________________
६१८
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
परस्परमितरेतराभावमधिकृत्य सम्बद्धान् व्यवहरन्तीत्यविगीतमेतत्, इतश्च ते पर्यायास्तस्येति व्यपदिश्यन्ते, स्वपर्यायविशेषणत्वेन तेषामुपयोगात् । इह ये यस्य स्वपर्यायविशेषकत्वेनोपयुज्यन्ते ते तस्य पर्यायाः, यथा घटस्य रूपादयः पर्यायाः परस्परविशेषकाः । उपयुज्यन्ते च घटस्य पर्यायाणां विशेषकतया पटादिपर्यायाः, तानन्तरेण तेषां स्वपर्यायव्यपदेशाभावात्, तथाहि - यदि ते परपर्याया न भवेयुः तर्हि घटस्य स्वपर्यायाः स्वपर्याया इत्येवं न व्यपदिश्येरन्, परापेक्षया स्वव्यपदेशस्य सद्भावात्, ततः स्वपर्यायव्यपदेशकारणतया तेऽपि परपर्यायास्तस्योपयोगिन इति तस्येति, व्यपदिश्यन्ते । ટીકાનો ભાવાનુવાદ:
શંકા નાસ્તિત્વ અભાવસ્વરૂપ છે. અભાવ તુચ્છરૂપ છે અને તુચ્છની સાથે સંબંધ કેવી રીતે હોય ! કારણ કે તુચ્છ વસ્તુ સકલ શક્તિઓથી વિકલ હોવાના કારણે તેમાં સંબંધ શક્તિનો પણ અભાવ જ છે. બીજું, જો વિવલિત વસ્તુમાં પર-પર્યાયોનું નાસ્તિત્વ છે, તો વિવક્ષિત વસ્તુનો નાસ્તિત્વ” સાથે સંબંધ ભલે હોય, પરંતુ પર-પર્યાયો સાથે સંબંધ કેવી રીતે હોય ? પટાભાવ સાથે સંબદ્ધ ઘટ, પટ સાથે સંબંધ કરવા માટે યોગ્ય બની શકતો નથી. કહેવાનો આશય એ છે કે. જો ઘડામાં પરપર્યાયોનો નાસ્તિત્વ છે, તો નાસ્તિત્વ નામના ધર્મથી ઘટનો સંબંધ માની શકાય, પરંતુ પરપર્યાયોની સાથે સંબંધ ન માની શકાય. જો પટનો અભાવ ઘટમાં રહે છે, તો પટનો નાસ્તિત્વથી ઘટનો સંબંધ છે, પરંતુ તેનાથી પટથી પણ ઘટનો સંબંધ કેવી રીતે કહી શકાય ! અને તેવા પ્રકારની પ્રતીતિ થતી ક્યાંય જોવા મળતી નથી. અર્થાત્ જે પદાર્થનો અભાવ જેમાં જોવા મળે, તે પદાર્થ પણ તેમાં જોવા મળતો હોય તેવી પ્રતીતિ થતી નથી. તેથી વિવલિત વસ્તુમાં પરપર્યાયોનો સંબંધ હોઈ શકે નહિ.
સમાધાનઃ તમારી શંકા તદ્દન અસમીચીન–મિથ્યા છે. કારણ કે સમ્યગુ વસ્તુ તત્ત્વનું તમને જ્ઞાન જ નથી. અમારી વાત ઉચિત છે અને તમારી શંકા મિથ્યા છે તે) આ પ્રમાણે છે - નાસ્તિત્વ એટલે તે તે રૂપે પરિણમન ન થવું. અને તે તે અપરિણમન એ વસ્તુનો ધર્મ છે. તેથી નાસ્તિત્વ રૂપ અભાવ એકાંતે તુચ્છરૂપ નથી. આથી તેની સાથે સંબંધ થાય તેમાં કોઈ દોષ પણ નથી. અને તેથી તાદશ વાસ્તવિક ધર્મરૂપ નાસ્તિત્વનો વસ્તુ સાથેનો સંબંધ પણ ઘટે છે. વળી વસ્તુનું તે તે રૂપે થતું પરિણમન, વસ્તુના તે તે પર્યાયને આશ્રયને જ થાય છે, તે તે પર્યાયની નિરપેક્ષપણે નહિ. તે આ રીતે છે - “જે જે પટાદિ ગત પર્યાયો છે તે, તે રૂપે મારું પરિણમન ન થવું' - આવા