________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६१७
સમાધાન : તમારી આ શંકા મહામુર્ખતા અને ગાંડપણની સૂચક છે. કારણ કે જો તે પરપર્યાયો નાસ્તિત્વ સંબંધને આશ્રયીને તે ઘટના છે, એ પ્રમાણે વ્યપદેશ કરવામાં નહિ આવે તો, સામાન્યત: તે પર-પર્યાયો પરવસ્તુઓમાં પણ પ્રાપ્ત કરી શકાશે નહિ = રહી શકશે નહિ. કારણ કે પર વસ્તુમાં તો તે સ્વ-પર્યાયરૂપે જ રહે છે, સામાન્યપર્યાય બનીને નહિ. (આથી જ્યારે ઘટમાં તથા અન્ય પરવસ્તુઓમાં તેનો સંબંધ ન રહે તો તેને પર્યાય જ કેવી રીતે કહી શકાય ?) પરંતુ તેનો પર્યાય તરીકે અસ્વીકાર તો ઇષ્ટ નથી અને અનુભવનો વિષય પણ નથી. તેથી તે પર-પર્યાયો નાસ્તિત્વસંબંધને આશ્રયિને ધનના છે - એ પ્રમાણે વ્યપદેશ કરવો જોઈએ. તથા ધન પણ નાસ્તિત્વસંબંધને આશ્રયિને દરિદ્રનું છે. એ પ્રમાણે વ્યપદેશ કરી શકાય છે. તેથી જ જગતમાં કહેવાય છે કે.. આ દરિદ્રને ધન વિદ્યમાન નથી.” વળી “તે તેનો સંબંધી છે એ પ્રમાણે વ્યપદેશ કરવા માટે શક્ય નથી” - આ પ્રમાણે જે તમે કહ્યું હતું, તેમાં પણ જાણી લેવું કે અસ્તિત્વરૂપે ધન દરિદ્રનો સંબંધિ છે, એવો વ્યપદેશ કરવો શક્ય નથી. પરંતુ નાસ્તિત્વરૂપે તો ધન દરિદ્રનો સંબંધિ હોવાથી નાસ્તિત્વરૂપે ધનને દરિદ્રના સંબંધિ તરીકેના વ્યપદેશનો નિષેધ કરવો ઉચિત નથી. તેથી એક જ વસ્તુમાં અસ્તિત્વરૂપે સ્વપર્યાયનો અને નાસ્તિત્વરૂપે પર-પર્યાયોનો વ્યપદેશ કરવામાં લેશમાત્ર લોકવ્યવહારનો અતિક્રમ થતો નથી.
ननु नास्तित्वमभावोऽभावश्च तुच्छरूपस्तुच्छेन च सह कथं सम्बन्धः, तुच्छस्य सकलशक्तिविकलतया सम्बन्धशक्तेरप्यभावात् । अन्यञ्च, यदि परपर्यायाणां तत्र नास्तित्वं, तर्हि नास्तित्वेन सह सम्बन्धो भवतु, परपर्यायैस्तु सह कथं सम्बन्धः, न खलु घटः पटाभावेन सम्बद्धः पटेनापि सह सम्बन्धो भवितुमर्हति, तथाप्रतीतेरभावात्, तदेतदसमीचीनं, सम्यग्वस्तुतत्त्वापरिज्ञानात्, तथाहि-नास्तित्वं नाम तेन तेन रूपेणाभवनमिष्यते तेन तेन रूपेणाभवनं च वस्तुनो धर्मः, ततो नैकान्तेन तत्तुच्छरुपमिति न तेन सह सम्बन्धाभावः । तेन तेन रुपेणाभवनं च तं तं पर्यायमपेक्ष्यैव भवति नान्यथा, तथाहि-यो यः पटादिगतः पर्यायः तेन तेन रूपेण मया न भवितव्यमिति सामर्थ्याद् घटस्तं तं पर्यायमपेक्ष्यते इति सुप्रतीतमेतत्, ततस्तेन तेन पर्यायेणाभवनस्य तं तं पर्यायमपेक्ष्य सम्भवात्तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति व्यपदिश्यन्ते । एवंरूपायां च विवक्षायां पटोऽपि घटस्य सम्बन्धी भवत्येव, पटमपेक्ष्य घटे पटरूपेणाभवनस्य भावात्, तथा च लौकिका अपि घटपटादीन्