________________
५३४
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદઃ
શંકા રાગાદિધર્મો ધર્મી એવા આત્માથી ભિન્ન છે કે અભિન્ન ? જો રાગાદિધર્મો આત્માથી ભિન્ન હોય તો સર્વજીવો વીતરાગ અને સિદ્ધ બની જશે. કારણકે રાગાદિથી ભિન્ન છે. જેમ મુક્તાત્મા રાગાદિથી ભિન્ન હોવાના કારણે વીતરાગ અને સિદ્ધ છે, તેમ સર્વે આત્માઓ પણ રાગાદિથી ભિન્ન હોવાના કારણે વીતરાગ અને સિદ્ધ છે.
જો રાગાદિ ધર્મોથી આત્મા અભિન્ન છે, તો રાગાદિનો ક્ષય થતાં આત્માનો પણ ક્ષય થઈ જશે.
સમાધાનઃ ધર્મ અને ધર્મીમાં ભેદ જ નથી. કારણ કે બંને વચ્ચે અભેદ વિદ્યમાન છે. બંને વચ્ચે અભેદ જ નથી. કારણ કે બંન્ને વચ્ચે ભેદનો સદ્ભાવ છે. (આમ રાગાદિ ધર્મો અને આત્મા કથંચિતુભિન્ન અને કથંચિતુઅભિન્ન હોવાથી) તમે કહેલા દોષનો અવકાશ નથી. અર્થાત્ અમે ધર્મ અને ધર્મનો સર્વથાભેદ કે સર્વથાઅભેદ માનતા નથી. પરંતુ ભેદ અને અભેદથી વિલક્ષણ કથંચિતભેદભેદ માનીએ છીએ. તેથી તમે બતાવેલા દોષોનો અવકાશ નથી.
શંકા : જ્યારે કાર્મણશરીર આદિનો અત્યંતવિયોગ થાય છે, ત્યારે લોકના અંતભાગ સુધી જીવની ઉર્ધ્વગતિ કેવી રીતે થાય છે ?
સમાધાન : પૂર્વપ્રયોગ આદિદ્વારા જીવની ઉર્ધ્વગતિ થાય છે. તેથી તત્ત્વાર્થભાષ્યમાં કહ્યું છે કે.. “સર્વકર્મબંધનો ઉચ્છેદ થતાં તુરત જ જીવ લોકના અગ્રભાગતરફ ગતિ કરે છે. જીવની ઉર્ધ્વગતિના કારણો છે – પૂર્વપ્રયોગ, અસંગત = નિર્લેપ, બન્ધચ્છેદ = નિબંધ તથા ઉર્ધ્વગૌરવ સ્વભાવ. જેમ કુંભારનું ચક્ર એકવાર દંડથી ગતિ આપ્યાબાદ દંડ લઈ લેવાછતાં પણ ગતિ ચાલુ રહે છે. હિંચકાને એકવાર ગતિ આપ્યાબાદ સ્વયે ઝુલ્યા કરે છે તેથી બાણને એકવાર ખેંચીને છોડતાં તે પૂર્વપ્રયોગના કારણે લક્ષ્ય સુધી પહોંચી જાય છે, તેમ (જીવે કર્મના યોગે સંસારમાં ઘણી ગતિ કરી હતી, હવે કર્મબંધ નાશ પામવા છતાં પણ પૂર્વપ્રયોગના કારણે) ઉર્ધ્વ ગતિ કરે છે. તે જ સિદ્ધિગતિ કહેવાય છે. જેમ માટીના લેપો દૂર થવાથી (પાણીમાં ડૂબેલું) તુંબડું પાણીની સપાટી ઉપર આવી જાય છે, તેમ કર્મનો સંગ દૂર થતાં જીવ ઉર્ધ્વગતિ કરે છે. તે જ સિદ્ધિગતિ કહેવાય છે. જેમ એરંડાનું કાંચલ ફૂટતાં, તેમાંથી એરંડાનું બીજ બહાર ઉછળે છે, તેમજ કર્મબંધનો વિચ્છેદ થવાથી સિદ્ધની પણ ઉર્ધ્વગતિ ઇચ્છાય છે. શ્રીજિનેશ્વર પરમાત્માઓ વડે ઉર્ધ્વગૌરવ ધર્મવાળા જીવો અને અધોગૌરવ ધર્મવાળા પુદ્ગલો કહેવાય છે. અર્થાત્ જીવમાં એવા પ્રકારનું ગૌરવ છે કે તે સ્વભાવત: ઉર્ધ્વતરફ ગતિ કરે છે અને પુદ્ગલમાં એવા પ્રકારનું ગૌરવ છે કે તે સ્વભાવત: અધોતરફ ગતિ છે. જેમાં માટીનું ઢેકું, વાયુ અને અગ્નિ-જવાલા સ્વભાવતઃ