________________
६१२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक -५५, जैनदर्शन
હોવાથી, તેની સાથે વાહ્ય-વાહકભાવ સંબંધ, જેને સ્થાન ઉપર રાખવામાં આવે છે કે તેમાં જે ચીજ રાખવામાં આવે છે, તેનાથી આશ્રય-આશ્રયિ(આધાર-આધેય)ભાવ સંબંધ, જે ઘડાને તોડે છે કે તે ઘટ કોઈના મસ્તકે લાગતાં વાગે છે, તેનાથી વધ્યવધકભાવ સંબંધ, તે ઘટના કારણે જેનાથી વિરોધ હોય છે કે તે ઘટમાં રાખેલી વસ્તુ ખરાબ થાય છે, તેના યોગે વિરોધ્યવિરોધકભાવ સંબંધ, તે ઘટ જ્ઞાનનો વિષય બનતો હોવાથી જ્ઞાનની સાથે શેયજ્ઞાપકભાવ સંબંધ ઇત્યાદિ સંખ્યાતીતસંબંધો છે. તે સંબંધોની અપેક્ષાએ (પ્રત્યેક=) એક ઘટમાં અનંતસ્વભાવો હોય છે.
તે પ્રમાણે ઘટના જે જે અનંતાનંત સ્વ-પર પર્યાયો કહ્યા, તે સર્વેનો ઉત્પાદ, વિનાશ અને સ્થિતિ વારંવાર થતી હોવાથી અનંતકાલની અપેક્ષાએ તે (સર્વ પર્યાયો) થયા હતા, થાય છે અને થશે. તેથી ત્રણ કાળની અપેક્ષાએ (ઉત્પાદ, વિનાશ, સ્થિતિરૂપ ત્રિપદીથી પણ) ઘટમાં અનંતા ધર્મો છે. કહેવાનો આશય એ છે કે પૂર્વે કહેલા ઘટના અનંતા સ્વ-પરપર્યાયો અનંતકાલની અપેક્ષાએ ઉત્પન્ન થતા હતા, ઉત્પન્ન થાય છે અને ઉત્પન્ન થશે. તેથી ઉત્પાદ-વિનાશ-પ્રૂવરૂપ ત્રિપદીથી પણ અનંતાધર્મો ઘટમાં છે.
આ પ્રમાણે (ઘટની ભાવત: વિવક્ષા કરતાં) પીતવર્ણથી આરંભીને ભાવત: ઘટના અનંતા ધર્મો થાય છે. અર્થાત્ ભાવત: ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ થાય છે. આ રીતે એક જ ઘટમાં સ્વધર્મોની અપેક્ષાએ અસ્તિત્વ અને પરધર્મોની અપેક્ષાએ નાસ્તિત્વ છે.
तथा द्रव्यक्षेत्रादिप्रकारैर्ये ये स्वधर्माः परधर्माश्चाचचक्षिरे तैरुभयैरपि युगपदादिष्टो घटोऽवक्तव्यः स्यात्, यतः कोऽपि स शब्दो न विद्यते येन घटस्य स्वधर्माः परधर्माश्चोच्यमाना द्वयेऽपि युगपदुक्ता भवन्ति, शब्देनाभिधीयमानानां क्रमेणैव प्रतीतेः, सङ्केतितोऽपि शब्दः क्रमेणैव स्वपरधर्मान् प्रत्याययति, न तु युगपत्, "शतृशानचौसत्” इति शतृशानचोः सङ्केतितसच्छब्दवत्, ततः प्रतिद्रव्यक्षेत्रादिप्रकारं घटस्यावक्तव्यतापि स्वधर्मः स्यात्, तस्य चानन्तेभ्यो वक्तव्येभ्यो धर्मेभ्योऽन्यद्रव्येभ्यश्च व्यावृत्तत्वेनानन्ता अवक्तव्याः परधर्मा अपि भवन्ति । तदेवमनन्तधर्मात्मकत्वं यथा घटे दर्शितं, तथा सर्वस्मिन्नप्यात्मादिके वस्तुनि भावनीयम् । तत्राप्यात्मनि तावचैतन्यं कर्तृत्वं भोक्तृत्वं प्रमातृत्वं प्रमेयत्वममूर्तत्वमसङ्ख्यातप्रदेशत्वं निश्चलाष्टप्रदेशत्वं लोकप्रमाणप्रदेशत्वं जीवत्वमभव्यत्वं भव्यत्वं परिणामित्वं स्वशरीस्व्यापित्वमित्यादयः सहभाविनो धर्माः, हर्षविषादौ सुखदुःखै मत्यादिज्ञान