________________
षड्दर्शन समय भाग - २, श्लोक - ५५, जैनदर्शन
५८१
પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણમાં અંતર્ભાવ છે કે બહિર્ભાવ છે ? તે ચર્ચા કરવાનું કોઈ પ્રયોજન જ નથી. કારણ કે તે તો અવડુરૂપ = અપ્રમાણભૂત હોવાથી ઉપેક્ષણીય જ છે. (હવે પ્રત્યક્ષ અને પરોક્ષ પ્રમાણથી અતિરિક્તપ્રમાણો, જે અન્યદર્શનકારોએ માન્યા છે, તેનો સમાવેશ પણ આ બે પ્રમાણમાં જ થઈ જાય છે, તે બતાવાય છે.)
પરવાદિઓ પ્રત્યક્ષ, અનુમાન, આગમ, ઉપમાન, અર્થપત્તિ, અભાવ, સંભવ, ઐતિહ્ય, પ્રાતિજ, યુક્તિ અને અનુપલબ્ધિઆદિ અનેક પ્રમાણો માને છે. આ પ્રમાણમાં અનુમાન અને આગમનો પરોક્ષપ્રમાણમાં જ સમાવેશ થઈ જાય છે.
નૈયાયિક ઉપમાનને પ્રમાણ માને છે – (તેનો આકાર તેઓ આ રીતે બતાવે છે.) કોઈક નોકર પોતાના સ્વામિદ્વારા ગવય લાવવા માટે મોકલાયો. (તે નોકરને પોતાના સ્વામિને પૂછવાનું રહી ગયું કે ગવય કોને કહેવાય !) તે ગવયશબ્દનાં વાચ્યાર્થને નહિ જાણતા નોકરે કોઈ વનેચર (જંગલવાસી) પુરુષને પૂછ્યું કે.. “ગવય કેવા પ્રકારનું હોય છે ?” ત્યારે તે વનેચરે કહ્યું કે
જેવા પ્રકારની ગાય હોય છે, તેવા પ્રકારની ગવય હોય છે.” (આ વાક્ય સાંભળીને, યાદ રાખી આગળ વધેલા તે નોકરને ગાય જેવું પશું જંગલમાં નજેર ચડ્યું), તે વખતે તે નોકરને વનેચરે કહેલા વાક્યનું સ્મરણ થયું. (એક ઠેકાણે સાંભળેલાના અન્યત્ર સંબંધને અતિદેશ કહેવાય છે. વનેચર પાસેથી સાંભળેલા “ગાય જેવી ગવય હોય છે” વાક્યર્થનો, ગાય જેવા પશુને જોતાં નોકરને તે અતિદેશવાક્ષાર્થનું સ્મરણ થાય છે. તે) અતિદેશસહકારી એવું “ગાય જેવી ગવય હોય છે” આ પિંડજ્ઞાન “આ તે ગવયશબ્દથી વાચ્ય અર્થ છે” આવી ઉપમિતિ ફલરૂપ પ્રતિપત્તિને ઉત્પન્ન કરતું ઉપમાન પ્રમાણ બને છે. (કહેવાનો આશય એ છે કે અતિદેશવાક્યર્થના જ્ઞાનસ્વરૂપ ઉપમાન છે. એક ઠેકાણે સાંભળેલાનો અન્યત્ર સંબંધ અતિદેશ કહેવાય છે. વનેચર પુરુષ પાસેથી “ો નશો વિયો મતિ' ઇત્યાકારવાક્યને સાંભળીને, (નોકરને જંગલમાં ગાય જેવા પશુને જોતાં) તે અર્થના સ્મરણ પ્રસંગે તેનો સંબંધ થાય છે. તેથી તે વાક્યને અતિદેશવાક્ય કહેવાય છે. તે અતિદેશવાક્યર્થના સ્મરણનું સહકારી એવું “જો શ વિદ' પિંડજ્ઞાન “મસી વયશદ્ધવાળ:” ઇત્યાકારક ઉપમિતિરૂપ ફલને ઉત્પન્ન કરતું પ્રમાણ બને છે.)
(મીમાંસકો ઉપમાન પ્રમાણનું સ્વરૂપ થોડું જુદી રીતે બતાવે છે. તે આ પ્રમાણે છે-) જે વ્યક્તિ દ્વારા ગાય ઉપલબ્ધ છે અર્થાત્ જોવાયેલી છે. “ગવય” આજ સુધી જોવાયો નથી તથા “ગાય જેવી ગવાય છે” આ અતિદેશવાક્યને પણ સાંભળ્યું નથી. તે વ્યક્તિને વિકટજંગલમાં ફરતાં ફરતાં ગવયનું સૌપ્રથમ દર્શન થતે છતે (વર્તમાનમાં) પરોક્ષ એવી ગાયમાં સાદશ્યજ્ઞાન ઉત્પન્ન થાય છે કે “આ ગવયની સમાન તે ગાય છે.” અથવા “તે ગાયનું આ ગવયની સાથે સાદશ્ય છે.” તે ઉપમાન પ્રમાણ કહેવાય છે.