________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५४, जैनदर्शन
પરિપાકકરનારી ક્ષેત્ર, કાલ, ગુર્વાદિસ્વરૂપ સામગ્રીનું થતું સમવધાન (દરેક જીવોમાં) અનિયત હોવાના કારણે દરેકનું ભવ્યત્વ ભિન્ન-ભિન્ન મનાય છે અને તે જ તથાભવ્યત્વ કહેવાય છે. અન્યથા=જો આવું માનવામાં નહિ આવે તો સર્વપ્રકારોદ્વારા એકાકારયોગ્યતા હોતે છતે સર્વે ભવ્યજીવોની એકસાથે જ ધર્મપ્રાપ્તિવગેરે માનવું પડશે. (કહેવાનો આશય એ છે કે સર્વ જીવોનું તથાભવ્યત્વ ભિન્ન-ભિન્ન માનવામાં નહિ આવે તો મોક્ષગમનની યોગ્યતાસ્વરૂપ ભવ્યત્વ તો તમામ ભવ્યજીવોમાં સમાન હોવાથી, તમામ ભવ્યજીવોની એકસાથે ધર્મપ્રાપ્તિઆદિની પ્રાપ્તિ માનવી પડશે. પરંતુ તેવું જોવા મળતું નથી. કોઈ અમુકક્ષેત્રમાં અમુકકાલે ધર્મપ્રાપ્ત કરે છે, તો બીજો કોઈ તેનાથી અન્યક્ષેત્રમાં અન્યકાલે ધર્મ પ્રાપ્ત કરે છે. ઇત્યાદિ જે ભિન્નતા(વિચિત્રતા)ઓ દેખાય છે તે દરેક ભવ્યાત્માઓના તથાભવ્યત્વની ભિન્નતાના કારણે છે.)
५७३
તથાભવ્યત્વની જે ફળ આપવાની અભિમુખતા છે, તેને તથાભવ્યત્વનો પાક કહેવાય છે. અર્થાત્ સમ્યગ્દર્શનાદિની પ્રાપ્તિમાટે જરૂરી ધર્મસામગ્રીનું પ્રદાન કરવાદ્વા૨ા, તેના ફળ (સમ્યગ્દર્શનાદિ) તરફ અભિમુખકરે તે તથાભવ્યત્વનો પરિપાક કહેવાય છે.
સર્વકર્મોની સ્થિતિ એકકોડાકોડી સાગરોપમની અંદર કરી છે, એવા જે કોઈ ભવ્યને જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપરત્નત્રયીની પ્રાપ્તિ થાય છે, તે ભવ્યાત્મા સમ્યજ્ઞાન અને સમ્યકૂચારિત્રના યોગથી કર્મબંધના વિયોગસ્વરૂપ તથા અનંતજ્ઞાન, અનંતદર્શન, સમ્યક્ત્વ, અનંતસુખ અને અનંતવીર્ય આ અનંતપંચકના સ્થાનભૂત મોક્ષનું ભાજન બને છે.
[યત્તવોર્નિત્વામિસમ્વધાત્ - યત્ અને ત ્ નો નિત્યસંબંધ હોય છે. આ ન્યાયથી યત્ માત્રનો ઉલ્લેખ હોવા છતાં અધ્યાહારથી તત્ નું ગ્રહણ કરી લેવું. તેથી જે કોઈ રત્નત્રયીને પ્રાપ્ત કરે છે, તે ભવ્યાત્મા સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રના યોગથી મોક્ષનું ભાજન થાય છે... આવો અર્થ થાય છે.]
આનાથી એ જણાવવામાં આવ્યું છે કે માત્રજ્ઞાન કે માત્રક્રિયાથી મોક્ષ થતો નથી. પરંતુ સમ્યજ્ઞાન અને સમ્યકૃક્રિયા (ચારિત્ર)ના સંયોગથી જ મોક્ષ થાય છે.
અહીં મોક્ષમાર્ગભૂત સમ્યજ્ઞાન અને સમ્યક્ચારિત્રમાં જ્ઞાનના ગ્રહણથી સદા સહચારી હોવાથી દર્શન પણ ગ્રહણ કરવું જોઈએ. અર્થાત્ સમ્યગ્દર્શનવિના સમ્યજ્ઞાન હોઈ શકતું નથી. તેથી સમ્યજ્ઞાનના ગ્રહણથી સમ્યગ્દર્શનનું પણ ગ્રહણ કરવું જોઈએ. જેથી (મોક્ષમાર્ગને બતાવતાં) પૂ.વાચકપ્રવ૨શ્રી ઉમાસ્વાતિજી મહારાજાએ તત્ત્વાર્થસૂત્રમાં કહ્યું છે કે... “સમ્યજ્ઞાન-સમ્યગ્દર્શન-સમ્યક્ચારિત્ર મોક્ષમાર્ગ છે.”
प्रत्यक्षादिप्रमाणविशेषलक्षणमत्र ग्रन्थकारः स्वयमेव वक्ष्यति, तच विशेषलक्षणं