________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
પૂર્વપક્ષ (વૈશેષિક) : મોક્ષમાં આત્માની વિશુદ્ધ જ્ઞાનાદિસ્વભાવતા સંગત થતી. કારણ કે બુદ્ધિ આદિ વિશેષગુણોના ઉચ્છેદસ્વરૂપ મોક્ષ છે. તે આ રીતે છે -
५३८
-પ્રાપ્ત થયેલું તત્ત્વજ્ઞાન પરિપાક પામતેછતે બુદ્ધિ વગેરે જીવના નવ વિશેષગુણોનો ઉચ્છેદ થતાં પ્રત્યક્ષાદિપ્રમાણથી સ્વીકારેલ-સિદ્ધ થયેલા જીવસ્વરૂપમાં સ્વરૂપથી આત્માનું અવસ્થાન થાય તેને મોક્ષ કહેવાય છે. અર્થાત્ તત્ત્વજ્ઞાનથી નવગુણોનો ઉચ્છેદ થતાં આત્માનું આત્માના સ્વરૂપમાં અવસ્થાન થવું તે મોક્ષ કહેવાય છે. જીવના બુદ્ધિવગેરે નવગુણોના ઉચ્છેદમાં આ પ્રમાણ છે - “આત્માના નવવિશેષ ગુણોનો પ્રવાહ(સંતાન) અત્યંતઉચ્છેદને પામે છે. કારણ કે પ્રવાહ (સંતાન) છે. જેમકે પ્રદીપવગેરેનો પ્રવાહ.”
‘સંતાનત્વ’ હેતુ અસિદ્ધ નથી. કારણ કે પક્ષ એવા બુદ્ધિવગેરે વિશેષગુણોમાં રહે છે. હેતુ વિરુદ્ધ પણ નથી. કારણકે સપક્ષ એવા પ્રદીપમાં વૃત્તિ છે. હેતુ અનૈકાન્તિક (વ્યભિચારી) નથી. કારણ કે વિપક્ષ એવા પરમાણુમાં વૃત્તિ નથી. હેતુ કાલાત્યયાપદિષ્ટ (બાધિત) પણ નથી. કારણ કે સાધ્યથી વિપરીત અર્થનું સાધક પ્રત્યક્ષ કે અનુમાન કોઈ પણ પ્રમાણ નથી.
બુદ્ધિઆદિગુણોના સંતાનના ઉચ્છેદમાં કા૨ણ કોણ બને છે ? આ પ્રશ્નનો ઉત્તર હવે આપે છે - નિરંતર શાસ્ત્રના અભ્યાસથી કોઈક પુરુષને તત્ત્વજ્ઞાન ઉત્પન્ન થાય છે. તત્ત્વજ્ઞાનથી મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થાય છે. મિથ્યાજ્ઞાનની નિવૃત્તિ થતાં, તેના કાર્યભૂત રાગ-દ્વેષ નાશ પામે છે. રાગ-દ્વેષના અભાવમાં રાગ-દ્વેષના કાર્યભૂત મન-વચનકાયાનો વ્યાપાર બંધ થાય છે. તેનાથી ધર્માધર્મ = પુણ્ય-પાપની ઉત્પત્તિ થતી નથી.
જે પુણ્ય-પાપ પહેલાં સંચિત કરેલા છે, તેમાંથી જેને શ૨ી૨વગેરે ઉત્પન્ન કરીને ફ્ળ આપવાનું શરૂ કર્યું છે, તે ફળ ભોગવીને વિનાશ કરાય છે તથા જે હજું ઉદયમાં આવ્યું નથી, સત્તામાં વિદ્યમાન છે, તેનો પણ એકસાથે અનેક શ૨ી૨આદિ ઉત્પન્ન કરીને, તેના ફળને ભોગવીને જ નાશ કરાય છે. આ પ્રકારે પુણ્ય-પાપ વગેરેની પરંપરાનો સર્વથા ઉચ્છેદ થતાં સંતાન-ઉચ્છેદસ્વરૂપ મોક્ષ થાય છે.
ઞત્ર પ્રતિવિધીયતે । યત્તાવવુત્ત “સંતાનત્વાત્” ફાતિ, તવસમીચીન, યત જ્ઞાત્મનઃ सर्वथा भिन्नानां बुद्धयादिगुणानां संतानस्योच्छेदः साध्यतेऽभिन्नानां वा कथंचिद्भिन्नानां वा ? । आद्यपक्षे आश्रयासिद्धो हेतुः, संतानिभ्योऽत्यन्तं भिन्नस्य सन्तानस्यासत्कल्पत्वात् । द्वितीयपक्षे तु सर्वथाऽभिन्नानां तेषामुच्छेदसाधने संतानवत् संतानि -