________________
षड्दर्शन समुचय भाग- २, श्लोक -५५, जैनदर्शन
(૫) સૂવરામવિરોધ: - “કમળ વિકસિત થઈ ગયા છે. કારણ કે સૂર્યોદય થયો છે.” - આ અનુમાનમાં ‘સૂર્યોદય’ હેતુ પક્ષમાં ન રહેવા છતાં = પક્ષધર્મતારૂપના અભાવમાં પણ તાદશઅનુમાન કરાતું હોય છે અને હેતુ સત્ય બને છે.
(૬) વૃક્ષાચ્છાયા: - “છાયા પડી રહી છે, કારણ કે તડકો પણ છે અને વૃક્ષ પણ છે” – આ અનુમાનમાં વૃક્ષત્વહેતુ પક્ષમાં ન રહેવા છતાં તાદશઅનુમાન થાય છે અને હેતુ સત્ય બને છે.
આ ઉપરોક્ત અને કહેતુઓમાં પક્ષધર્મતાનો વિરહ હોવા છતાં સર્વલોકો વડે અનુમાન કરાય છે. તેથી પક્ષધર્મતાઆદિ ત્રણ રૂપો હેતુના અવ્યભિચારી લક્ષણો નથી.
શંકા : કૃતિકોદય હેતુમાં કાલ કે આકાશને ધર્મી બનાવીને પક્ષધર્મતા ઘટાવી શકાય છે. જેમકે આકાશ કે કાલ એકમુહૂર્તમાં રોહિણીના ઉદયથી યુક્ત હશે. કારણકે અત્યારે તેમાં કૃતિકાનો ઉદય થઈ રહ્યો છે.
સમાધાનઃ તમારી વાત ઉચિત નથી. કારણ કે તેમ માનવામાં અતિપ્રસંગ=અવ્યવસ્થા થાય છે. કહેવાનો આશય એ છે કે આકાશ કે કાલ જેવા વ્યાપકપદાર્થોને પક્ષ બનાવવાનું ચાલું થશે તો કોઈપણ હેતુ અસત્ય બનશે જ નહિ, સર્વે હેતુઓ સત્ય બની જશે અને સાધ્યના ગમક બની જશે. જેમકે “શબ્દ અનિત્ય છે, કારણકે કાગડો કાળો છે.” આ પક્ષધર્મથી રહિત હેતુ પણ લોકને ધર્મી કલ્પીને પક્ષધર્મતાથી સહિત છે, તેમ કહેવા માટે શક્ય છે. અર્થાત્ લોક અનિત્ય શબ્દવાળો છે, કારણકે તેમાં કાળો કાગડો જોવા મળે છે. આથી આકાશ કે કાલઆદિ વ્યાપક પદાર્થોને પક્ષ બનાવી કોઈમાં પણ પક્ષધર્મતાની સિદ્ધિ કરવી ઉચિત નથી.
તે જ રીતે “શબ્દ અનિત્ય છે. કારણકે સાંભળવામાં આવે છે', “આ મારો ભાઈ છે. કારણ કે આવા પ્રકારનો અવાજ બીજીરીતે સંગત થતો નથી', (ભાઈના બોલ્યાવિના આવી શકતો નથી), “સર્વપદાર્થો નિત્ય કે અનિત્ય છે. કારણ કે તે સત્ છે' ઇત્યાદિ અનુમાનોના શ્રાવણત્વ આદિ હેતુઓ સપક્ષમાં રહેતા ન હોવા છતાં પણ (અવિનાભાવના બળથી સત્ય હોવાના કારણે) સાધ્યના ગમક થતા જોવા મળે છે.
आप्तवचनाज्जातमर्थज्ञानमाममः, उपचारादाप्तवचनं च यथाऽस्त्यत्र निधिः सन्ति मेर्वादयः । अभिधेयं वस्तु यथावस्थितं यो जानीते यथाज्ञानं चाभिधत्ते, स आप्तो जनकतीर्थकरादिः ५ इत्युक्तं परोक्षम्, तेन “मुख्यसंव्यवहारेण, संवादिविशदं मतम् । ज्ञानमध्यक्षमन्यद्धि, परोक्षमिति सङग्रहः ।।१।। इति । यद्यथैवाविसंवादि प्रमाणं तत्तथा मतम् । विसंवाद्यप्रमाणं च तदध्यक्षपरोक्षयोः ।।२।।" [सम्मतितर्कटीका, पृ-५९] तत .