________________
६०२
षड्दर्शन समुचय भाग - २, श्लोक -५५, जैनदर्शन
પરંતુ ઘટનો પરપર્યાય કોઈ બની શકશે નહિ. (જોકે અલોકાકાશમાં ઘટ રહેતો નથી. આથી અલોકાકાશને ઘટનો પરપર્યાય કહી શકાય છે. પરંતુ ઘટ કોઈપણ સંયોગમાં ઇચ્છે તો પણ અલોકાકાશમાં રહી શકતો નથી, તે સર્વદા લોકમાં જ રહી શકે છે. આથી તે સ્વરૂપે પરપર્યાયની વિવક્ષા કરાઈ નથી. છતાં પણ “ઘટ આકાશમાં રહે છે. –આવી વિવિક્ષામાં જ્યારે આકાશ સ્વપર્યાય હશે, ત્યારે પરપર્યાય કોઈ હશે જ નહિ.). | ત્રિલોકવર્તિ પણ ઘટ તિચ્છલોકવર્તિત્વને વિદ્યમાન છે. પરંતુ ઉર્ધ્વ-અધોલોકવર્તિત્વન અવિદ્યમાન છે. અર્થાત્ ત્રિલોકવર્તિ પણ ઘટ તિસ્કૃલોકમાં રહે છે, તેથી તિøલોકની દૃષ્ટિએ સતું છે અને ઉર્ધ્વ કે અધોલોકમાં રહેતો નથી, તેથી તેની અપેક્ષાએ અસત્ છે. તિચ્છલોકવર્તિ પણ ઘટ જંબુદ્વીપવર્તિત્વેન વિદ્યમાન છે, પરંતુ અપરદ્વીપાદિવર્તિતયા અવિદ્યમાન છે. અર્થાતુ તિજીંલોકવર્તિ પણ ઘટ જંબુદ્વીપમાં રહેતો હોવાથી જંબુદ્વીપની અપેક્ષાએ સત્ છે. અપરદ્વીપોમાં રહેતો ન હોવાથી અપરદ્વીપોની અપેક્ષાએ અસતુ છે.
જંબુદ્વીપવર્તિ પણ ઘટ ભરતક્ષેત્રવર્તિત્વેન વિદ્યમાન છે. પરંતુ વિદેહાદિક્ષેત્રવર્તિત્વન અવિદ્યમાન છે. અર્થાત્ જંબુદ્વીપવર્તિ પણ ઘટ ભરતક્ષેત્રમાં રહેતો હોવાથી, ભરતક્ષેત્રની અપેક્ષાએ સતું છે અને વિદેહાદિક્ષેત્રમાં રહેતો ન હોવાથી, તેની અપેક્ષાએ અસત્ છે.
ભરતક્ષેત્રવર્તિ પણ ઘટ પાટલિપુત્રવર્તિત્વને વિદ્યમાન છે, પરંતુ અન્ય સ્થાનીયત્વેન= અન્યસ્થાનવર્તિત્વન અવિદ્યમાન છે. અર્થાત્ ભરતક્ષેત્રવર્તિ પણ ઘટ પાટલિપુત્રમાં રહેતો હોવાથી, તેની દૃષ્ટિએ સતુ છે અને અન્ય સ્થાનોમાં રહેતો ન હોવાથી, અન્યસ્થાનોની અપેક્ષાએ અસતું છે.
પાટલિપુત્રવર્તિ પણ ઘટ દેવદત્તગૃહવર્તિત્વન સત્ છે. અપરગૃહવર્તિત્વન અસત્ છે. દેવદત્તગૃહવર્તિ પણ ઘટ, તે ગૃહના એક દેશમાં રહેતો હોવાથી ગૃહકદેવર્તિત્વન સત્ છે. પરંતુ ગૃહના અન્ય દેશોમાં રહેતો ન હોવાથી અન્યદેશવર્તિત્વન અસત્ છે.
ગૃહકદેશવર્તિ પણ ઘટ જે આકાશ પ્રદેશોમાં રહે છે, તે આકાશપ્રદેશવર્તિત્વન સત્ છે. પંરતુ અન્યઆકાશપ્રદેશોમાં રહેતો ન હોવાથી તદન્યાકાશવર્તિત્વન અસત્ છે.
આ રીતે યથાસંભવ બીજા પ્રકારો દ્વારા પણ વિચારવું જોઈએ. તેથી આ પ્રમાણે ક્ષેત્રત: સ્વપર્યાયો અલ્પ છે. પર-પર્યાયો અસંખ્ય છે. અહીં લોકના અસંખ્યપ્રદેશો હોવાના કારણે પરપર્યાયો અસંખ્ય ગ્રહણ કર્યા છે. અથવા મનુષ્યલોકમાં રહેલો ઘટ, તેનાથી અન્યસ્થાનમાં રહેલા અનંતાદ્રવ્યોથી વ્યાવૃત્ત થતો હોવાના કારણે (ઘટના ક્ષેત્રત:) અનંતા પર-પર્યાયો થઈ શકે છે.