________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५५, जैनदर्शन
ઉ૦૭
આ જ રીતે સંખ્યાત: પણ સ્વ-પરધર્મોની વિચારણા કરવી. સંખ્યાત: ઘટનો તે તે અપર-અપરદ્રવ્યોની અપેક્ષા પહેલો, બીજો, ત્રીજો, ચોથો, યાવતું અનંતમો આવો વ્યવહાર થાય છે. અર્થાત્ આ દ્રવ્યની અપેક્ષાએ ઘટ પહેલો, તે દ્રવ્યની અપેક્ષાએ બીજો, એમ યાવતું તે તે દ્રવ્યોની અપેક્ષાએ અનંતમો એવો પણ વ્યવહાર થાય છે. તેથી સંખ્યાત: ઘટના અનંતાસ્વ-ધર્મો છે.
તે તે સંખ્યાથી અનભિધેય અનંતાદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે ઘટના પર-પર્યાયો પણ અનંતા છે. અર્થાત્ ઘટમાં જે પ્રથમ, દ્વિતીય, યાવતુ અનંતતમત્વનો વ્યપદેશ થાય છે, તે વ્યપદેશ ઘટથી અન્યદ્રવ્યોમાં થતો નથી, ત્યારે ઘટની તે દ્રવ્યોથી વ્યાવૃત્તિ થઈ જાય છે. તે દ્રવ્યો અનંતા હોવાથી ઘટના અનંતાપર-પર્યાયો છે.
વળી અનંતકાલની અપેક્ષાએ ઘટનો સર્વદ્રવ્યોની સાથે સંયોગ-વિયોગ થયો હોવાના કારણે તે સંયોગ-વિભાગની દૃષ્ટિએ ઘટના અનંતા સ્વ-ધર્મો થાય છે. અર્થાત્ સર્વદ્રવ્યો સાથેનો સંયોગવિભાગ ઘટનો સ્વધર્મ બનશે અને તેવા સંયોગ-વિભાગ અનંતા હોવાથી અનંતા સ્વધર્મો બનશે. તથા જે સંયોગ-વિભાગના વિષય કરાયા નથી અર્થાત્ જેમાં સંયોગ-વિભાગ જોવા મળતો નથી, તે અનંતપદાર્થોથી ઘટની વ્યાવૃત્તિ થવાના કારણે તે પરધર્મ થશે. તેવા પદાર્થો પણ અનંતા હોવાથી ઘટના પરધર્મો પણ અનંતા થશે.
પરિમાણત: તે તે દ્રવ્યની અપેક્ષાએ ઘટમાં અણુત્વ, હૃસ્વત્ત્વ, મહત્ત્વ, દીર્ઘત્વ - આવા અનંતભેદ પડશે. અર્થાત્ અણુત્વાદિ પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતાભેદો છે. તેથી ઘટના અનંતાસ્વધર્મો છે. કહેવાનો આશય એ છે કે ઘટ મકાનની અપેક્ષાએ નાનો છે. નાની ઘડીની અપેક્ષાએ મોટો છે. ઇત્યાદિ પરિમાણની અપેક્ષાએ ઘટના અનંતા ભેદો પડશે. - તે સર્વે તેના સ્વ-ધર્મો છે. તે તે પરિમાણવાળા ઘટની તે તે (ઘટના પરિમાણથી) ભિન્ન પરિમાણવાળા દ્રવ્યોથી પરિમાણત: વ્યાવૃત્તિ થવાના કારણે પરિમાણતઃ ઘટના પર-પર્યાયો પણ અનંતા થશે.
સર્વદ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી હોવાથી પૃથકૃત્વત: તે સર્વે પદાર્થો ઘટના પરપર્યાયો થાય. (જે દ્રવ્યોથી ઘટની વ્યાવૃત્તિ થતી નથી તે સ્વધર્મો જાણવા.)
દિગુ-દેશતઃ અર્થાત્ દિશાની દૃષ્ટિએ પરત્વ - અપરત્વ દ્વારા તે ઘટમાં અન્ય-અન્ય અનંત દ્રવ્યોની અપેક્ષાએ આસન્નતા, આસન્નતરતા, આસન્નતમતા, દૂરતા, દૂરતરતા, દૂરતમતા થાય છે. તથા દેશની દૃષ્ટિએ ઘટમાં એક, બે, ત્રણ-ચાવતું અનંતયોજનો દ્વારા અનંતદ્રવ્યોની અપેક્ષાએ આસન્નતા - દૂરતા હોય છે. તેથી દિગુ-દેશત: ઘટના અનંતાસ્વ-પર્યાયો છે. કહેવાનો આશય એ છે કે આ ઘટમાં અનંતદ્રવ્યોની અપેક્ષાએ નિકટતા, અતિનિકટતા, અતિ-અતિ નિકટતા કે દૂરપણું, અતિદૂરપણું, અતિ-અતિ દૂરપણું હોય છે. આથી દિશાની દૃષ્ટિએ નિકટતા