________________
षड्दर्शन समुश्चय भाग- २, श्लोक -५५, जैनदर्शन
५७९
તપુરુષ સમાસ કરવાથી પ્રત્યક્ષ બોધ અને પ્રત્યક્ષા બુદ્ધિ, આ રીતે પુલિંગ અને સ્ત્રીલિંગમાં પ્રત્યક્ષશબ્દનો પ્રયોગ થઈ શકે છે. (કહેવાનો આશય એ છે કે પુરુષ સમાસનો આશ્રય કરવાથી પ્રત્યક્ષ શબ્દનો વિશેષ્યના લિંગઅનુસાર ત્રણે લિંગોમાં પ્રયોગ થાય છે. જેમકે પ્રત્યક્ષો વો:, પ્રત્યક્ષા વૃદ્ધિ , પ્રત્યક્ષ જ્ઞાનં, અહીં ટીકામાં બે લિંગોમાં પ્રયોગ બતાવ્યો છે.)
ઇન્દ્રિયના વ્યાપારથી નિરપેક્ષ મનોવ્યાપારથી અસાક્ષાત્ (અપ્રત્યક્ષ) પદાર્થનું જે જ્ઞાન કરાવે છે, તે પરોક્ષજ્ઞાન કહેવાય છે. પર શબ્દના પર્યાયવાચી પર શબ્દથી પરોક્ષશબ્દની સિદ્ધિ થાય છે. અર્થાત્ પર+ડાક્ષ મળીને પરોક્ષ બને છે. શ્લોકના પૂર્વાર્ધમાં બે “ચ” શબ્દનું વિધાન પ્રત્યક્ષ અને પરોક્ષ બંનેની તુલ્યકક્ષા સૂચવવા માટે છે. અર્થાત્ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પદની પછી ચ' મૂકવાથી બંને પ્રમાણોનું બળ સમાન છે, તે સૂચવવા માટે છે અને પોત-પોતાના વિષયમાં પ્રમાણભૂત છે, તે પણ સાથે સાથે સૂચિત થાય છે. તેનાથી અનુમાનાદિપરોક્ષ પ્રમાણની પ્રત્યક્ષપૂર્વક પ્રવૃત્તિ હોવાના કારણે કેટલાકલોકો પ્રત્યક્ષને જ્યેષ્ઠ માને છે (અને અનુમાનાદિને કનિષ્ઠ માને છે.) તે સત્ય નથી, તે પણ સૂચિત થાય છે. કારણ કે બંનેમાં પણ પ્રમાણતા છે. કેમકે પ્રતિવિશેષનો અભાવ છે. અર્થાત્ પ્રત્યક્ષ અને પરોક્ષ બંને પણ પોત-પોતાના વિષયમાં સ્વતંત્ર તથા સમાન બળવાળા છે. તેમાં કોઈ જ્યેષ્ઠ નથી.
“દેખો, મૃગ દોડે છે.” (આ વાક્યને સાંભળીને તેનો અર્થ વિચાર કરીને મૃગનાં) પ્રત્યક્ષની પ્રવૃત્તિ પણ પરોક્ષએવા શબ્દજ્ઞાનપૂર્વક થઈ હોવાથી, પરોક્ષને જ્યેષ્ઠ માનવામાં પ્રસંગ આવશે.
દેખો, મૃગ દોડે છે' ઇત્યાદિમાં થયેલું મૃગનું) પ્રત્યક્ષ પણ પરોક્ષ એવા શબ્દજ્ઞાનપૂર્વકની પ્રવૃત્તિથી થયેલું હોવાથી (અર્થાત્ પ્રત્યક્ષ પણ પરોક્ષપૂર્વક થવાના કારણે) પરોક્ષને (પ્રત્યક્ષથી) જ્યેષ્ઠ માનવાનો પ્રસંગ આવે છે. કહેવાનો આશય એ છે કે “દેખો, મૃગ દોડે છે” આ વાક્યને સાંભળીને તેનો અર્થનો વિચાર કરીને, જેને મૃગનું પ્રત્યક્ષ થશે, તે શબ્દજ્ઞાનપૂર્વક થયું છે. અર્થાત્ પરોક્ષ એવા શબ્દજ્ઞાનપૂર્વક થયું. તેથી (તમે ઉપર પ્રત્યક્ષપૂર્વક પરોક્ષ જ્ઞાન થયું હોવાથી પ્રત્યક્ષને જ્યેષ્ઠ માનતા હતા, તો) અહીં પ્રત્યક્ષજ્ઞાન પરોક્ષપૂર્વક થયું હોવાથી પરોક્ષને જ્યેષ્ઠ માનવાની આપત્તિ તમને આવશે.
વળી “પરોક્ષજ્ઞાન પ્રત્યક્ષપૂર્વક જ ઉત્પન્ન થાય છે.'—આવો સર્વત્ર કોઈ એકાંત નથી. કારણકે જીવનો સાક્ષાત્કારકરનાર પ્રત્યક્ષજ્ઞાનની ક્ષણમાં પણ અન્યથા-અનુપપન્નતા (રૂપ વ્યતિરેક વ્યાપ્તિ)થી ગ્રહણ કરાયેલ શ્વાસોશ્વાસાદિ જીવના લિંગના સભાવ અને અસદુભાવથી માણસ જીવતો કે મૃત છે, એવી પ્રતીતિ થતી જોવા મળે છે. અર્થાત્ તાત્પર્ય એ છે કે જે ક્ષણે બીજાના આત્માને આપણે દેખી રહ્યા છીએ ત્યારે, તે જ સમયે જીવન સાથે અવિનાભાવ રાખનાર શ્વાસોશ્વાસાદિલિંગોથી (જીવનની) સત્તાનું તથા શ્વાસોશ્વાસાદિલિંગોના અભાવમાં (જીવનની) અસત્તાનું (મરણનું) અનુમાનથી પરિજ્ઞાન થાય જ છે. આથી તે પ્રત્યક્ષ અને અનુમાનજ્ઞાન