________________
५९२
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५५, जैनदर्शन
વચન=કથનને સાંભળીને શ્રોતાને થતા સાધ્યના જ્ઞાનને પરાર્થાનુમાન કહેવાય છે. જોકે મુખ્યરૂપે તો પરાર્થાનુમાન જ્ઞાનાત્મક જ હોય છે, છતાં પણ જે વચનોથી તે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે વચનોને પણ કારણમાં કાર્યનો ઉપચાર કરીને અર્થાત્ કાર્યભૂત જ્ઞાનના કારણભૂત વચનોમાં ઉપચાર કરી પરાર્થનુમાન કહેવાય છે. ટુંકમાં પક્ષ અને હેતુના કથનને ઉપચારથી પરાર્થનુમાન 53वाय छे.
(જોકે અનુમાનના પ્રતિજ્ઞા અને હેતુ બે જ અવયવ હોય છે.) પરંતુ મંદ મતિવાળા શિષ્યોને સમજાવવા દૃષ્ટાન્ત, ઉપનય અને નિગમન - આ ત્રણ અવયવોનો પ્રયોગ કરી શકાય છે. ___ दृष्टान्तो द्विधा, अन्वयव्यतिरेकभेदात् । साधनसत्तायां यत्रावश्यं साध्यसत्ता प्रदर्श्यते सोऽन्वयदृष्टान्तः । साध्याभावेन साधनाभावो यत्र कथ्यते स व्यतिरेकदृष्टान्तः । हेतोरुपसंहार उपनयः । प्रतिज्ञायास्तूपसंहारो निगमनम् । एते पक्षादयः पञ्चावयवाः कीर्त्यन्त इत्यादि । अत्रोदाहरणम्-परिणामी शब्दः कृतकत्वात्, यः कृतकः स परिणामी दृष्टो यथा घटः, कृतकश्चायम् तस्मात्परिणामी । यस्तु न परिणामी स न कृतको दृष्टः, यथा वन्ध्यास्तनन्धयः । कृतकश्चायम् तस्मात्परिणामी शब्द इत्यादि । नन्वत्र निश्चितान्यथानुपपत्तिरेवैकं हेतोर्लक्षणमभ्यधायि किं न पक्षधर्मत्वादित्रैरूप्यमिति चेत् ? उच्यते, पक्षधर्मत्वादौ त्रैरूप्ये सत्यपि तत्पुत्रत्वादेर्हेतोर्गमकत्वादर्शनात्, असत्यपि च त्रैरूप्ये हेतोर्गमकत्वदर्शनात्, तथाहि-जलचन्द्रान्नभश्चन्दः, कृतिकोदयाच्छकटोदयः, पुष्पितैकचूततः पुष्पिताः शेषचूताः, शशाङ्कोदयात्समुद्र वृद्धिः, सूर्योदयात्पद्माकरबोधः, वृक्षाच्छाया चैते पक्षधर्मताविरहेऽपि सर्वजनैरनुमीयन्ते । कालादिकस्तत्र धर्मी समस्त्येवेति चेत् ? न, अतिप्रसङ्गात् । एवं हि शब्दस्यानित्यत्वे साध्ये काककार्पोदेरपि गमकत्वप्रसक्तेः, लोकादेर्धर्मिणस्तत्र कल्पयितुं शक्यत्वात् । अनित्य शब्दः श्रावणात्, मद्भ्राताऽयमेवंविधस्वरान्यथानुपपत्तेः सर्वं नित्यमनित्यं वा सत्त्वादित्यादिषु सपक्षे सत्त्वस्याभावेऽपि गमकत्वदर्शनाचेति ४ । . ટીકાનો ભાવાનુવાદઃ દૃષ્ટાંત અન્વય અને વ્યતિરેકના ભેદથી બે પ્રકારનું છે. જેમાં સાધનની સત્તા હોતે છતે સાધ્યની સત્તા અવશ્ય બતાવાય તે અન્વયદૃષ્ટાંત કહેવાય છે. જેમાં સાધ્યના અભાવથી સાધનનો અભાવ કહેવાય છે તે વ્યતિરેકદૃષ્ટાંત. (દષ્ટાંતનું કથનકરીને) હેતુનો પક્ષમાં પુન: ઉપસંહાર કરવો અર્થાત્ હેતુની પક્ષમાં સત્તા પુન: