________________
षड्दर्शन समुदय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
५५३
તમારી વાત ઉચિત નથી. કારણ કે સ્વલ્પ ઉપવાસ આદિ કાયક્લેશથી પણ સર્વકર્મનો ક્ષય થઈ જવાની આપત્તિ આવશે. કારણ કે તમે ઉપર બતાવેલી) શક્તિનું સાંક્ય=એકરૂપતા બીજી રીતે ઘટતી નથી. અર્થાત્ કહેવાનો આશય એ છે કે તમે તપ અને કર્મોની શક્તિના મિશ્રણમાં એક એવા પ્રકાર શક્તિ બતાવો છો કે જેનાથી વિચિત્રશક્તિવાળા કર્મોની વિચિત્રતા પરિવર્તિત થઈને એકરૂપમાં ફેરવાઈ જશે, તો તો (અમે પણ કહીશું કે.) સ્વલ્પ ઉપવાસઆદિ કાયફલેશથી પણ સર્વકર્મોની શક્તિમાં પરિવર્તન થઈને તે સર્વક એકરૂપમાં ફેરવાઈ જશે. (તપ દ્વારા) એકરૂપવાળા સર્વકર્મનો નાશ થઈ જશે. અર્થાત્ એકરૂપવાળા તપથી તાદશએકરૂપવાળા કર્મનો નાશ સહજ બની જશે, પરંતુ તેવું નથી. કહ્યું પણ છે કે.
કર્મના ક્ષયથી મોક્ષ થાય છે. કર્મોનો ક્ષય તપથી થાય છે અને જો તપ માત્ર કાયસંતાપ રૂપ હોય તો નારકીના જીવોનું દારૂણદુ:ખ જેમ કર્મોનું ફળ છે, તેમ તે પણ કર્મનું ફળ જ છે. તો કેવી રીતે કાયક્લેશને તપ કહી શકાય ? કારણ કે માત્ર કાયક્લેશને તપ માનશો તો નારકીના જીવોના કાયક્લેશને પણ તપ માનવું પડશે. પરંતુ એવું તો તમે પણ માનતા જ નથી). વળી એકરૂપતપથી વિચિત્રરૂપવાળા કર્મોનો ક્ષય તો અસંભવિત જ છે. તેથી શક્તિનો સંકર-એકરૂપતા તથા તે શક્તિના સંકર-એકરૂપતાથી સર્વકર્મનો ક્ષય માત્ર પ્રલાપ જ છે. I૧-રા”
તેથી નૈરામ્યભાવનાના પ્રકર્ષવિશેષથી ચિત્તની નિકુલેશઅવસ્થા પ્રાપ્ત થાય છે. તે જ મોક્ષ છે. અર્થાતુ “આત્મા નથી કે સંસાર નિરાત્મક છે - આત્મસ્વરૂપ નથી” આવી નૈરાભ્ય ભાવનાની પ્રકર્ષતાથી ચિત્ત નિફ્લેશઅવસ્થાને પ્રાપ્ત કરે છે. અર્થાત્ સર્વકર્મનો ક્ષય થાય છે. તે જ મોક્ષ કહેવાય છે. ___ अत्र प्रतिविधीयते । । तत्र यत्तावदुक्तं "ज्ञानक्षणप्रवाह" इत्यादि, तदविचारितविलपितं, ज्ञानक्षणप्रवाहव्यतिरिक्तं मुक्ताकणानुस्यूतसूत्रोपममन्वयिनमात्मानमन्तरेण कृतनाशाकृतागमादिदोषप्रसक्तेः स्मरणाद्यनुपपत्तेश्च । यत्पुनरुक्तं “आत्मानं यः पश्यति" इत्यादि, तत्सूक्तमेव, किंत्वज्ञो जनो दुःखानुषक्तं सुखसाधनं पश्यन्नात्मस्रेहात्सांसारिकेषु दुःखानुषक्तसुखसाधनेषु प्रवर्ततेऽपथ्यादौ च मुर्खातुरवत् । हिताहितविवे'चकस्त्वतात्त्विकसुखसाधनमङ्गनादिकं परित्यज्यात्मस्नेहादात्यन्तिकसुखसाधने मुक्तिमार्गे प्रवर्तते, पथ्यादौ चतुरातुरवत् । यदप्युक्तं "मुक्तिमिच्छता" इत्यादि, तदप्यज्ञानविजृम्भितं, सर्वथाऽनित्यानात्मकत्वादिभावनाया निर्विषयत्वेन मिथ्यारूप૧. વિવેજ્ઞ.