________________
५५६
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
બંધાયેલ વ્યક્તિને જ બંધનથી મુક્તિના કારણનું જ્ઞાન, મુક્ત થવાની ઇચ્છા તથા મુક્તિમાટેનો પ્રયત્ન હોય તો જ બંધનથી મુક્ત થઈ શકે છે (ટુંકમાં બદ્ધ અને મુક્ત નો વ્યપદેશ એક આત્મામાં જ થાય છે). આ રીતે બંધનથી માંડીને કારણોનું જ્ઞાન, ઇચ્છા, પ્રયત્ન આદિ મુક્ત થવા સુધીની તમામ વાત એક જ આત્મામાં હોય છે, ત્યારે જ મુક્ત થવાની ભાવના તથા તેનાથી છૂટવાનો સંભવ હોય છે. અર્થાત્ એક અન્વયી આત્મા માનવામાં જ “જે બંધાયેલો તે મુક્ત થયો”–આવા પ્રકારની બંધ-મોક્ષની નિયત વ્યવસ્થા થઈ શકે છે. (સંસારમાં પણ બંધાવું અને છુટવું એક જ અધિકારણમાં જોવા મળે છે, વૈયધિકરણમાં નહિ.)
(તમે બૌદ્ધો અન્વયીઆત્મા જ માનતા નથી. તેથી) તમારા મનમાં અન્યજ્ઞાનક્ષણ બાંધશે, તો અન્ય જ્ઞાનક્ષણ મુક્તિના કારણનું જ્ઞાન કરશે, તેનાથી અન્ય જ્ઞાનક્ષણ મુક્ત થવાની ઇચ્છા કરશે, તો તેનાથી અન્ય જ્ઞાનક્ષણ મુક્ત થવાનો વ્યાપાર પ્રયત્નો કરશે. આથી સર્વવાતો ભિન્નભિન્નજ્ઞાનક્ષણોની થશે. અર્થાત્ એકાધિકરણમાં નહિ થાય, પરંતુ વૈયધિકરણમાં થશે. તેથી બંધમોક્ષની વ્યવસ્થા કોઈ રીતે સંગત થશે નહિ.
किंच, सर्वो बुद्धिमान् बुद्धिपूर्वं प्रवर्तमानः किंचिदिदमतो मम स्यादित्यनुसंधानेन प्रवर्तते । इह च कस्तथाविधो मार्गाभ्यासे प्रवर्तमानो मोक्षो मम स्यादित्यनुसंदध्यात् । क्षणः संतानो वा । न तावत्क्षणः तस्यैकक्षणस्थायितया निर्विकल्पतया चैतावतो व्यापारान् कर्तुमसमर्थत्वात् । नापि संतानः, तस्य संतानिव्यतिरिक्तस्य सौगतैरनभ्युपगमात् । किंच, निरन्वयविनश्वरत्वे च संस्काराणां मोक्षार्थः प्रयासो व्यर्थ एव स्यात्, यतो रागाद्युपरमो हि भवन्मते मोक्षः, उपरमश्च विनाशः, स च निर्हेतुकतयाऽयत्नसिद्धः, ततस्तदर्थोऽनुष्ठानादिप्रयासो निष्फल एव । किं च तेन मोक्षार्थानुष्ठानेन प्राक्तनस्य रागादिक्षणस्य नाशः क्रियते १ भाविनो वानुत्पादः २ तदुत्पादकशक्तेर्वा क्षयः ३ सन्तानस्योच्छेदो ४ अनुत्पादो वा ५ निराश्रयचित्तसन्तत्युत्पादो वा ६, तत्राद्योऽनुपपन्नः, विनाशस्य निर्हेतुकतया भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । द्वितीयोऽप्यत एवासाधीयान्, उत्पादाभावो ह्यनुत्पादः, सोऽभावरूपत्वात्कथं कुतश्चिदुत्पद्यते, अपसिद्धान्तप्रसङ्गात् । तच्छक्तेः क्षयोऽनुपपन्नः, तस्याप्यभावरूपतया निर्हेतुकत्वेन भवन्मते कुतश्चिदुत्पत्तिविरोधात् । सन्तानस्योच्छेदार्थोऽनुत्पादार्थो वा तत्प्रयास इत्यप्यनेन निरस्तं, क्षणोच्छेदानुत्पादवत् । तयोरप्यभावरूपतया निर्हेतुकत्वात्कुतोऽप्युत्पत्त्यनुपपत्तेः । किं च, वास्तवस्य सन्तानस्यानभ्युपगमात्किं