________________
षड्दर्शन समुच्चय भाग - २, श्लोक ५२, जैनदर्शन
शरीरस्यापि जीवसंसक्तिहेतुत्वात्परिग्रहहेतुत्वमस्तु, कृमिमण्डूकाद्युत्पादस्य तत्र प्रतिप्राणिप्रतीतत्वात् । अथास्ति, परं यतना तत्र विधीयते, तेनायमदोष इति चेत् ? तर्हि वस्त्रेऽप्ययं न्याय: किं काकैर्भक्षितः ? वस्त्रस्यापि यतनयैव सीवनक्षालनादिकरणेन जीवसंसक्तिनीवारणात्, तन्न वस्त्रसद्भावेन चारित्रासम्भवः ।
५६२
ટીકાનો ભાવાનુવાદ :
હવે આ વિષયમાં દિગંબરો પોતાની યુક્તિઓ પ્રગટ કરે છે.
પૂર્વપક્ષ : (દિગંબર) : ઉ૫૨ કહેલા સ્વરૂપવાળો મોક્ષ ભલે હોય, તેમાં અમને વાંધો નથી. કારણકે અમે પણ મોક્ષનું સ્વરૂપ તેવું જ માનીએ છીએ. પરંતુ તેવા સ્વરૂપવાળો મોક્ષ પુરુષને જ ઘટે છે, સ્ત્રીને ઘટતો નથી. તે આ પ્રમણે છે – “સ્ત્રીઓ મોક્ષનું ભાજન થતી નથી. કારણકે પુરુષોથી હીન હોય છે. જેમ નપુંસક પુરુષોથી હીન હોવાથી મોક્ષનું ભાજન થતો નથી, તેમ સ્ત્રીઓ પણ પુરુષોથી હીન હોવાથી મોક્ષનું ભાજન થઈ શકતી નથી.”
ઉત્તરપક્ષ (શ્વેતાંબર) : (તમે તમારા અનુમાનમાં સ્ત્રીઓમાં મોક્ષાભાવ સિદ્ધ ક૨વા ‘પુરુષથી સ્ત્રીઓ હીન છે' આવો હેતુ આપ્યો છે. તો અમારો પ્રશ્ન છે કે) સ્ત્રીઓમાં પુરુષોથી હીનત્વ (૨) શું ચારિત્ર વગેરેના અભાવના કારણે છે ? કે (૨) વિશિષ્ટ સામર્થ્યના અભાવના કારણે છે ? કે (૩) પુરુષ સાધુ સ્ત્રીઓને વંદન કરતા નથી, તેના કારણે છે ? કે (૪) શાસ્ત્રોનું પઠનપાઠન કે સ્મરણ કરી શકતી નથી, તેના કારણે છે ? કે (૫) તેઓને લૌકિકઋદ્ધિ-સિદ્ધિ પ્રાપ્ત થતી નથી, તે કારણ છે ? કે (૭) માયાઆદિનો પ્રકર્ષ હોવાના કારણે છે ?
ઉપરોક્ત છ પક્ષોમાં ‘ચારિત્રના અભાવના કારણે સ્ત્રીઓ પુરુષથી હીન છે.’આ પ્રથમ પક્ષ વિચાર કરવા માટે પણ શક્ય નથી. કારણ કે (તમે બતાવો કે) સ્ત્રીઓમાં ચારિત્રનો અભાવ શાથી છે ? શું (૧) સ્ત્રીઓ કપડાને ધારણ કરે છે. (સચેલક છે.) તેથી ચારિત્રનો અભાવ છે ? કે (૨) સ્ત્રીઓમાં મંદસત્ત્વ હોવાના કારણે ચારિત્રનો અભાવ છે ?
તેમાં જો તમે એમ કહેશો કે ‘સ્ત્રીઓ સચેલક હોવાથી તેઓમાં ચારિત્રનો અભાવ છે', તો (અમારો પ્રશ્ન છે કે) જો કપડા પણ ચારિત્રના અભાવના હેતુ છે, તો તે કપડા કયા કારણથી ચારિત્રનો અભાવ કરે છે ? શું (૧) કપડાના પરિભોગમાત્રથી ચારિત્રનો અભાવ હોય છે ? કે (૨) પરિગ્રહરૂપ હોવાના કારણે (મમતા થવાથી) ચારિત્રનો અભાવ હોય છે ?
જો તમે એમ કહેશો કે ‘કપડાના પરિભોગમાત્રથી ચારિત્રનો અભાવ હોય છે.’ તો (અમારો પ્રશ્ન છે કે સ્ત્રીઓ જે કપડાઓનો પરિભોગ કરે છે) તે વસ્ત્રોનો પરિભોગ શું (૧) વસ્ત્રના