________________
षड्दर्शन समुशय भाग - २, श्लोक-५२, जैनदर्शन
નિરાશવચિત્તસંતતિને સાન્વય = વાસ્તવિકરૂપે પૂર્વોત્તરક્ષણોમાં પોતાની સત્તા રાખવાવાળી માનો છો અને તે નિરાશ્રચિત્તસંતતિને જ મોક્ષ માનો છો, તો તે તો અમને પણ માન્ય છે. આથી સિદ્ધસાધન છે. (અર્થાત્ જેને પ્રતિવાદિ (અમે જૈનો) સ્વીકારીએ છીએ તેવા સિદ્ધપદાર્થને સિદ્ધ કરવા તમે પ્રયત્ન કર્યો હોવાથી સિદ્ધસાધનદોષ આવે છે.)
તેવા પ્રકારની સાન્વય નિરાશ્રવચિત્તસંતતિમાં જ મોક્ષ સંગત થાય છે. જે બંધાયેલો હોય તે જ બંધનથી મુકાય છે. જે બંધાયેલો જ ન હોય, તે મુક્ત થતો નથી.
નિરાશ્રવચિત્તસંતતિને નિરન્વયમાનવાનો પક્ષ ઉચિત નથી, કારણ કે નિરન્વયસંતાનમાં અન્ય બંધાય છે અને અન્ય મુકાય છે અને તેથી જે બંધાયેલો છે, તે તો મુક્તિ માટે પ્રવૃત્તિ કરતો જ નથી અને તેમાં કૃતનાશ તથા અકૃતાભ્યાગ વગેરે દોષો પણ પાછળ પાછળ દોડતા આવે છે.
तथा यदुक्तं “कायक्लेशः” इत्यादि, तदसत्यं, हिंसाविरतिरुपव्रतोपबृंहकस्य कायक्लेशस्य कर्मत्वेऽपि तपस्त्वाविरोधात्, व्रताविरोधी हि कायक्लेशः कर्मनिर्जराहेतुत्वात्तपोऽभिधीयते । न चैवं नारकादिकायक्लेशस्य तपस्त्वप्रसङ्गः, तस्य हिंसाद्यावेशप्रधानतया तपस्त्वविरोधात्, अतः कथं प्रेक्षावतां तेन समानता साधुकायक्लेशस्यापादयितुं शक्या, यदपि शक्तिसङ्करपक्षे “स्वल्पेन" इत्यादि प्रोक्तं, तत्सूक्तमेव, विचित्रफलदानसमर्थानां कर्मणां शक्तिसङ्करे सति क्षीणमोहान्त्यसमयेऽयोगिचरमसमये चाक्लेशतः स्वल्पेनैव शुक्लध्यानेन तपसा प्रत्ययाभ्युपगमात्, जीवन्मुक्तेः परममुक्तेश्चान्यथानुपपत्तेः, स तु तच्छक्तिसङ्करो बहुतरकायक्लेशसाध्य इति युक्तस्तदर्थोऽनेकोपवासादिकायक्लेशाद्यनुष्ठानप्रयासः, तमन्तरेण तत्सङ्करानुपपत्तेः, ततः कथञ्चिदनवच्छिन्नो ज्ञानसन्तानोऽनेकविधतपोऽनुष्ठानान्मुच्यते, तस्य चानन्तचतुष्टयलाभस्वरूपो मोक्ष इति प्रतिपत्तव्यम् ।। ટીકાનો ભાવાનુવાદઃ - તથા “કાયફલેશ નારકાદિકાયસંતાપની જેમ કર્મના ફળભૂત હોવાથી પરૂપ નથી.” ઇત્યાદિ જે કહ્યું હતું તે અસત્ય છે. કારણ કે હિંસાદિની વિરતિરૂપ વ્રતનો ઉપબૃહક (ઉપકારક) કાયલેશ કર્મરૂપે હોવા છતાં, તપતરીકે માનવામાં વિરોધ નથી. કેમકે વ્રતનો અવિરોધી કાયફલેશ કર્મનિર્જરાનો હેતુ હોવાથી તપ કહેવાય છે. આ પ્રમાણે નારકાદિકાયક્લેશમાં તપ માનવાનો પ્રસંગ આવતો નથી. કારણકે તે કાયલેશમાં હિંસાદિ આવેશની પ્રધાનતા હોવાથી તપ