________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक ५२, जैनदर्शन
વળી તમે” પ્રકૃતિ પણ સમજી જાય છે કે પુરુષે મને વિરૂપા માની લીધી છે” ઇત્યાદિ જે કહ્યું હતું તે વિચાર્યા વિનાનું કથન છે. કારણ કે પ્રકૃતિ જડ હોવાના કારણે આવા પ્રકા૨નું તેને જ્ઞાન થવું શક્ય નથી.
५४९
તથા માની લો કે પુરુષે પ્રકૃતિને વિરૂપા માની લીધી, તો પણ વિજ્ઞાનવાળી પ્રકૃતિ સંસાર અવસ્થામાં જેમ પુરુષના ભોગમાટે પ્રવર્તે છે, તેમ મોક્ષમાં પણ મુક્તાત્માના ભોગમાટે સ્વભાવથી પ્રવર્તશે. જેમ વાયુ સ્વભાવથી જ સર્વત્ર પહોંચી જાય છે, તેમ પ્રકૃતિ પણ મોક્ષમાં આત્માનાભોગ માટે સ્વભાવથી પહોંચી જશે અને તે સ્વભાવ નિત્ય હોવાના કારણે ત્યારે પણ વિદ્યમાન જ છે. તેથી કોઈપણ અડચણવિના મોક્ષમાં આત્માના ભોગ માટે પહોંચી જશે. પ્રવૃત્તિના સ્વભાવવાળો વાયુ જે પુરુષને વાયુ ન ગમતો હોય અર્થાત્ વાયુની વિરૂપતા જે પુરુષને જણાઈ છે તે પુરુષપ્રત્યે તેની પ્રવૃત્તિનો સ્વભાવ નાશ પામી જતો નથી. અર્થાત્ જેને વાયુ ન ગમતો હોય તેની પાસે ન જવું, આવું વાયુમાં બનતું નથી. તેમ મોક્ષાવસ્થામાં પ્રકૃતિની કુરૂપતાને જાણતા આત્માની પ્રત્યે પ્રકૃતિનો સ્વભાવ નાશ પામી જતો નથી અને તેથી મોક્ષાવસ્થામાં પણ આત્માના ભોગમાટે પ્રકૃતિ પહોંચી જતી હોય તો આત્માનો મોક્ષ કેવી રીતે થાય ? અથવા મોક્ષાવસ્થામાં પ્રકૃતિનો પુરુષ-ભોગરૂપસ્વભાવ વિદ્યમાન નથી તેમ કહેશો તો, પ્રકૃતિનો નિત્યતારૂપસ્વભાવ હણાઈ જશે. અર્થાત્ પ્રકૃતિનો નિત્યસ્વભાવ માની શકાશે નહિ, કારણ કે પૂર્વસ્વભાવના ત્યાગપૂર્વક ઉત્તરસ્વભાવના સ્વીકારનો નિત્યેકરૂપતામાં વિરોધ છે. અર્થાત્ પૂર્વસ્વભાવનો ત્યાગ અને ઉત્તરસ્વભાવનો સ્વીકાર ફૂટસ્થ નિત્ય પદાર્થમાં શક્ય નથી. તે તો પરિણામિનિત્ય પદાર્થમાં જ શક્ય છે. અર્થાત્ પરિણામિ નિત્ય પદાર્થમાં જ પૂર્વસ્વભાવનો ત્યાગ અને ઉત્ત૨સ્વભાવના સ્વીકારનો વિરોધ નથી.
જો પ્રકૃતિને પરિણામિનિત્ય સ્વીકારશો તો આત્માને પણ પરિણામિનિત્ય સ્વીકારવો જોઈએ. કારણ કે આત્મા પણ મોક્ષમાં પોતાના પૂર્વના સાંસારિકસુખ ભોગવવાના સ્વભાવના પરિહારપૂર્વક તે સુખને નહિ ભોગવવાના સ્વભાવવાળો સ્વીકારાયેલ છે તથા આત્મા મૉક્ષમાં અમુક્તત્વાદિસ્વભાવના ત્યાગપૂર્વક મુક્તત્વાદિસ્વભાવનો સ્વીકાર કરે છે તથા આત્મા પરિણામિનિત્ય સિદ્ધ થતે છતે સુખાદિપરિણામોવડે પણ આત્મા પરિણામિ સ્વીકારવો પડશે. અર્થાત્ આત્મામાં જ્ઞાન, સુખ આદિ પરિણામો પણ માનવા જોઈએ. જો આત્માનું અનંત સુખાદિરૂપે પરિણમન ન થતું હોય તો તેનો મોક્ષ પણ થઈ શકશે નહિ.
તેથી કોઈપણ રીતે સાંખ્યોદ્વારા પરિકલ્પિત મોક્ષ ઘટતો નથી. આમ પરિણામિનિત્ય સ્વરૂપવાળા આત્મામાં જ અનંતસુખાદિસ્વરૂપનો સ્વીકા૨ ક૨વો જોઈએ. અર્થાત્ આત્માને પરિણામિનિત્યસ્વરૂપવાળો તથા અનંતજ્ઞાનાદિસ્વરૂપવાળો સ્વીકારવો જોઈએ.