________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
સમાધાન (ઉત્તરપક્ષ) : ‘અર્થઘ્રાહ’ પદની સાથે આગળ કહેવાતા ‘પ્રદક્ષયા' પદનો સંબંધ કરી લેવો જોઈએ. ‘પ્રજ્ઞેક્ષા' પદ (ખાસ કરીને) બાહ્યાર્થનું નિરાકરણ કરનારા યોગાચારના મતનું ખંડન કરવા માટે છે. ‘પ્રહળેક્ષયા' પદનો અર્થ આ પ્રમાણે છે - ગ્રહણેક્ષયા જ્ઞાનથી ભિન્ન (સત્તા રાખનારા) બાહ્યાર્થ ઘટાદિપદાર્થોના સંવેદનને ગ્રહણ કહેવાય છે. તે બાહ્ય પદાર્થોના ગ્રહણની ઇક્ષા = અપેક્ષા કરીને અર્થને ગ્રહણકરવાવાળું જ્ઞાન પ્રત્યક્ષ કહેવાય છે.
==
६२४
શંકા : ‘અર્થસ્ય પ્રાહમ્' આ પદથી જ ‘બાહ્યાર્થની અપેક્ષાથી અર્થનું ગ્રાહક જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ છે' આવો અર્થ નીકળી જ જાય છે, ત્યારે ‘પ્રહક્ષયા' પદ નિરર્થક થઈ જાય છે.
:
સમાધાન ઃ આવું ન કહેવું, કારણકે અર્થગ્રાહક પદથી ‘પોતાના સ્વરૂપમાત્રનું ગ્રાહક' આટલો અર્થ પણ નીકળી જાય છે. તે વખતે વિજ્ઞાનવાદિઓએ પણ અર્થગ્રાહક પદનો તે જ અર્થ કાઢીને પ્રત્યક્ષજ્ઞાનને માત્ર સ્વરૂપગ્રાહક જ કહ્યું હતું, અર્થગ્રાહક કહ્યું નહોતું. આથી ‘ગ્રહણેક્ષયા’ પદથી (જે યોગાચારો સમસ્ત જ્ઞાનો બાહ્યાર્થના નિશ્ચયાત્મક બને છે તેનો નિષેધ કરીને) અર્થાત્ જ્ઞાન બાહ્યાર્થનું નિશ્ચાયાત્મક નથી. અર્થાત્ સમસ્તજ્ઞાન બાહ્યાર્થના નિશ્ચયથી વિકલ છે, આવું માનનારા યોગાચારોના મતનું નિરાકરણ થાય છે. તેથી યોગાચારમતના નિરાકરણ માટે વપરાયેલું ‘ગ્રહણેક્ષયા' પદ સાર્થક જ છે.
જે પ્રમાણે અંત:સંવેદન સ્વ-અંશના ગ્રહણમાં = પોતાના સ્વરૂપને જાણવામાં વ્યાપાર કરે છે. તે પ્રમાણે તે બાહ્ય ઘટપટાદિપદાર્થોને પણ જાણે છે. ઇતરથા (જો અત: સંવેદન=જ્ઞાન બાહ્યપદાર્થોને જણાવતું ન હોય અને માત્ર સ્વરૂપનું પ્રકાશક હોય તો) બાહ્યપદાર્થોના અગ્રહણમાં સર્વપ્રમાતૃઓને = લોકોને નીલાદિ પદાર્થોનો એકસમાન નિયતદેશતયા પ્રતિભાસ નહિ થાય અને સર્વે જીવોને નિયતદેશતયા નીલાદિપદાર્થોનો એકસમાન પ્રતિભાસ થાય છે અને “ઘટાદિ પદાર્થો છે” આ પ્રમાણે જણાય છે. તેથી જ્ઞાનબાહ્ય પદાર્થોનું પણ પ્રકાશક બને છે. તેથી બાહ્યાર્થઘટાદિ પણ વિદ્યમાન છે જ. (કહેવાનો આશય એ છે કે... જ્ઞાનવાદિઓના મતમાં પોતપોતાના જ્ઞાનનો જ નીલ-પીતાદિ આકારોમાં પ્રતિભાસ થાય છે, તે જ્ઞાનરૂપ નીલાદિ બહાર દેખાવું જોઈએ નહિ તથા સર્વે જીવોને સાધારણરૂપથી તેનું પ્રત્યક્ષ ન થવું જોઈએ. કારણ કે જ્ઞાનનો આકાર તો સ્વસંવેદ્ય હોય છે, સાધારણ જનસંવેદ્ય નથી. પરંતુ નીલાદિ પદાર્થ નિશ્ચિત બાહ્યપ્રદેશમાં સર્વેને સાધારણરૂપથી જ પ્રતિભાસિત થાય છે. આથી બાહ્યપદાર્થોની સત્તા અવશ્ય માનવી જ જોઈએ.)
अथ चिद्रूपस्यैव तथा तथा प्रतिभासनान्न बहिरर्थग्रहणमिति चेत् ? तर्हि बहिरर्थवत् स्वज्ञानसन्तानादन्यानि सन्तानान्तराण्यपि विशीर्येरन् । अथ सन्तानान्तरसाधकमनु