________________
५८८
षड्दर्शन समुझय भाग - २, श्लोक -५५, जैनदर्शन
નિર્ણિત થયેલા વિષયની = પદાર્થની (કાલાંતરે) થનારી સ્મૃતિમાં જે હેતુ=કારણ બને તે (અપાયની પછી થનાર) ધારણા કહેવાય છે.
અહીં પૂર્વ-પૂર્વની પ્રમાણતા અને ઉત્તર-ઉત્તરની ફળતા છે. અર્થાત્ અવગ્રહ પ્રમાણ છે, તેનું ઇહા ફળ છે. ઇહા પ્રમાણ છે, તેનું અવાય (અપાય) ફળ છે. અપાય પ્રમાણ છે, તેનું ધારણા ફળ છે. તેથી એક જ મતિજ્ઞાનના પ્રકારની ચારસંખ્યા તથા કથંચિત્ પ્રમાણ-ફળનો ભેદ સંગત थाय छे.
તે પ્રમાણે જોકે ક્રમથી ઉત્પન્ન થવાવાળા અવગ્રહાદિ ચારેજ્ઞાનોમાં ક્રમશઃ કારણ-કાર્યભાવ છે. તેથી = પર્યાયાર્થિક = અવસ્થાઓના ભેદથી ભેદ છે, તો પણ આ ચારેજ્ઞાન એક આત્માથી તાદામ્ય = અભેદ રાખે છે. અર્થાત્ આ ચારે જ્ઞાનનો આત્મામાં અભેદ હોવાથી (આત્મ) દ્રવ્યની અપેક્ષાથી આ ચારે જ્ઞાનોને કથંચિતુએક(અભિન્ન) માનવામાં વિરોધ નથી. અન્યથા (અર્થાત્ આત્મદ્રવ્યની અપેક્ષાથી ચારેજ્ઞાનોમાં કથંચિતુએકતા અને પર્યાય = અવસ્થાભેદથી અનેકતા ન માનવામાં આવે તો) તે ચારે જ્ઞાનોમાં પરસ્પર હેતુ-ફળભાવનો અભાવ થઈ જશે. અર્થાતુ પરસ્પર ઉપાદાન-ઉપાદેયભાવ કે કારણકાર્યભાવ બની શકશે નહિ. ___ धारणास्वरूपा च मतिरविसंवादस्वरूपस्मृतिफलस्य हेतुत्वात्प्रमाणं, स्मृतिरपि तथाभूतप्रत्यवमर्शस्वभावसंज्ञाफलजनकत्वात्, संज्ञापि तथाभूततर्कस्वभावचिन्ताफलजनकत्वात् । चिन्ताप्यनुमानलक्षणाऽऽभिनिबोधफलजनकत्वात्, सोऽपि हानादिबुद्धि-जनकत्वात्, तदुक्तम्-‘मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्यनर्थान्तरम्' [त० सू० १/१३] अनर्थान्तरमिति-कथञ्चिदेकविषयं प्राक्शब्दयोजनान्मतिज्ञानमेतत् । शेषमनेकप्रभेदं शब्दयोजनादुपजायमानमविशदं ज्ञानं श्रुतमिति केचित् । सैद्धान्तिकास्त्ववग्रहेहावायधारणाप्रभेदरूपाया मतेर्वाचकाः पर्यायशब्दा मतिः स्मृतिः संज्ञा चिन्ताभिनिबोध इत्येते शब्दा इति प्रतिपन्नाः । स्मृतिसंज्ञाचिन्तादीनां च कथञ्चिद्गृहीतग्राहित्वेऽप्यविसंवादकत्वादनुमानवत्प्रमाणताभ्युपेया, अन्यथा व्याप्तिग्राहकप्रमाणेन गृहीतविषत्वेनानुमानस्याप्रमाणताप्रसक्तेः, अत्र च यच्छब्दसंयोजनात्प्राक् स्मृत्यादिकमविसंवादि व्यवहारनिर्वर्तनक्षमं वर्तते तन्मतिः शब्दसंयोजनात्प्रादुर्भूतं तु सर्वं श्रुतमिति विभागः । स्मृतिसंज्ञादीनां च स्मरणतर्कानुमानरूपाणा परोक्षभेदानामपि यदिह प्रत्यक्षाधिकारे भणनं तन्मतिश्रुतविभागज्ञानाय प्रसङ्गेनेति विज्ञेयम् ।।