________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक -५५, जैनदर्शन
६०५
ભાવથી તે સુવર્ણઘટ પીતવર્ણથી વિદ્યમાન છે. પરંતુ નીલાદિવર્ષોથી અવિદ્યમાન છે.
તે પીટઘટ પણ અપર પતદ્રવ્યની અપેક્ષા એકગુણ પીત છે. તે જ પતઘટ બીજા કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ દ્વિગુણપીત છે. તે જ પીતઘટ ત્રીજા કોઈ પીતદ્રવ્યથી ત્રિગુણપીત છે. આ પ્રમાણે ત્યાં સુધી પણ કહી શકાય છે કે યાવત્ કોઈક (એકદમ આછા પીતવર્ણવાળા) પીત દ્રવ્યની અપેક્ષાથી પીતઘટ અનંતગુણપીત પણ છે.
તે પ્રમાણે તે જ પીતઘટ અન્ય પતદ્રવ્યની અપેક્ષાએ એકગુણહીનપીત છે. બીજા કોઈ પીત દ્રવ્યની અપેક્ષાએ દ્વિગુણહીનપીત છે-ઇત્યાદિ ત્યાં સુધી પણ કહી શકાય કે યાવતુ કોઈ પીતદ્રવ્યની અપેક્ષાએ અનંતગુણહીનપીત પણ પતઘટ છે. તેથી આ પ્રમાણે પીતત્વન ઘટના અનંતા સ્વ-પર્યાયો પ્રાપ્ત થાય છે.
પીતવર્ણની જેમ તરતમરૂપે લાલ, નીલ આદિ વર્ણો અનંત પ્રકારના થતા હોવાથી પતઘટની નીલાદિ અનંતાવર્ણોથી વ્યાવૃત્તિ થવાના કારણે પીતઘટના વ્યાવૃત્તિરૂપ પરપર્યાયો પણ અનંતા છે.
આ પ્રમાણે રસત: પણ પીતઘટના સ્વ-મધુરાદિરસની અપેક્ષાએ પીતવર્ણની જેમ સ્વપર્યાયો અનંતા જાણવા અને જેમ પીતઘટના નીલાદિવર્ણની અપેક્ષાએ અનંત પરપર્યાયો પૂર્વે બતાવ્યા હતા, તેમ (મધુરાદિ રસથી ભિન્ન) ક્ષારાદિ અપરરસોની અપેક્ષાએ પરપર્યાયો પણ અનંતા જાણવા.
આ રીતે (ગન્ધત: પીતઘટના પર્યાયોની વિચારણા કરીએ તો) સુરભિગંધની અપેક્ષાએ પણ પીતઘટના (પૂર્વેની જેમ) અનંતા સ્વ-પરપર્યાયો થાય છે તે જાણવું.
આ પ્રમાણે ઘટના ગુરુલઘુ, મૃદુ-કર્કશ, શીત-ઉષ્ણ, સ્નિગ્ધ-રૂક્ષ-આ આઠ સ્પર્શીની અપેક્ષાએ પણ તરતમતાના યોગે પ્રત્યેકના (પૂર્વે રસાદિમાં કહ્યા પ્રમાણે) અનંતા સ્વ-પર્યાયો થાય છે તે જાણવું. કારણકે. સિદ્ધાંતમાં કહ્યું છે કે એક અનંતપ્રદેશવાળા સ્કન્દમાં પણ આઠ સ્પર્શી (એકસાથે) પ્રાપ્ત થાય છે. તેથી અહીં ઘટમાં પણ આઠસ્પર્શોનું કથન કર્યું છે. (અને તરતમતાથી સ્વપર્યાયોની ગણત્રી અનંતા બતાવી છે.)
અથવા સુવર્ણદ્રવ્યમાં પણ અનંતકાલની અપેક્ષાએ પાંચે પણ વર્ણો, બંને પણ ગંધ, છએ પણ રસો અને આઠે પણ સ્પર્શી - એમ સર્વે પણ તરતમતાથી અનંતા સ્વપર્યાયો હોય છે અને તે તે અપર-અપરવર્ણાદિથી તે સુવર્ણદ્રવ્યની વ્યાવૃત્તિ પણ થાય છે. તેથી સુવર્ણદ્રવ્યના પર પર્યાયો પણ અનંતા જ છે.