________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक-५२, जैनदर्शन
व्याख्या-यस्त बद्धस्य-जीवेन सम्बद्धस्य कर्मणो-ज्ञानावरणादेः साटः-सटनं द्वादशविधेन तपसा विचटनं, सा निर्जरा मता-संमता । सा च द्विधा, सकामाकामभेदात् । तत्राद्या चारित्रिणां दुष्करतरतपश्चरणकायोत्सर्गकरणद्वाविंशतिपरीषहपराणां लोचादिकायक्लेशकारिणामष्टादशशीलाङ्गधारिणां वाह्याभ्यन्तरसर्वपरिग्रहपरिहारिणां निःप्रतिकर्मशरीरिणां भवति । द्वितीया त्वन्यशरीरिणां तीव्रतरशरीरमानसानेककटुकदुःखशतसहस्रसहनतो भवति ।। अथोत्तरार्धेन मोक्षतत्त्वमाह
“आत्यन्तिकः” इत्यादि । देहादिः-शरीरपञ्चकेन्द्रियायुरादिबाह्यप्राणपुण्यापुण्यवर्णगन्धरसस्पर्शपुनर्जन्मग्रहणवेदत्रयकषायादिसङ्गाज्ञानासिद्धत्वादेरात्यन्तिको वियोगो विरहः पुनर्मोक्ष इष्यते । यो हि शश्वद्भवति न पुनः कदाचिन्न भवति, स आत्यन्तिकः । ટીકાનો ભાવાનુવાદ:
જીવની સાથે સંબદ્ધકર્મનું બાર પ્રકારના તપવડે ખરી પડવું તે નિર્જરા કહેવાય છે. તે નિર્જરા બે પ્રકારની છે. (૧) સકામનિર્જરા, (૨) અકામનિર્જરા.
તેમાં સકામનિર્જરા ચારિત્રીઓને, દુષ્કરતપ-ચારિત્ર-કાયોત્સર્ગ કરણ-બાવીસ પરિષહોને સહેવામાં તત્પરઆત્માઓને, લોચાદિ કાયફલેશકરનારાઓને, અઢારશીલાંગને ધરનારાઓને, બાહ્ય-અત્યંતર સર્વપરિગ્રહનો ત્યાગ કરનારાઓને, શરીરની (શુશ્રુષાશુદ્ધિ વગેરે) પ્રતિકર્મ નહિ કરનારા આત્માઓને થાય છે.
અકામનિર્જરા ઉપરોક્તઆત્માઓથી અન્યજીવોને તીવ્ર શારીરિક, માનસિક અનેક પ્રકારના સેંકડો દુ:ખોને (ઇચ્છાવિના) સહેવાથી થાય છે.
હવે શ્લોકના ઉત્તરાર્ધદ્વારા મોક્ષતત્ત્વનું નિરૂપણ કરે છે. શરીર, પાંચ ઇન્દ્રિય, આયુષ્ય, શ્વાસોશ્વાસરૂપ દસ બાહ્યપ્રાણો, પુણ્ય, પાપ, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, પુનર્જન્મગ્રહણ, ત્રણવેદ, કષાયાદિનો સંયોગ, અજ્ઞાન તથા સિદ્ધવાદિના આત્યંતિકવિયોગને મોક્ષ કહેવાય છે.
જે શાશ્વત હોય છે, પરંતુ કદાચિત્ક હોતો નથી તથા જેનો લેશમાત્ર) સદ્ભાવ હોતો નથી તે આત્યંતિક કહેવાય છે. દેહાદિનો વિયોગ(નાશ) હંમેશાં રહે તથા પુન: દેહાદિ ઉત્પન્ન ન થાય અર્થાત્ દેહાદિ ઉત્પન્ન થઈને નાશનો અભાવ ન કરે, અનંતકાલ સુધી જે