________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५५, जैनदर्शन
k
द्रोण इत्यादिको नानुमानात्पृथक्, तथाहि खारी द्वोणवती, खारीत्वात्पूर्वोपलब्धखारीवत् । ऐतिह्यं त्वनिर्दिष्टप्रवक्तृकं प्रवादपारम्पर्यम्, एवमूचुर्वृद्धा यथा “ इह वटे यक्षः प्रतिवसति” इति, तदप्रमाणं, अनिर्दिष्टवक्तृकत्वेन सांशयिकत्वात्, आप्तप्रवक्तृकत्वनिश्चये त्वागम इति । यदपि प्रातिभमक्षलिङ्गशब्दव्यापारानपेक्षमकस्मादेव “ अद्य मे महीपतिप्रसादो भविता" इत्याकारं स्पष्टतया वेदनमुदयते तदप्यनिन्द्रियनिबन्धनतया मानसमितिप्रत्यक्षकुक्षिनिक्षिप्तमेव । यत्पुनः प्रियाप्रियप्राप्तिप्रभृतिफलेन सार्धं गृहीतान्यथानुपपत्तिकात्मनः प्रासादोद्वेगादेर्लिङ्गादुदेतितत्पिपीलिकापटलोत्सर्पणोत्थज्ञानवदस्पष्टमनुमानमेव । एवं युक्त्यनुपलब्ध्योरादिशब्दाद्विशिष्टोपलब्धिजनकस्य बोधाबोधरूपविशेषत्यागेन सामान्यतो लिखितं साक्षिणो भुक्तिः प्रमाणं त्रिविधं स्मृतम्” [ याज्ञवं० स्मृ० २ / २२ ] इत्युक्तस्य प्रमाणस्यान्येषां च केषाञ्चित्प्रमाणान्तरत्वेन परपरिकल्पितानां यथालक्षणं प्रत्यक्षपरोक्षयोरन्तर्भावो निराकरणं च विधेयम् । तदेवं न प्रत्यक्षपरोक्षलक्षणद्वैविध्यातिक्रमं शक्रोऽपि कर्तुं क्षमः ।।
५८३
ટીકાનો ભાવાનુવાદ :
“પ્રત્યક્ષાદિ છ પ્રમાણોમાંથી કોઈપણ પ્રમાણથી જ્ઞાતપદાર્થ બીજીરીતે સંગત થતો ન હોય, ત્યારે અન્ય અદૃષ્ટપદાર્થની કલ્પના કરાય છે, તે અર્થાપતિ કહેવાય છે.” (જેમ કે જીવિત દેવદત્ત ઘરમાં ન દેખાતાં, દેવદત્તના અદૃષ્ટબર્હિભાવની કલ્પના કરાય છે, તે અર્થાપતિ કહેવાય છે.) આ સ્વરૂપવાળી અર્થાપત્તિનો પણ અનુમાનમાં સમાવેશ થાય છે. કારણકે અર્થાપત્તિથી ઉત્થાપક અર્થ (પદાર્થ) અન્યથા અનુપપત્તિના નિશ્ચયથી જ અદૃષ્ટઅર્થની પરિકલ્પનારૂપ અને અન્યથા અનુપપત્તિનો નિશ્ચય અનુમાનરૂપ છે. (કહેવાનો આશય એ છે કે જેમ અનુમાનમાં લિંગથી અવિનાભાવિ પરોક્ષસાધ્યનું જ્ઞાન થાય છે, તેમ અર્થપત્તિમાં પણ એકપદાર્થથી અવિનાભાવિ પરોક્ષપદાર્થની કલ્પના કરાય છે. બંનેમાં અવિનાભાવના નિશ્ચયથી જ અન્ય પરોક્ષપદાર્થની સિદ્ધિ થતી હોય છે. જ્યાં પણ અવિનાભાવના નિશ્ચયથી=બળથી અન્ય પરોક્ષપદાર્થનું જ્ઞાન થાય છે, તે સર્વે પણ અનુમાનરૂપ જ છે. એટલું યાદ રાખવું કે અનુમાનમાં તથા-ઉપપત્તિ અને અન્યથા-અનુપપત્તિરૂપ હેતુથી પરોક્ષપદાર્થની સિદ્ધિ થાય છે, જ્યારે અર્થપત્તિમાં અન્યથાઅનુપપત્તિરૂપ હેતુથી પરોક્ષપદાર્થની સિદ્ધિ થાય છે.)
અભાવપ્રમાણના ત્રણરૂપ છે. (૧) જે પદાર્થનો અભાવ ક૨વો છે, તેની સિદ્ધિ કરનારા પ્રમાણપંચકનો અભાવ છે. અર્થાત્ પ્રમાણપંચકાભાવ. (૨) તદન્યજ્ઞાન અર્થાત્ જે આધારમાં અથવા જે પદાર્થની સાથે તેને જોયો હતો, તેમાંથી માત્ર તેનાથી અન્યએવા આધાર અને પદાર્થોનું જ્ઞાન થાય. પરંતુ તેનું જ્ઞાન ન થાય. (જેમ ઘટને ભૂતલમાં કે ભૂતલ સાથે દેખ્યો હતો, હવે જો કે