________________
६०४
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ :
કાલત: જ્યારે ઘડાને સ્વ-દ્રવ્યની અપેક્ષાએ નિત્ય માનવામાં આવે છે, ત્યારે તે વર્તમાનમાં રહે છે, અતીતમાં હતો અને ભવિષ્યમાં પણ હશે. તેથી કાલતઃ તે ત્રિકાલવર્તી થવાના કારણે તેની કોઈનાથી પણ વ્યાવૃત્તિ થતી નથી. અર્થાત્ આ રીતે દ્રવ્યની અપેક્ષાએ ત્રિકાલવર્તી હોવાના કારણે એવો કોઈ કાલ નથી કે જેમાં તે રહેતો ન હોય. તેથી ત્રિકાલ તેનો સ્વ પર્યાય બનશે અને પર-પર્યાય કોઈ બનશે નહિ.
તે ઘટની જ્યારે ઐયુગીનત્વેન=વર્તમાનકાલીનત્યેન વિવક્ષા કરાતાં, તે ઘટ વર્તમાનકાલીનત્વન વિદ્યમાન છે અને અતીત-અનાગતકાલીનત્યેન અવિદ્યમાન છે. અર્થાત્ વર્તમાનકાલીનસ્વેન સત્ છે, અતીત-અનાગતકાલીનત્વન અસત્ છે.
વર્તમાનકાલીનઘટ પણ આ વર્ષની અપેક્ષાએ જ સત્ છે, અતીતાદિવર્ષોની અપેક્ષાએ અસત્ છે.
આ વર્ષનો ઘટ પણ વસંતઋતુમાં ઉત્પન્ન થવાના કારણે સત્ છે. પરંતુ તે સિવાયની અન્ય ઋતુઓમાં ઉત્પન્ન થયો ન હોવાથી તે ઋતુઓમાં અસત્ છે.
વસંતઋતુસંબંધી ઘટ પણ નવત્વેન (નવો હોવાના કારણે) વિદ્યમાન છે. પરંતુ પુરાણત્યેન (જુનો હોવાના કારણે) અવિદ્યમાન (અસત્) છે.
તે નૂતનઘટ પણ અદ્યતનત્યેન (આજનો હોવાના કારણે) સત્ છે. પરંતુ અનદ્યતનત્વેન (ગઈકાલની અપેક્ષાએ) અસત્ છે.
તે અદ્યતનકાલ સંબંધી ઘટ પણ વર્તમાનક્ષણતયા (વર્તમાનક્ષણની અપેક્ષાએ) સત્ છે. પરંતુ (વર્તમાન સિવાયની) અન્યક્ષણોની અપેક્ષાએ અસત્ છે.
આ પ્રમાણે કાલત: ઘટના અસંખ્ય સ્વ-પર્યાયો છે. કારણ કે એકદ્રવ્ય અસંખ્યકાલ સુધી પોતાની સ્થિતિમાં રહે છે.
અનંતકાલની વિવક્ષાથી તો દ્રવ્ય અનંતકાલ સુધી રહેતું હોવાથી અનંતા પણ સ્વપર્યાયો હોઈ શકે છે.
વિવક્ષિત કાલથી, ભિન્નકાલ અન્ય અનંતકાલોથી તથા તેમાં રહેનારા અનંતદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થાય છે. આથી ઘટના પ૨પર્યાયો પણ અનંત છે.
હવે ભાવત: ઘટની વિવક્ષા કરવા દ્વારા અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.