________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
६१९
પ્રકારના સામર્થ્યથી ઘટ તે તે પર્યાયોની અપેક્ષા કરે છે. આવું સુપ્રતીત જ છે. અર્થાત્ તે તે પટાદિગત પર્યાયોને આશ્રયીને જ કહેવાય છે. તેથી સ્વની વિવક્ષામાં પર-પર્યાયોની અપેક્ષા રહેતી જ હોય છે. તેથી તે તે પર-પર્યાય વડે અપરિણમન તે પર-પર્યાયને આશ્રયિને જ સંભવિત છે. તેથી તે પર-પર્યાયો પણ વિચલિતવસ્તુને ઉપયોગી છે. આથી જ તેનો ઘટના પર્યાયો તરીકે વ્યપદેશ કરાયો છે.
તથા આવા પ્રકારની નિષેધની વિવક્ષામાં પટ પણ ઘટનો સંબંધી થાય જ છે. કારણકે પટને આશ્રયિને જ ઘટમાં પટરૂપે અપરિણમનનો સદૂભાવ છે. અર્થાત્ ઘટ પટરૂપે પરિણમતો નથી, તેમાં પટનો સ્વ-પર્યાય જ કારણભૂત બનતો હોવાથી ઘટમાં પટરૂપે અપરિણમન પટને આશ્રયિને જ છે. અર્થાત્ “ઘટ પટ નથી” આવી વિવફા પટને આશ્રયિને જ થાય છે-તેમાં પટની અપેક્ષા છે જ.
વળી લોકમાં પણ ઘટ-પટાદિના પરસ્પરના ઇતરેતરાભાવને આશ્રયિને એક-બીજાના સંબંધી તરીકે વ્યવહાર થાય છે. અર્થાત્ “ઘટ પટરૂપ નથી' કે “પટ ઘટરૂપ નથી' આ રીતે ઘટપટનો પરસ્પર અભાવ, ઇતરેતરાભાવને નિમિત્ત બનાવીને લોકમાં પણ ઘટ અને પટમાં નાસ્તિત્વરૂપ સંબંધનો વ્યવહાર થાય છે. આથી આ વાત અવિગીત–નિર્વિવાદ છે.
તે પર-પર્યાયો તેના છે” –આ પ્રમાણે જે વ્યપદેશ કરાય છે, તેમાં સ્વપર્યાયોના ભેદક તરીકે તે પર-પર્યાયોનો ઉપયોગ થાય છે. કહેવાનો આશય એ છે કે ઘટને બીજા પદાર્થોથી ભિન્ન કરવા માટે પ્રથમ આ ઘટના પર્યાયો છે અને આ બીજી વસ્તુઓના પર્યાયો છે કે જે ઘટના પર્યાયોથી ભિન્ન છે. આવી વિવક્ષા થાય ત્યારે જ ઘટ બીજા પદાર્થોથી ભિન્ન સિદ્ધ થાય છે. તેમાં ઘટના
સ્વપર્યાયોના ભેદક પર-પર્યાયો જ બને છે આથી ઘટના સ્વ-પર્યાયોના ભેદક તરીકે પરપર્યાયોનો ઉપયોગ થાય જ છે.
અહીં જે જેના સ્વ-પર્યાયના ભેદક તરીકે ઉપયોગી હોય છે, તે તેના પર્યાયો જ હોય છે. જેમકે ઘટના પરસ્પરભેદ કરનારા રૂપાદિપર્યાયો. વળી ઘટના સ્વપર્યાયોના ભેદક તરીકે પટાદિપર્યાયો પણ ઉપયોગી થાય છે. કારણ કે તે પટાદિપર્યાયો વિના ઘટના સ્વપર્યાયો સ્વપર્યાય તરીકે વ્યપદેશને પામી શકતા નથી. તે આ રીતે છે – જો તે પરપર્યાયો ઘટના ન હોય તો ઘટના સ્વપર્યાયો સ્વપર્યાય તરીકે વ્યપદેશને પામી શકશે નહિ. કારણ કે પરની અપેક્ષાએ જ સ્વના વ્યપદેશનો સદ્ભાવ હોય છે. તેથી (વિવક્ષત ઘટ-વસ્તુના) સ્વપર્યાયના વ્યપદેશના કારણ હોવાથી તે (પટાદિ ગત) પરપર્યાયો પણ તેના ઉપયોગી બને છે. તેથી તે પરપર્યાયોનો પણ ઘટના પર્યાયો તરીકે વ્યપદેશ કરાય છે.