________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
ધારણાસ્વરૂપ મતિજ્ઞાન અવિસંવાદસ્વરૂપ સ્મૃતિરૂપ ફળનું કારણ હોવાથી પ્રમાણ છે. અર્થાત્ ધારણા પ્રમાણ છે. સ્મૃતિ ફળ છે. સ્મૃતિ પણ “આ તે જ છે” ઇત્યાકારક પ્રત્યવમર્શ સ્વભાવક = સંકલનરૂપ સંજ્ઞાના ફળનું જનક છે. અર્થાત સંજ્ઞા = પ્રત્યભિજ્ઞાન ફળ છે અને સ્મૃતિ પ્રમાણ છે. પ્રત્યભિજ્ઞારૂપ સંજ્ઞા પણ તથાભૂત તર્કસ્વભાવક ચિંતાને ઉત્પન્ન કરે છે. અર્થાત્ પ્રત્યભિજ્ઞારૂપ સંજ્ઞાથી તર્કરૂપ ચિંતા ફળ ઉત્પન્ન થાય છે. તેથી સંજ્ઞા પ્રમાણ છે. તર્ક ફળ છે. ચિંતારૂપ તર્ક પણ અનુમાનસ્વરૂપ આભિનિબોધફળનો જનક છે. અર્થાત્ તર્ક અવિનાભાવનું જ્ઞાન કરાવીને આભિનિબોધ = અનુમાનને ઉત્પન્ન કરે છે. તેથી તર્ક પ્રમાણ છે, આભિનિબોધ = અનુમાન ફળ છે. આભિનિબોધથી પણ હેયોપાદેયબુદ્ધિરૂપ ફળ ઉત્પન્ન થાય છે. તેથી આભિનિબોધ=અનુમાન પ્રમાણ છે, હેયોપાદેયબુદ્ધિ ફલ છે. તેથી તત્ત્વાર્થસૂત્ર માં કહ્યું છે કે... મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા, આભિનિબોધ - આ અનર્થાન્તર છે - કથંચિત્ અભિન્ન છે કથંચિત્કવિષયક છે. (અકલંકદેવ આ સૂત્રનો તાત્પર્યાર્થ આ રીતે બતાવે છે-) જ્યાં સુધી આ જ્ઞાનોનો શબ્દરૂપથી ઉલ્લેખ ન કરાય અર્થાત્ તેમાં શબ્દયોજના ન હોય ત્યાં સુધી તે સર્વે મતિજ્ઞાન છે.
=
५८९
શબ્દયોજનાથી ઉત્પન્ન થવાવાળું અવિશદજ્ઞાન શ્રુત છે. તાત્પર્ય એ છે કે જ્યાં સુધી મતિ, સ્મૃતિઆદિમાં શબ્દયોજના નથી હોતી, ત્યાં સુધી તે મતિજ્ઞાનરૂપ છે તથા શબ્દયોજનાથી થવાવાળું તથા અન્ય પણ શબ્દયોજનાથી ઉત્પન્ન થવાવાળું જ્ઞાન શ્રુતજ્ઞાન છે. પરંતુ સૈદ્ધાન્તિકો તો આ મતિ, સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા અને આભિનિબોધને, અવગ્રહ-ઇહા-અપાય-ધારણાના રૂપથી ચાર ભેદવાળા મતિજ્ઞાનના પર્યાયવાચી શબ્દો જ માને છે. (આ જ વાત તત્ત્વાર્થાધિગમસૂત્રના ભાષ્ય-૧/૧૩માં કરી છે. મિનિવોધિજ્ઞાનથૈવ ત્રિòાવિષયઐતે પર્યાયા નાર્થાન્તરેતિ મતિ: स्मृति: संज्ञा चिन्ताऽभिनिबोध इत्यस्यानर्थान्तरमेतदिति । )
સ્મૃતિ, સંજ્ઞા, ચિંતા આદિ જોકે પૂર્વે પ્રત્યક્ષઆદિ પ્રમાણોથી ગ્રહણ કરેલા પદાર્થોને જ જાણે છે. તો પણ અવિસંવાદિ હોવાના કા૨ણે અનુમાનની જેમ પ્રમાણ જ છે. જેમ વ્યાપ્તિજ્ઞાન તર્ક દ્વારા જાણવામાં આવેલા સામાન્ય અગ્નિ અને ધૂમને જ કંઈક વિશેષરૂપથી જાણવાવાળું અનુમાન કથંચિત્ અગૃહીતગ્રાહિ માનીને પ્રમાણ મનાય છે. તેમ સ્મૃતિ આદિ જ્ઞાન પણ પ્રમાણ છે. અન્યથા વ્યાપ્તિ = તર્કરૂપ ગ્રાહકપ્રમાણદ્વારા ગૃહીત પદાર્થને વિષય બનાવનારું અનુમાન પણ અપ્રમાણ બની જશે.
અહીં શબ્દયોજનાની પૂર્વે અર્થાત્ શબ્દયોજના ન હોય ત્યારે અવિસંવાદિ અને વ્યવહાર ચલાવવામાં સમર્થ સ્મૃતિઆદિ મતિજ્ઞાન છે. અને શબ્દયોજનાથી ઉત્પન્ન થતું સર્વજ્ઞાન શ્રુતરૂપ