________________
५७८
षड्दर्शन समुझय भाग - २, श्लोक-५५, जैनदर्शन
प्रत्यक्षं च परोक्षं च द्वे प्रमाणे तथा मते ।
अनन्तधर्मकं वस्तु प्रमाणविषयस्त्विह ।।५५ ।। શ્લોકાર્થ : પ્રત્યક્ષ અને પરોક્ષ એમ પ્રમાણના બે ભેદ છે. અનંતધર્માત્મકવસ્તુ પ્રમાણનો વિષય છે. અર્થાતું પ્રમાણ દ્વારા અનંતધર્માત્મકવસ્તુ જાણી શકાય છે.
व्याख्या-अक्षम्-इन्द्रियं प्रति गतमिन्द्रियाधीनतया यदुत्पद्यते तत्प्रत्यक्षमिति तत्पुरुषः, इदं व्युत्पत्तिनिमित्तमेव प्रवृत्तिनिमित्तं तु स्पष्टत्वम्, तेनानिन्द्रियादिप्रत्यक्षमपिप्रत्यक्षशब्दवाच्यं सिद्धम्, अक्षो-जीवो वात्र व्याख्येयः, जीवमाश्रित्यैवेन्द्रियनिरपेक्षमनिन्द्रियादिप्रत्यक्षस्योत्पत्तेः । तत्र तत्पुरुषाश्रयणात्प्रत्यक्षो बोधः प्रत्यक्षा बुद्धिरित्यादौ स्त्रीपुंसभावोऽपि सिद्धः । अक्षाणां परं-अक्षव्यापारनिरपेक्षं मनोव्यापारेणासाक्षादर्थपरिच्छेदकम् परोक्षमिति, परशब्दसमानार्थेन परस्-शब्देन सिद्धम् । चशब्दौ द्वयोरपि तुल्यकक्षतां लक्षयतः, तेनानुमानादेः परोक्षस्य प्रत्यक्षपूर्वकत्वेन प्रवृत्तेर्यत्कैश्चित्प्रत्यक्ष ज्येष्ठमभीष्टमेतन श्रेष्ठमिति सूचितम्, द्वयोरपि प्रामाण्यं प्रतिविशेषाभावात् । “पश्य मृगो धावति” इत्यादौ प्रत्यक्षस्यापि परोक्षपूर्वकस्य प्रवृत्तेः परोक्षस्य ज्येष्ठताप्रसङ्गात् । प्रत्यक्षपूर्वकमेव च परोक्षमुपजायत इति नायं सर्वत्रैकान्तः, अन्यथानुपपन्नतावधारितोच्छ्वासनिःश्वासादिजीवलिङ्गसद्भावासद्भावाभ्यां जीवसाक्षात्कारिप्रत्यक्षक्षणेऽपि जीवन्मृतप्रतीतिदर्शनात्, अन्यथा लोकव्यवहाराभावप्रसङ्गात् । तथाशब्दः प्रागुक्तनवतत्त्वाद्यपेक्षया समुचये, वाक्यस्य सावधारणत्वात्, द्वे एव प्रत्यक्षपरोक्षप्रमाणे मते-सम्मते । ટીકાનો ભાવાનુવાદઃ
ઇન્દ્રિયની અધીનતયા જે જ્ઞાન ઉત્પન્ન થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. અર્થાત્ ઇન્દ્રિયો દ્વારા જે જ્ઞાનની ઉત્પત્તિ થાય છે તે પ્રત્યક્ષ કહેવાય છે. આ માત્ર) પ્રત્યક્ષશબ્દનું વ્યુત્પત્તિનિમિત્ત છે. અર્થાત્ પ્રત્યક્ષશબ્દની શાબ્દિકવ્યુત્પત્તિ છે. પ્રત્યક્ષનું પ્રવૃત્તિનિમિત્ત સ્પષ્ટત=સ્પષ્ટતા છે. તેનાથી સિદ્ધ થાય છે કે જે જ્ઞાન સ્પષ્ટ હોય તે ઇન્દ્રિયથી ઉત્પન્ન થાય કે અનિન્દ્રિયથી ઉત્પન્ન થાય, તો પણ પ્રત્યક્ષ શબ્દથી વાચ્ય છે.
અહીં અક્ષ નો અર્થ જીવ–આત્મા કરવો. (તેથી વ્યાખ્યા આ પ્રમાણે થશે-) આત્માને આશ્રયિને ઇન્દ્રિયોથી નિરપેક્ષ જે જ્ઞાન ઉત્પન્ન થાય છે, તે પણ પ્રત્યક્ષ છે. આ વ્યુત્પત્તિથી અતીન્દ્રિય અને અનિન્દ્રિય=માનસજ્ઞાનમાં પણ પ્રત્યક્ષતા સિદ્ધ થઈ જાય છે.