________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
માત્ર ભૂતલ જ દેખાય છે, તો ઘટનો અભાવ થઈ જાય છે.) (૩) આત્મા જ્ઞાનથીરહિત હોય. અર્થાત્ આત્મામાં જ્ઞાન ઉત્પન્ન જ ન થાય.
५८४
તેમાં પ્રથમપક્ષનો અસંભવ જ છે. કારણ કે પ્રમાણપંચકનો અભાવ પ્રસજ્યપક્ષમાં તુચ્છરૂપ હોવાથી અવસ્તુરૂપ છે તથા અવસ્તુરૂપ હોય તે જ્ઞાનને ઉત્પન્ન કરી શકતું નથી. જે વસ્તુરૂપ હોય તે જ જ્ઞાનને ઉત્પન્ન કરી શકે છે. આથી તે અવસ્તુરૂપ હોવાથી અભાવવિષયકજ્ઞાન ઉત્પન્ન કરી શકશે નહિ.
દ્વિતીયપક્ષમાં તો પર્યુદાસ પક્ષાનુસાર ઘટથી અન્યભૂતલાદિનું જ્ઞાન પ્રત્યક્ષથી જ થઈ રહ્યું છે, તે પ્રત્યક્ષરૂપ જ છે. પ્રત્યક્ષથી જ ઘટાદિથીરહિત ભૂતલાદિ ગ્રહણ થાય છે. (- તો પછી તેનાથી અતિરિક્ત અભાવપ્રમાણ માનવાની જરૂર જ શી છે ? અર્થાત્ અતિરિક્ત અભાવ પ્રમાણ માનવાની આવશ્યક્તા નથી.)
ક્યારેક ‘તે (આ) ભૂતલ આજે ઘટશૂન્ય છે. (જેમાં કાલે ઘટ હતો.)' આવા પ્રકારનું અભાવજ્ઞાન પ્રત્યભિજ્ઞાથી જ થઈ જાય છે.
‘જે અગ્નિવાળો નથી, તે ધૂમવાળો પણ નથી.' - આવા પ્રકારનું ધૂમ-અગ્નિના અભાવનું જ્ઞાન તર્કથી થાય છે. “અહીં ધૂમ નથી, કારણકે અગ્નિ નથી.” આવા પ્રકારના ધૂમના અભાવનું જ્ઞાન અનુમાનથી થાય છે. ‘ઘરમાં ગર્ગ નથી’ આવા પ્રકારના પ્રામાણિકવચનથી ગૃહમાં ગર્ગના અભાવનું જ્ઞાન આગમપ્રમાણરૂપ જ છે. (આ રીતે યથાયોગ્ય પ્રત્યક્ષાદિપ્રમાણોથી જ) અભાવની પ્રતીતિ થઈ જતી હોય તો અભાવપ્રમાણની આવશ્યકતા જ શું છે ?
તૃતીયપક્ષનો તો સંભવ જ નથી. આત્મામાં જ્ઞાનનો અભાવ હોય તો આત્મા કેવી રીતે વસ્તુના અભાવનું સંવેદન કરી શકે ? કારણકે સંવેદન જ્ઞાનનો ધર્મ છે. જો આત્મામાં જ્ઞાન ન હોય તો, તેના ધર્મરૂપસંવેદન આત્મામાં કેવી રીતે હોઈ શકે ? (છતાં પણ) આત્માને વસ્તુના અભાવનો વેદક (અર્થાત્ વસ્તુના અભાવનો સંવેદન કરનારો) માનશો, તો આત્માને જ્ઞાનવિર્નિમુક્ત માની શકાશે નહિ. આથી તૃતીયપક્ષ ઉચિત નથી.
તેથી અભાવ અતિરિક્તપ્રમાણ નથી. સંભવપ્રમાણ પણ સમુદાયથી સમુદાયીના જ્ઞાનસ્વરૂપ છે. મોટી ચીજથી પોતાના અવયવભૂત નાની વસ્તુનું અનુમાન સંભવપ્રમાણ છે. જેમકે ખારી (=૧૮ દ્રોણ પ્રમાણ)માં દ્રોણની સંભાવના છે. (તે તેમાં સમાઈ જાય છે.) તે સંભવ પ્રમાણ પણ અનુમાનથી પૃથક્ નથી. સંભવપ્રમાણનો અનુમાનમાં અંતર્ભાવ આ પ્રમાણે છે. - “ખારી દ્રોણવાળી છે, કારણકે તે ખારી છે. જેમકે પૂર્વે જોયેલી ખારી.
અનિર્દિષ્ટવક્તાના પ્રવાદની પરંપરારૂપ ઐતિહ્યપ્રમાણ છે. અર્થાત્ જેને કહેનારા વક્તાની