________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक -५२, जैनदर्शन
ધારણ કરી શકાય તેવા શીલને ધારણ કરનારી સ્ત્રીઓમાં પણ સંભવે છે. આથી સ્ત્રીઓને ચારિત્રનો અસંભવ નથી, તેથી સ્ત્રીઓમાં પુરુષોથી હીનત્વ નથી,
પૂર્વપક્ષ (દિગંબર): સાધારણતપ, વ્રત આદિ સ્વરૂપ ચારિત્ર સ્ત્રીઓને ભલે હોય, પરંતુ પરમપ્રકર્ષ પ્રાપ્ત થયાખ્યાત=સ્વરૂપસ્થિતિ નામનું ચારિત્ર સ્ત્રીઓને ન હોઈ શકે. (જ્યારે પુરુષોને યથાખ્યાતચારિત્ર પ્રાપ્ત થાય છે). આથી સ્ત્રીઓ પુરુષોથી હીન જ છે.
ઉત્તરપક્ષ (શ્વેતાંબર): તમે સ્ત્રીઓમાં ચારિત્રના પરમપ્રકર્ષનો અભાવ કહ્યો, તેમાં બાધક શું છે ? (૧) શું આવશ્યકકારણના અભાવના લીધે હોય છે ? કે (૨) શું કોઈ વિરોધીકારણના સંભવથી હોય છે ?
તેમાં પ્રથમપક્ષ ઉચિત નથી. કારણ કે સામાન્યકક્ષાના ચારિત્રનો અભ્યાસ જ પરમપ્રકર્ષ પર્યન્ત યથાખ્યાતચારિત્રનું કારણ બને છે અને સામાન્ય કક્ષાના ચારિત્રનો સદ્ભાવ સ્ત્રીઓમાં હોય છે. તેનું સમર્થન પૂર્વે નજીકમાં કર્યું જ છે. તેથી ચારિત્રના પરમપ્રકર્ષના કારણભૂત અભ્યાસકોટીના ચારિત્રનો સ્ત્રીઓમાં નિષેધ કરી શકાતો ન હોવાથી ચારિત્રના પરમપ્રકર્ષનો પણ અભાવ કહી શકાય તેમ નથી.
દ્વિતીયપક્ષ પણ ઉચિત નથી. કારણ કે છમિસ્થોને યથાખ્યાતચારિત્ર અતીન્દ્રિય હોવાથી અત્યંતપરોક્ષ છે અને અત્યંતપરોક્ષ વસ્તુમાં, તે વસ્તુને કોની સાથે વિરોધ છે, તેનો નિર્ણય અલ્પજ્ઞાનવાળા આપણે કરી શકતા નથી. આથી ચારિત્રના અભાવથી સ્ત્રીઓમાં હીનત્વ સિદ્ધ કરી શકાતું નથી. (૧) ,
વિશિષ્ટસામર્થ્યના અસત્ત્વ (અભાવ)ના કારણે સ્ત્રીઓ પુરુષોથી હીન હોય છે.'—આ પક્ષ પણ ઉચિત નથી. કારણકે તમે અમને જવાબ આપો કે. સ્ત્રીઓમાં જે વિશિષ્ટસામર્થ્યનો અભાવ કહ્યો, તે (૧) શું સ્ત્રીઓ સાતમી નરકમૃથ્વીમાં જવા માટે અયોગ્ય હોવાના કારણે કહ્યો છે ? કે (૨) વાદ વગેરે લબ્ધિથી રહિત હોવાના કારણે કહ્યો છે ? કે (૩) અલ્પકૃત હોવાથી કહ્યો છે ? તેમાં પ્રથમપક્ષ ઉચિત નથી, કારણકે શું સ્ત્રીઓ જે જન્મમાં મોક્ષમાં જાય છે, તે જ જન્મમાં સાતમી નરકમાં જવા માટે અયોગ્ય હોય છે ? કે સામાન્યરૂપથી કોઈપણ જન્મમાં તે સાતમી નરકમાં જવા અયોગ્ય હોય છે. ?
જો “સ્ત્રીઓ જે જન્મમાં મોક્ષમાં જાય છે, તે જ જન્મમાં સાતમી નરકમાં જવા અયોગ્ય હોય છે' - આવું કહેશો તો પુરુષો પણ જે જન્મમાં મોક્ષમાં જાય છે, તે જન્મમાં સાતમી નરકમાં જવા માટે અયોગ્ય હોય છે. (આથી પુરુષોને પણ અસમર્થ=હીન માનવા પડશે અને) તેથી, પુરુષોની મુક્તિનો પણ અભાવ થઈ જશે.
(હવે બીજા પક્ષની અનુચિતતા બતાવતાં પહેલાં દિગંબરોનો આશય સ્પષ્ટ કરાય છે)....