________________
५३६
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: શંકા કર્મનો અભાવ હોવા છતાં પણ પૂર્વપ્રયોગ આદિદ્વારા જીવની ઉર્ધ્વગતિ ભલે હોય ! તો પણ સર્વથા શરીરાદિપ્રાણોનો અભાવ હોવાથી મોક્ષાવસ્થામાં જીવમાં અજીવત્વ આવી જશે. કારણ કે પ્રાણોને ધારણ કરવું તે જ જીવન કહેવાય છે. મોક્ષમાં શરીરાદિપ્રાણો નથી, તો જીવના જીવનનો જ અભાવ હોવાથી, જીવ અજીવ બની જશે અને અજીવનો મોક્ષ હોતો નથી.
સમાધાન શરીરાદિનો આત્યંતિકવિયોગ તે મોક્ષ-” આવું અમે જે કહેલું, તેમાં તમે શંકા ઉભી કરી છે તે યોગ્ય નથી. કારણ કે તેવું કહેવા પાછળનો અમારો અભિપ્રાય તમે હજું વિવક્ષિત રીતે જાણ્યો જ નથી. પ્રાણો બે પ્રકારના છે. (૧) દ્રવ્યપ્રાણો અને (૨) ભાવપ્રાણો. મોક્ષાવસ્થામાં શરીરાદિ દ્રવ્યપ્રાણોનો જ અભાવ હોય છે. પરંતુ જ્ઞાનાદિભાવપ્રાણોનો અભાવ નથી. મોક્ષાવસ્થામાં ભાવપ્રાણો તો હોય જ છે.
જેથી કહ્યું છે કે - “સર્વકર્મનો ક્ષય થવાથી તે મુક્તાત્મા ક્ષાયિકસમ્યક્ત, અનંતજ્ઞાન, અનંતવીર્ય, અનંતદર્શન આ (પૂર્ણકક્ષાએ પહોંચેલા) આત્યંતિકગુણોથી તથા નિર્વશ્વસુખ વડે પણ યુક્ત હોય છે. (જેમાં દુ:ખની ભેળસેળ નથી તથા જે સુખ આવ્યા પછી ચાલી જતું નથી તે નિર્વજસુખ કહેવાય છે). જ્ઞાનાદિ ભાવપ્રાણો છે. મુક્તાત્મા પણ તે જ્ઞાનાદિભાવપ્રાણો દ્વારા જીવે છે. તેથી સર્વજીવોનું જીવત્વ નિત્ય હોય છે. (જે શબ્દથી મુક્તાત્માસિવાયના જીવો પણ જાણી લેવા.) II૧-રા”
તેથી અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતવીર્ય, અનંતસુખસ્વરૂપ જીવ સિદ્ધોને પણ હોય છે. સિદ્ધોનું સુખ સર્વ સાંસારિકસુખથી વિલક્ષણ પરમાનંદસ્વરૂપ હોય છે તે જાણવું.
શાસ્ત્રમાં પણ કહ્યું છે કે - “અવ્યાબાધસુખને પામેલા સિદ્ધોનું જે સુખ છે, તે સુખ મનુષ્યોનું પણ નથી કે સર્વદેવોનું પણ નથી. જો સર્વદેવોના સમુહનું સુખ ભેગું કરીને તેને અનંતગણું કરવામાં આવે તો પણ મુક્તિના સુખથી અનંતમાં ભાગે પણ થતું નથી. જો સિદ્ધોના સુખને ભેગું કરીને તેના અનંતમાં ભાગનું રૂપી બનાવીએ તો પણ તે લોકાલોકપ્રમાણ આકાશમાં સમાતું નથી. ll૧-૨-૩.” તથા યોગશાસ્ત્રમાં કહ્યું છે કે – “ત્રણ ભુવનમાં સુરેન્દ્રો, અસુરેન્દ્રો, નરેન્દ્રોનું જે સુખ છે, તે સુખ મોક્ષસુખની સંપત્તિથી અનંતમાં ભાગે પણ નથી. મોક્ષનું સુખ સ્વાભાવિક છે, ઇન્દ્રિયોથી અતીત અતીન્દ્રિય છે. તે નિત્ય છે. તેથી તે મોક્ષ ધર્મ, અર્થ, કામ અને મોક્ષરૂપ ચાર પુરુષાર્થમાં પરમપુરૂષાર્થ છે તથા ચતુર્વર્ગ અગ્રણી(શિરોમણી) કહેવાય છે. I૧-૨ા”