________________
५४८
षड्दर्शन समुच्चय भाग- २, श्लोक - ५२, जैनदर्शन
अमुक्तादिस्वभावत्यागेन मुक्तत्वादिस्वभावोपादानाञ्च । सिद्धे चास्य परिणामिनित्यत्वे सुखादिपरिणामैरपि परिणामित्वमस्याभ्युपगन्तव्यं, अन्यथा मोक्षाभावप्रसङ्गः । ततश्च न कथमपि सांख्यपरिकल्पितो मोक्षो घटत इति यथोक्तस्वरूप एवानन्तसुखादिस्वरूपोऽभ्युपगन्तव्यः ।। ટીકાનો ભાવાનુવાદ: જો પ્રકૃતિસંયોગ નિહર્તક હોય તો મુક્તાત્માને પણ પ્રકૃતિના સંયોગનો પ્રસંગ આવશે. વળી તમે જવાબ આપો કે. આત્મા જે સમયે પ્રકૃતિને ગ્રહણ કરે છે, તે સમયે પૂર્વની અવસ્થાનો ત્યાગ કરે છે કે ત્યાગ કરતો નથી ?
જો આત્મા પ્રકૃતિને ગ્રહણ કરે ત્યારે પૂર્વઅવસ્થાનો ત્યાગ કરતો હોય તો અનિત્ય માનવાની આપત્તિ આવશે. અર્થાત્ તમે આત્માને જે કૂટનિત્ય માનો છો તે માની શકશો નહિ અને જો પ્રકૃતિના ગ્રહણકાળે આત્મા પૂર્વઅવસ્થાનો ત્યાગ કરતો ન હોય તો પ્રકૃતિનું ગ્રહણ શક્ય બનશે નહિ. કારણે જેમ દેવદત્ત બાલ્ય-અવસ્થાને છોડતો નથી, ત્યાં સુધી તરૂણપણાને સ્વીકારી શકતો નથી. અવસ્થાન્તરની પ્રાપ્તિમાં પૂર્વઅવસ્થાનો ત્યાગ જરૂરી છે. તેમ આત્મા પોતાના કૂટનિત્ય સ્વભાવનો ત્યાગ ન કરે ત્યાં સુધી પ્રકૃતિ સાથેના સંયોગરૂપ નવી અવસ્થાનો સ્વીકાર કરી શકતો નથી. આથી કોઈપણ રીતે સાંખ્યમતમાં આત્માની સાથે પ્રકૃતિનો સંયોગ ઘટતો નથી. તેથી સંયોગના અભાવમાં પ્રકૃતિનો વિયોગ પણ ઘટતો નથી. કારણ કે સંયોગપૂર્વક જ વિયોગ હોય છે. અર્થાત્ જેનો સંયોગ થાય તેનો જ વિયોગ થઈ શકે છે. .
વળી તમે પૂર્વે વિવેકખ્યાતિની ચર્ચા કરી હતી, તે પણ વિચારવિહીન રમણીય છે. તમે બતાવો કે વિવેકખ્યાતિનો અર્થ શું છે ? જો પોત-પોતાના સ્વરૂપમાં અવસ્થિતપ્રકૃતિ અને પુરુષનો ભિન્ન-ભિન્નપ્રતિભાસ થવો તે જ વિવેકખ્યાતિનો અર્થ છે, તો તેવી વિવેકખ્યાતિ પ્રકૃતિને થાય છે કે પુરુષને થાય છે ?
પ્રકૃતિને તો વિવેકખ્યાતિ થતી નથી. કારણ કે પ્રકૃતિ સ્વયં અસંવેદ્યપર્વ છે. અર્થાત્ તેમાં કોઈ જ્ઞાન થતું નથી. સ્થિત છે. પ્રકૃતિ અચેતન છે તથા પ્રકૃતિમાં વિવેકખ્યાતિનો તમે સ્વીકાર કર્યો નથી.
આત્માને પણ વિવેકખ્યાતિ થતી નથી. કારણકે તે પણ સ્વયં અસંવેદ્યપર્વમાં સ્થિત છે. તેથી અજ્ઞાની છે.