________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक - ५५, जैनदर्शन
५९९
अत्र पार्थिवत्वं स्वपर्यायः, आप्यादिद्रव्येभ्यस्तु बहुभ्यो व्यावृत्तिः ततः परपर्याया अनन्ताः । एवमग्रेऽपि स्वपरपर्यायव्यक्तिर्वेदितव्या । पार्थिवोऽपि स धातुरूपतयास्ति न पुनर्मृत्त्वादिभिः । धातुरूपोऽपि स सौवर्णत्वेनाऽस्ति न पुना राजतत्वादिभिः । सौवर्णोऽपि स घटितसुवर्णात्मकत्वेनाऽस्ति नत्वघटितसुवर्णात्मकत्वादिना । घटितसुवर्णात्मापि देवदत्तघटितत्त्वेनाऽस्ति नतु यज्ञदत्तादिघटितत्वादिना । घटितोऽपि पृथुबुघ्नाद्याकारणाऽस्ति न पुनर्मुकुटादित्वेन । पृथुबुनोदराद्याकारोपि वृत्ताकारेणास्ति नावृत्ताकारेण । वृत्ताकारोपि स्वाकारेणास्ति न पुनरन्यघटाद्याकारेण । स्वाकारोऽपि स्वदलिकैरस्ति न तु परदलिकैः । एवमनया दिशा परेणापि स येन येन पर्यायेण विवक्ष्यते स तस्य स्वपर्यायः, तदन्ये तु परपर्यायाः । तदेवं द्रव्यतः स्तोकाः स्वपर्यायाः, परपर्यायास्तु व्यावृत्तिरूपा अनन्ता, अनन्तेभ्यो द्रव्येभ्यो व्यावृत्तित्वात् ।। ટીકાનો ભાવાનુવાદ: વિવક્ષિતઘટ સ્વદ્રવ્ય, સ્વક્ષેત્ર, સ્વકાલ અને સ્વ-ભાવથી વિદ્યમાન છે. પરદ્રવ્ય, પરક્ષેત્ર, પરકાલ અને પર-ભાવથી અવિદ્યમાન છે.” - તે આ પ્રમાણે છે - તે ઘટનો જ્યારે સત્ત્વ, યત્વ, પ્રમેયવાદિ સામાન્યધર્મો દ્વારા વિચાર કરાય છે, ત્યારે તે ઘટના સત્ત્વાદિ સ્વ-પર્યાયો તરીકે જ વિદ્યમાન છે. અર્થાત્ સત્ત્વાદિ સર્વે ઘટના સ્વ-પર્યાયો જ બની જાય છે. તે સમયે બીજા કોઈ પરપર્યાયો રહેતા નથી. કારણ કે સર્વવસ્તુઓ સત્ત્વાદિ ધર્મોને આશ્રયીને સજાતીય જ બની જાય છે. કોઈ વિજાતીય બનતી જ નથી. તેથી વિજાતીય=પરપર્યાયોનો અભાવ હોવાથી તેની વ્યાવૃત્તિ કરવાની રહેતી નથી. (કહેવાનો આશય એ છે કે સત્ત્વધર્મને આગળ કરીને જ્યારે વિચાર કરાય, ત્યારે સર્વ સત્ સચેતન અને અચેતનપદાર્થોમાં કોઈ ભેદ રહેતો નથી, કારણકે સત્ત્વન સર્વપદાર્થોમાં અભેદ છે. તે જ રીતે પ્રમેયત્વેન, અભિધેયત્વેન પણ સર્વપદાર્થો સજાતીય છે. તેથી સત્ત્વને સર્વપદાર્થોમાં અભેદ છે. તે જ રીતે પ્રમેયત્વેન, અભિધેયત્વેન પણ સર્વપદાર્થો સજાતીય છે. તેથી સર્વેન, પ્રમેયત્વેન, અભિધેયત્વેન કોઈ પણ પદાર્થો વિજાતીય બનતા જ નથી. તેના કારણે સત્ત્વાદિ સામાન્યધર્મોને આગળ કરીને ઘટનો વિચાર કરાય, ત્યારે તે સ્વપર્યાયો જ બની જાય છે, બીજા કોઈપણ પર-પર્યાયો રહેતા નથી.)
(હવે વિશેષધર્મોને આગળ કરીને ઘટનો વિચાર કરાય છે.) દ્રવ્યત: જ્યારે પૌદ્ગલિકઘટની વિવક્ષા કરાય છે, ત્યારે તે ઘટ પૌગલિકદ્રવ્યત્વેને વિદ્યમાન છે, પરંતુ ધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય, અધર્માસ્તિકાયદ્રવ્યત્વેન વિદ્યમાન નથી. (કહેવાનો આશય એ છે કે જ્યારે