________________
५९४
षड्दर्शन समुचय भाग - २, श्लोक -५५, जैनदर्शन
શંકા : અહીં તમે નિશ્ચિત અન્યથા અનુપપત્તિ = અવિનાભાવરૂપ હેતુનું એક જ સ્વરૂપ કહ્યું છે. (હેતુના લક્ષણમાં તો પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ આ ત્રણરૂપોનો સમાવેશ થાય છે.) તે પક્ષધર્મતા આદિ ત્રણરૂપો શું હેતુના લક્ષણમાં આવતા નથી. ?
સમાધાનઃ (પક્ષધર્મતા આદિત્રણરૂપ હેતુના અવ્યભિચાર લક્ષણો નથી.અર્થાત્ ઐરૂપ્ય હેતુનું અવ્યભિચારી લક્ષણ નથી.) કારણકે પક્ષધર્મતાઆદિ ત્રણરૂપો હોવા છતાં તપુત્રત્યાદિ હેતુ સાધ્યનો ગમક બનતો દેખાતો નથી. અને પક્ષધર્મતાદિ ત્રણરૂપો ન હોવા છતાં પણ હેતુ સાધ્યનો ગમક બનતો જોવાય છે. અર્થાત્ “ગર્ભમાં રહેવાવાળો મૈત્રનો બાળક શ્યામ છે. કારણ કે તે મૈત્રનો પુત્ર છે. જેમકે તેના પાંચ શ્યામબાળકો. આ અનુમાનપ્રયોગના હેતમાં પક્ષધર્મતા, સપક્ષસત્ત્વ, વિપક્ષાસત્ત્વ - આ ત્રણરૂપો હોવા છતાં તત્ત્વત્રત્વ' હેતુ સાધ્યનો ગમક બનતો નથી. કારણકે “તપુત્રત્વ= મૈત્રતનયત્વ રૂપ હેતુનો શ્યામત્વસાધ્યસાથે કોઈ અવિનાભાવ નથી.
હવે ત્રરૂપ્ય હોવા છતાં હેતુનો સાધ્ય સાથેનો અવિનાભાવ ન હોવાથી હેતુ સાધ્યનો ગમક બનતો નથી અને ત્રરૂપ્ય ન હોવા છતાં પણ હેતુના સાધ્ય સાથેના અવિનાભાવના યોગે હેતુ સાધ્યનો ગમક બને છે. તેના ઉદાહરણો આ પ્રમાણે છે.
(૧) “નરન્નમશ્ચન્દ્રઃ - “આકાશમાં ચંદ્રનો ઉદય થયો (આકાશ ચંદ્રવાળું છે), કારણકે પાણીમાં ચંદ્રનું પ્રતિબિંબ દેખાય છે.” આ અનુમાનમાં પાણીમાં પડતા ચંદ્રના પ્રતિબિંબરૂપ હેતુ પોતાના પક્ષમાં રહેતો નથી. અર્થાત્ પક્ષધર્મતારૂપ ન હોવા છતાં પણ અવિનાભાવના કારણે સર્વલોકો દ્વારા તાદશઅનુમાન કરાય છે અને હેતુ સત્ય બને છે. - (૨) તિરોવિયાત્ શોઃય: - રોહીણી નક્ષત્રનો એકમુહૂર્ત બાદ ઉદય થશે, કારણકે અત્યારે કૃતિકાનક્ષત્રનો ઉદય છે.” - આ અનુમાનમાં તિજોવા' હેતુ પક્ષમાં રહેતો નથી. અર્થાત્ “પક્ષધર્મતા” રૂપ ન હોવા છતાં પણ અવિનાભાવના કારણે તાદશઅનુમાન કરાતું હોય છે અને હેતુ સત્ય બને છે.
(૩) પુષ્કિર્તવવૃતતઃ પુષ્મિતાઃ શેષબૂતા: - “સર્વ આંબાના વૃક્ષોમાં પુષ્પો આવી ગયા છે, કારણ કે તે આંબો છે. જેમકે આ પુષ્પોવાળો આંબો.” - આ અનુમાનમાં પુષ્પિતકાગ્રત્વ હતુ. પક્ષમાં ન રહેવા છતાં - પક્ષધર્મતારૂપના અભાવમાં પણ તાદશઅનુમાન લોકો દ્વારા કરાય છે અને હેતુ સત્ય બને છે.
(૪) શTોદયાત્ સમુદ્રવૃદ્ધિઃ - “સમુદ્રમાં પાણીની વૃદ્ધિ થઈ રહી છે. કારણ કે ચંદ્રનો ઉદય થયો છે.” - આ અનુમાનમાં વન્યોન્ડય’ હેતુ પક્ષમાં ન રહેવા છતાં = પક્ષધર્મતા રૂપના અભાવમાં પણ તાદશઅનુમાન લોકો દ્વારા કરાતું હોય છે અને હેતુ સત્ય બને છે.