________________
५५२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
થાય છે - સંસારનો નાશ થાય છે. આ અવિદ્યા-તૃષ્ણાથી યુક્ત ચિત્તસંતતિનો નાશ જ મોક્ષ છે.
શંકા: ઉપરોક્ત સ્ત્રી આદિ પદાર્થોના વિષયમાં અનિત્યવાદિની ભાવાના ન ભાવવા છતાં પણ અર્થાત્ તાદશભાવનાના અભાવમાં પણ કાયફલેશ સ્વરૂપ તપથી સકલકર્મનો નાશ થાય છે અને તેનાથી મોક્ષ થઈ જશે. તો પછી તાદશભાવના ભાવવાની શી જરૂર છે. ?
સમાધાન : કાયક્લેશકર્મના ફળસ્વરૂપે હોવાના કારણે તપ નથી. જેમ નરકાદિમાં કાયાને સંતાપ થાય ત્યારે કાયફલેશ હોવા છતાં પણ, તે જીવોને તપ નામનો ધર્મ થતો નથી. કારણ કે તે જીવોને થયેલો કાયફલેશ કર્મના ફળસ્વરૂપ હોવાના કારણે તપરૂપ નથી અને તેથી કાયક્લેશસ્વરૂપ તપથી સકલકર્મનો ક્ષય થઈ શકશે નહિ. - મુક્તિ થઈ શકશે નહિ.
વળી કર્મ વિચિત્ર શક્તિવાળું હોય છે. (તે કર્મના કારણે જીવોને અનેકપ્રકારના શુભાશુભ ફળની પ્રાપ્તિ થાય છે. જો કર્મને વિચિત્રશક્તિવાળું માનશો નહિ, તો કોઈ ધનવાન, કોઈ દરિદ્ર, કોઈ કદરૂપો,કોઈ રૂપવાન, કોઈ દુર્ભાગ્યવાળો, કોઈ સૌભાગ્યવાળો હોય છે ઇત્યાદિ પ્રકારનું) વિચિત્રફળનું દાન બીજી રીતે સંગત થતું નથી. અર્થાત્ કર્મને એક જ પ્રકારનું માનવામાં આવે અને વિચિત્રશક્તિવાળું માનવામાં ન આવે તો કર્મના ફળમાં (ઉપરોક્ત) વિવિધતા આવી શકશે નહિ. પરંતુ જગતમાં વિવિધતા દેખાય છે, તે બીજી રીતે સંગત થતી ન હોવાથી કર્મને વિચિત્રશક્તિવાળું માનવું આવશ્યક છે.
તેથી કાયસંતાપ માત્રથી કેવી રીતે સર્વકર્મનો ક્ષય થાય ? કારણ કે માત્ર કાયસંતાપથી સર્વકર્મનો ક્ષય માનવાથી અતિવ્યાપ્તિ આવે છે. કેમકે નરકાદિ જીવોને ઉત્કટકોટીનો કાયક્લેશ હોવા છતાં સર્વકર્મનો ક્ષય થતો નથી. અર્થાતુ નરકાદિ જીવોમાં કાયક્લેશસ્વરૂપ કારણ હોવા છતાં સર્વકર્મક્ષયસ્વરૂપ કાર્ય દેખાતું નથી, માટે અતિવ્યાપ્તિ આવે છે.
આથી આવા વિચિત્રફળ આપવાવાળા વિચિત્રશક્તિવાળા કર્મનો, શરીરને ક્લેશ આપવાવાળા તપથી કેવી રીતે ક્ષય થાય ? એકરૂપવાળું કારણ અનેકરૂપવાળી વસ્તુને નષ્ટ કરી શકતું નથી.
શંકા : તપમાં એવી શક્તિ છે કે જેનાથી તે કર્મોની શક્તિમાં પરિવર્તન કરીને તેને સંકર એકરૂપમાં ફેરવી નાખે છે. તે એકરૂપમાં સર્વકર્મના ક્ષયનો સ્વભાવ પેદા થાય છે. તેથી એકરૂપવાળા તપથી પણ વિચિત્ર પ્રકારની શક્તિવાળા કર્મનો ક્ષય થાય છે. તેથી સર્વકર્મના ક્ષય માટે ભાવનાઓનો આગ્રહ કેમ રાખો છો ? સમાધાન [ટીકામાં “નન્વેના સ્થાને તન્નેવં વધુ ઉચિત લાગે છે.]