________________
દ૨૦
,
षड्दर्शन समुझय भाग-२, श्लोक-५५, जैनदर्शन
પાપકર્મબંધમાં નિમિત્ત બને છે. કોઈકના ચિત્તમાં સંસ્કારો પેદા કરે છે, તો કોઈકના ચિત્તમાં અસતુસંસ્કારો પેદા કરે છે. કોઈકને ક્રોધ, કોઈકને માન, કોઈકને માયા, કોઈકને લોભ કોઈકને રાગ-દ્વેષ-મોહ પેદા કરાવે છે, કોઈકને નીચે પાડે છે. ઇત્યાદિનું કારણ બનતો હોવાથી ઘટના અનંતધર્મો છે.
સ્નેહ અને ગુરુત્વ પૂર્વે જણાવેલા સ્પર્શના જ ભેદ હોવાથી તેની અપેક્ષાએ સ્વ-પર ધર્મો કહેવાઈ જ ગયેલા છે.
કર્મ(ક્રિયા)ની અપેક્ષાએ ઘટના અનંતક્રિયારૂપ સ્વ-ધર્મો છે. ઉલ્લેપણ, અવક્ષેપણ, આકુંચન, પ્રસારણ, ભ્રમણ, ચંદન, રેચન, પૂરણ, ચલન, કંપન, અન્ય સ્થાન પ્રાપણ, જલાહરણ, જલાભિધારણઆદિ અનંતક્રિયાઓનો ઘટ તે તે કાલના ભેદથી અથવા તરતમતાના યોગથી કારણ હોવાના કારણે ઘટના અનંતાક્રિયારૂપ સ્વ-ધર્મો છે. કહેવાનો આશય એ છે કે.. સુવર્ણનો ઘટ ઉંચે ફેંકી શકાય છે, નીચે ફેંકી શકાય છે; ઘટને આકાર આપી શકાય છે. અહીં-તહીં લઈ જઈ શકાય છે. ઇત્યાદિ અસંખ્ય ક્રિયાઓ ઘટમાં હોય છે. તેથી અસંખ્યક્રિયાઓનો ઘટ કારણ હોવાથી તે તેના સ્વ-ધર્મો છે. અર્થાત્ અનેક સ્વભાવવાળો છે. ક્રિયાના ત્રણેકાળની અપેક્ષાએ તથા ધીરેથી, જોરથી, મધ્યમરૂપે એમ તરતમતાની અપેક્ષાએ અનંતભેદ થઈ શકે છે. તેથી ઘટ તે ક્રિયાઓનો હેતુ હોવાથી તેના અનંતા પણ સ્વ-ધર્મો છે.
તે ક્રિયાઓમાં અહેતુભૂત અન્ય અનંતા દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી ઘટના પરધર્મો પણ અનંતા છે.
વળી સામાન્ય (સાદશ્ય)ની અપેક્ષાએ પૂર્વે કહેલી નીતિ અનુસાર અતીતાદિ કાલોમાં જે જે જગતના પદાર્થોના અનંતાસ્વ-પર પર્યાયો થાય છે. તેમાં અન્ય પદાર્થોથી પણ ઘટની એક, બે આદિ અનેકધર્મો દ્વારા સમાનતા મળી શકે છે. તેથી સાદૃશ્યરૂપ સામાન્યની અપેક્ષાએ ઘટના અનંત સદશપરિણમનરૂપ સ્વભાવ થઈ શકે છે. આ રીતે સામાન્યની અપેક્ષાએ ઘટમાં સ્વપર્યાયો વિચારવા જોઈએ.
વિશેષતઃ ઘટનો વિચાર કરીએ તો ઘટ અનંત દ્રવ્યોમાં રહેલા અપર-અપર ધર્મની અપેક્ષાએ એક, બે, ત્રણ.. યાવતું અનંતા ધર્મોથી વિલક્ષણ છે. તેથી ઘટમાં અનંત પદાર્થોથી વિલક્ષણતા સિદ્ધ કરવામાં કારણભૂત અનંતાધર્મો વિદ્યમાન છે. તે સર્વે ઘટના સ્વ-ધર્મો છે.
અનંત દ્રવ્યોની અપેક્ષાએ ઘટમાં સ્થૂલતા, કૃશતા, સમાનતા, વિષમતા, સૂક્ષ્મતા, બાદરતા, તીવ્રતા, ચાકચિક્યતા (ચમકવાપણું), સૌમ્યતા, પૃથુતા, સંકીર્ણતા, નીચતા, ઉચ્ચતા, વિશાલમુખતા વગેરે પ્રત્યેકધર્મોની અપેક્ષાએ અનંતાધર્મો હોય છે. કહેવાનો આશય એ ઘટમાં