________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५६, जैनदर्शन
ह्यन्तःसंवेदनं यथा व्याप्रियते तथा बहिरर्थग्रहणेऽपि, इतरथा बहिरर्थग्रहणाभावे सर्वप्रमातृणामेकसदृशो नीलादिप्रतिभासो नियतदेशतया न स्यात् । अस्ति च स सर्वेषां नियतदेशतया, ततोऽर्थोऽस्तीत्यवसीयते ।
ટીકાનો ભાવાનુવાદઃ
“મપરોક્ષતયાર્થસ્થ પ્રતિજ્ઞાનમ્ રૂદશં પ્રત્યક્ષ” આ વ્યાખ્યામાં પ્રત્યક્ષ પદ લક્ષ્યનિર્દેશક છે. તથા “૩ાપરોક્ષતયાર્થસ્થ પ્રઢિ જ્ઞાનમ્” આ પદ લક્ષણનિર્દેશક છે. પરોક્ષ=ઇન્દ્રિયોના અવિષય, તેનાથી ભિન્ન અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા જાણવામાં આવેલા પદાર્થની જેમ સાક્ષાતુરૂપથી, અસ્પષ્ટ કે સંદિગ્ધતયા નહિ, (પરંતુ સ્પષ્ટતયા) અર્થનું અર્થાતુ પોતાના આંતરિકસ્વરૂપનું તથા ઘટપટાદિ બાહ્યવસ્તુઓનું ગ્રાહક=સાક્ષાતુરૂપથી નિશ્ચય કરવાવાળા જ્ઞાનને જ પ્રત્યક્ષ કહેવાય છે.
વિશેષણ અન્યનો વ્યવચ્છેદ કરાવે છે. આથી આવા પ્રકારનું જ જ્ઞાન પ્રત્યક્ષ છે, અન્ય પ્રકારનું નહિ. (આ વાત તે વિશેષણથી સિદ્ધ થાય છે)
અપરોક્ષતયા' પદથી પ્રત્યક્ષના લક્ષણની પરોક્ષના લક્ષણ સાથેની સંકીર્ણતા દૂર થાય છે. અર્થાત્ પ્રત્યક્ષના લક્ષણને પરોક્ષના લક્ષણથી ભિન્ન સિદ્ધ કરે છે.
પ્રત્યક્ષ પ્રમાણનું તાદશ વિશદ લક્ષણ કરવાથી બૌદ્ધ આદિ દ્વારા પરિકલ્પિત પ્રત્યક્ષના કલ્પનાપોઢ=નિર્વિકલ્પક આદિ લક્ષણોનો વ્યવચ્છેદ થઈ જાય છે.
(અહીં ‘મહો... વાહ્યર્થસજ્વલિતિ' સુધી શંકાગ્રંથ છે અને “મર્થસ્થ પ્રદિ” ઇત્યાદિ પદો સમાધાન ગ્રંથના છે.)
જ્ઞાનાદ્વૈતવાદિ : (પૂર્વપક્ષ) : અરે, જૈનો ! તમે અર્થી = માત્મસ્વરૂપ ય-દિÉ તત્રત્યક્ષમ્” અર્થાત્ અર્થનું એટલે કે પોતાના આંતરિકસ્વરૂપનું ગ્રાહક જે જ્ઞાન છે તે પ્રત્યક્ષ કહેવાય છે. - આટલી જ પ્રત્યક્ષની વ્યાખ્યા કરો ને ! અર્થ શબ્દથી બાહ્યર્થ ઘટપટાદિની વિવફા શા માટે કરો છો ? કારણ કે બાહ્યર્થ ઘટપટાદિની સત્તા જ નથી. અર્થાત્ અર્થનું તાત્પર્ય જ્ઞાનના પોતાના સ્વરૂપ સુધી જ સીમિત બનાવી દેવું, તેને ઘટપટાદિ બાહ્યપદાર્થો સુધી લઈ જવું જોઈએ નહિ, કારણ કે જ્ઞાનથી અતિરિક્ત ઘટપટાદિ બાહ્યપદાર્થોની સત્તા જ નથી.
(અહીં જ્ઞાનાદ્વૈતવાદિની માન્યતા છે કે... જ્ઞાન જ એક પરમાર્થસત્ છે. તે જ અવિદ્યાવાસનાના વિચિત્ર વિપાકથી નીલ-પીત આદિ અનેક પદાર્થોના આકારમાં પ્રતિભાસ થવા લાગે છે. તેથી ‘અર્થપ્રદિ' પદનો અર્થ “જ્ઞાનનું માત્ર પોતાના સ્વરૂપનું ગ્રહણ કરવું' આટલો જ અર્થ કરવો.)