________________
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५५, जैनदर्शन
५९१
પૂર્વ અને ઉત્તરને જોડવાનું કામ કરી એકત્સાશ્યજ્ઞાન કરાવે તે પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. અર્થાત્ સામે રહેલા પદાર્થમાં પૂર્વે જોયેલા પદાર્થનું અભેદઅવગાવિજ્ઞાનને પ્રત્યભિજ્ઞાન કહેવાય છે. આ પ્રત્યભિજ્ઞાન અનેકપ્રકારનું છે. સાદગ્ય પ્રત્યભિજ્ઞાન - “તે તેની સમાન છે” ઇત્યાકારક છે. જેમકે તે જ આ દેવદત્ત છે” અને “ગાય સમાન ગવાય છે.” વૈલક્ષણ્યસાદૃશ્ય-તે તેનાથી વિલક્ષણ છે” - ઇત્યાકારક છે. જેમકે “ગાયથી વિલક્ષણ ભેંસ છે.' પ્રતિયોગપ્રત્યભિજ્ઞાન-“આ તેની અપેક્ષાએ દૂર, સમીપ, નાનો, મોટો છે' ઇત્યાદિ રૂપથી હોય છે. જેમકે આ આનાથી લાંબો છે, આ નાનો છે, ઓછા વજનનો છે, વધુ વજનનો છે, ખૂબ દૂર છે. અગ્નિ તેજ છે, ચંદન સુરભિ છે. તે જ અગ્નિનું અનુમાન કરાય છે કે જે પૂર્વે દેખી હતી” તથા “તે જ શબ્દ ધ્વારા પણ આ અર્થ કહેવાય છે.” ઇત્યાદિ સ્મરણસહકારથી અનુમાનજન્ય કે સ્મરણના સહકારથી આગમ જના જે કોઈ સંકલનાત્મકજ્ઞાનો છે, તેનો સમાવેશ પ્રત્યભિજ્ઞાનમાં કરી લેવો.
(૩) તર્કપ્રમાણઃ ઉપલંભ કે અનુપલંભથી ઉત્પન્ન થવાવાળું ત્રિકાલવિષયક (ત્રિલોકવર્તી) સર્વે સાધ્ય-સાધનના સંબંધનો આલંબન વિષય કરવાવાળું “આ, આ હોતે છતે જ હોય છે.” ઇત્યાકારક સંવેદન=જ્ઞાનને તર્ક કહેવાય છે. અર્થાત્ “સાધ્ય હોતે છતે જ સાધન હોય છે અને સાધ્યના અભાવમાં સાધન હોતું નથી' ઇત્યાકરકજ્ઞાન તર્ક કહેવાય છે. જેમકે. અગ્નિ હોતે છતે જ ધૂમ હોય છે. અગ્નિના અભાવમાં હોતો નથી જ.”
આ રીતે સાધારણરૂપથી ત્રિલોકવર્તી સમસ્ત અગ્નિ અને ધૂમોના અવિનાભાવસંબંધને તર્ક પ્રમાણ જાણી લે છે.
(૪) અનુમાન પ્રમાણ (સાધનથી થતા સાધ્યના જ્ઞાનને અનુમાન કહેવાય છે.) તે અનુમાન બે પ્રકારનું છે. (૧) સ્વાર્થનુમાન, (૨) પરાર્થાનુમાન. હેતુનું ગ્રહણ તથા સંબંધ (અવિનાભાવ) સ્મરણથી થવાવાળા સાધ્યના જ્ઞાનને સ્વાર્થનુમાન કહેવાય છે. નિશ્ચિત અન્યથા-અનુપપત્તિ રૂપ એકમાત્ર લક્ષણવાળા પદાર્થને હેતુ કહેવાય છે. અર્થાત્ જેની સાધ્યની સાથે) અન્યથા અનુપપત્તિ (અન્યથા સાધ્યના અભાવમાં અનુપપત્તિ નહિ થવી અર્થાત્ અવિનાભાવ) સુનિશ્ચિત હોય તેવા એકમાત્ર અવિનાભાવ લક્ષણવાળા પદાર્થને હેતુ કહેવાય છે.
ઇષ્ટ, અબાધિત, અસિદ્ધ લક્ષણવાળા પદાર્થને સાધ્ય કહેવાય છે. અર્થાત્ જેને સિદ્ધ કરવો વાદિને ઇષ્ટ છે, જે પ્રત્યક્ષાદિપ્રમાણોથી બાધિત નથી અને આજ સુધી જે પ્રતિવાદિને અસિદ્ધ છે અથવા જેની પક્ષમાં સિદ્ધિ સંદિગ્ધ છે, તે સાધ્ય કહેવાય છે. સાધ્યવિશિષ્ટ પ્રસિદ્ધધર્મીને પક્ષ કહેવાય છે. અર્થાત્ સાધ્યયુક્ત ધર્મી પણ કહેવાય છે. ધર્મી પ્રસિદ્ધ હોય છે.
પક્ષ અને હેતુનું (બીજાના જ્ઞાન માટે) કથન કરવું તે અર્થાતુ પક્ષ-હેતુવચનાત્મક (સાધ્યના જ્ઞાનને) ઉપચારથી પરાર્થાનુમાન કહેવાય છે. કહેવાનો આશય એ છે કે પક્ષ અને હેતુના