________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
અત્યંતઉચ્છેદ થઈ જાય છે, ત્યારે મોક્ષ થાય છે. વળી કોઈ જ્ઞાન આદિ સ્વભાવોમાં રહેવાવાળો અનુયાયીઆત્મા હોય તો તે મોક્ષમાં અનંતજ્ઞાનાદિસ્વભાવોને ધારણ કરી લેત. પરંતુ જ્ઞાનધારાને છોડીને આત્મા નામનો કોઈ અતિરિક્તપદાર્થ જ નથી કે તે શક્ય બને.)
વળી વાસ્તવિકતા તો એ છે કે આત્મદર્શીઓની = આત્માની સત્તા માનવાવાળાઓની મુક્તિ જ થઈ શકતી નથી. આત્મદર્શીઓની મુક્તિનો અભાવ આ પ્રમાણે છે - જે સ્થિરાદિસ્વરૂપ આત્માને જુએ છે. અર્થાત્ જે આત્માને નિત્ય રહેવાવાળો દેખે છે, તેના આત્મામાં સ્થિરતાનિત્યત્વઆદિ ગુણોના કારણે અવશ્ય સ્નેહ થશે. અર્થાત્ આત્મામાં સ્થિરતા-નિત્યત્વગુણદર્શનનિમિત્તક સ્નેહ અવશ્ય થશે. અને આત્માના સ્નેહ(રાગ)થી આત્માના સુખોમાં તૃપ્ત થતો (સુખો માટે) પ્રયત્ન કરતો થશે. તેના યોગે સુખોમાં અને સુખના સાધનોમાં (દોષો હોવા છતાં પણ તે) દોષોની ઉપેક્ષા કરીને (સુખો અને સુખના સાધનોમાં) ગુણોનો આરોપ કરે છે. (આ રીતે જેમાં દોષો છે, તેમાં પણ) ગુણોને જોનારો વ્યક્તિ (તે સુખોમાં) તૃપ્ત થતો (આ મારા સુખના સાધન છે,) આવા મમત્વપૂર્વક તે સાધનોને ગ્રહણ કરે છે. તેના યોગે પાપનો બંધ કરી સંસારપરિભ્રમણ કરે છે. તેથી જ્યાં સુધી આત્મદર્શન છે, ત્યાં સુધી સંસાર જ છે.
તેથી કહ્યું છે કે “જે આત્માને (નિત્યત્વઆદિસ્વરૂપે) જુએ છે, તેને આત્મામાં “હું છું” એ પ્રમાણેનો હંમેશાં માટે સ્નેહ થાય છે. આત્માના સ્નેહથી, તેના સુખો માટે પ્રયત્ન કરે છે. તે સુખોમાં ખુશ થાય છે, સુખોની તૃષ્ણા પેદા થાય છે. તેના યોગે થતા હિંસાદિ પાપોની ઉપેક્ષા કરે છે. (આથી) તૃષ્ણાના યોગે દોષવાળા સુખોમાં પણ ગુણોને જોતો, તે સુખોમાં ખુશ થતો, “આ સુખો મારા સુખના કારણ છે”—આવી સુખોમાં મારાપણાની બુદ્ધિથી સુખોના સાધનો ગ્રહણ કરે છે. તેથી જ્યાં સુધી આત્માનો અભિનિવેશ છે, ત્યાં સુધી સંસાર છે. આત્મા હોતે છતે આત્માથી ભિન્ન ચીજોમાં પારકાપણાની બુદ્ધિ થાય છે. અર્થાત્ “આ મારું અને આ પારકું” આવી બુદ્ધિ થાય છે. આવા સ્વ-પરના વિભાગના કારણે રાગ-દ્વેષ થાય છે. તે રાગ-દ્વેષની સાથે જોડાયેલા સર્વે દોષો (રાગ-દ્વેષના કારણે) આવીને ઉભા રહે છે. (તેનાથી સંસાર પરિભ્રમણ ચાલે છે.) ૧-૨-૩l”
તેથી મુક્તિને ઇચ્છતા જીવ વડે સ્ત્રી, પુત્રઆદિ પદાર્થોને અનાત્મ, અનિત્ય, અશુચિમય, અને દુઃખમય દેખવા જોઈએ. અને શ્રુતમયી = શાસ્ત્રાભ્યાસ કે શબ્દથી થવાવાળા પરાર્થાનુમાન તથા ચિન્તામયી = સ્વયં વિચારવું કે સ્વાર્થનુમાન - ભાવાનાઓદ્વારા ઉપરોક્તવિચારોને સતત વિચારતા રહેવું જોઈએ. આ પ્રમાણે વિચારતાં વિચારતાં સ્ત્રીઆદિ પદાર્થો ઉપરનો રાગ નાશ પામે છે. વારંવારના અભ્યાસથી તે પદાર્થો ઉપર વૈરાગ્ય ઉત્પન્ન થાય છે.
વૈરાગ્યદ્વારા અવિદ્યા અને તૃષ્ણારૂપઆશ્રવથી યુક્ત ચિત્તસંતતિસ્વરૂપ સંસારની વિનિવૃત્તિ