભવમાં આવતી સર્વવસ્તુઓમાં વિરોધનો કોઈ અવકાશ નથી. અન્યથા (વસ્તુના આ ત્રયાત્મકસ્વરૂપથી કોઈને વિરોધ ન જ હોવો જોઈએ અને વિરોધ હોય તો) ઘટવસ્તુનો પોતાના રૂપાદિ પ્રતીતધર્મોથી પણ વિરોધ થવાની આપત્તિ આવશે.
જગતની સમસ્ત વસ્તુઓની ત્રયાત્મકતાને સિદ્ધિ કરતો (અનુમાન) પ્રયોગ આ પ્રમાણે છે. - “સર્વ વસ્તુઓ ઉત્પાદાદિ ત્રયાત્મક છે. કારણ કે સત્ છે. જે ઉત્પાદાદિ ત્રયાત્મક નથી તે સત્ પણ નથી, જેમકે ગધેડાના શીંગડા. (તથા પેવમ્ =) જગતની સમસ્ત વસ્તુઓ સત્ છે. (તસ્માત્ તથા =) તેથી ઉત્પાદાદિ ત્રયાત્મક છે.” અહીં કેવલવ્યતિરેકી અનુમાન વસ્તુઓને ત્રયાત્મક સિદ્ધ કરે છે.