________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ५५, जैनदर्शन
-
६०१
ઘડાયેલારૂપે અસત્ છે.
ઘડાયેલો ઘટ પણ પૃથુબુધ્નાદિ આકારથી સત્ છે. મુકુટાદિ આકારથી અસત્ છે. પૃથુબુધ્નાદિ આકારવાળો ઘટ પણ વૃત્તાકારે(ગોળાકારે) સત્ છે, પરંતુ અવૃત્તાકારે અસત્ છે. વૃત્તાકારઘટ પણ સ્વાકારથી સત્ છે, પરંતુ અન્યઘટાદિ કારે અસત્ છે.
સ્વ આકારવાળો ઘટ પણ સ્વ-દલિકોથી સત્ છે, પરંતુ પરલિકોથી અસત્ છે.
આ રીતે, આ દિશા પ્રમાણે બીજા પણ જે જે પર્યાયોવડે ઘટની વિવક્ષા કરાય, તે તે પર્યાયો તેના સ્વ-પર્યાય છે. પરંતુ તેનાથી અન્ય પ૨૫ર્યાયો છે.
तेथी खा प्रभाशे द्रव्यत: घटना स्व-पर्यायो स्तोर्ड (अस्य) छे. परंतु व्यावृत्ति३५ पर-पर्यायो अनंता छे.
આમ દ્રવ્યતઃ ઘટ અનંતધર્માત્મક સિદ્ધ કરાયો. હવે ક્ષેત્રતઃ ઘટની વિવક્ષા કરવા દ્વારા ઘટની અનંતધર્માત્મકતા સિદ્ધ કરાય છે.
क्षेत्रतश्च स त्रिलोकीवर्तित्वेन विवक्षितो न कुतोऽपि व्यावर्तते । ततः स्वपर्यायोऽस्ति न परपर्यायः । त्रिलोकीवर्त्यपि स तिर्यग्लोकवर्तित्वेनाऽस्ति न पुनरूर्ध्वाधोलोकवर्तित्वेन । तिर्यग्लोकवर्त्यपि स जम्बूद्वीपवर्तित्वेनाऽस्ति न पुनरपरद्वीपादिवर्तितया । सोऽपि भरतवर्तित्वेनाऽस्ति न पुनर्विदेहवर्तित्वादिना । भरतेऽपि स पाटलिपुत्रवर्तित्वेनाऽस्ति न पुनरन्यस्थानीयत्वेन । पाटलिपुत्रेऽपि देवदत्तगृहवर्तित्वेनाऽस्ति न पुनरपरथा । गृहेऽपि गृहैकदेशस्थतयाऽस्ति न पुनरन्यदेशादितया । गृहैकदेशेऽपि स येष्वाकाशप्रदेशेष्वस्ति तत्स्थिततयाऽस्ति न पुनरन्यप्रदेशस्थतया । एवं यथासम्भवमपरप्रकारेणापि वाच्यम् । तदेवं क्षेत्रतः स्वपर्यायाः स्तोकाः परपर्यायास्त्वसंख्येयाः, लोकस्यासङ्ख्येयप्रदेशत्वेन । अथवा मनुष्यलोकस्थितस्य घटस्य तदपरस्थानस्थितद्रव्येभ्योऽनन्तेभ्यो व्यावृत्तत्वेनान्ताः परपर्यायाः । एवं देवदत्तगृहादिवर्तिनोऽपि । ततः परपर्याया अनन्ताः ।।
ટીકાનો ભાવાનુવાદ :
ક્ષેત્રત: વિવક્ષિત તે સુવર્ણઘટ ત્રિલોકવર્તિ હોવાના કારણે તે કોઈનાથી પણ વ્યાવૃત્ત થતો નથી. કહેવાનો આશય એ છે કે ક્ષેત્રની દૃષ્ટિએ જ્યારે ઘટ ત્રિલોકવર્તિ=વ્યાપકરૂપથી વિવક્ષિત થાય છે, ત્યારે તે કોઈનાથી વ્યાવૃત્ત થતો નથી. તેથી ક્ષેત્રની દૃષ્ટિએ ઘટનો સ્વપર્યાય જ બનશે.