________________
५३२
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ
શંકાઃ શરીરનો આત્યંતિકવિયોગ ભલે થાય. કારણ કે દેહ સાદિ છે, પરંતુ રાગાદિસાથેનો આત્યંતિકવિયોગ અસંભવ છે. કારણ કે તે પ્રમાણથી બાધિત છે. તે પ્રમાણ આ રહ્યું. “જે ભાવ અનાદિ છે, તેનો વિનાશ થતો નથી. જેમકે આકાશ. તેમ રાગાદિ અનાદિ હોવાથી તેનો વિનાશ થઈ શકતો નથી.”
સમાધાન : જોકે જીવના રાગાદિ દોષો અનાદિ છે, તો પણ કોઈક જીવને સ્ત્રીના શરીરનું, સંસારના પદાર્થનું યથાવસ્થિતસ્વરૂપ સમજાતાં તેને રાગાદિની પ્રતિપક્ષભાવનાથી તે રાગાદિ દોષોનો પ્રતિક્ષણ અપચપ થતો જોવા મળે છે. અર્થાત્ જેના ઉપર રાગાદિ થયા છે, તેનું વાસ્તવિક સ્વરૂપ સમજાતાં પ્રતિપક્ષભાવનાના બળે તે રાગાદિનો અપચય થતો જોવા મળે છે. તેથી વિશિષ્ટ કાલાદિસામગ્રીના સદ્ભાવમાં ભાવનાના પ્રકર્ષથી રાગાદિનો નિર્ખલક્ષય પણ સંભવે છે. જો રાગાદિનો નિર્દૂલ સર્વથા ક્ષય નહિ સ્વીકારો તો રાગાદિના અપચયની પણ સિદ્ધિ થઈ શકતી નથી. જેમકે શીતસ્પર્શના કારણે શરીરમાં થયેલ રોમાંચ, હર્ષાદિ શીતસ્પર્શના પ્રતિપક્ષભૂત વનિની મંદતામાં તે મંદ થતા જોવા મળે છે અને વનિની ઉત્કર્ષતામાં સંપૂર્ણ નાશ થતા પણ જોવાય છે. આ પ્રમાણે અન્યઠેકાણે પણ પ્રતિપક્ષની અમંદતા(ઉત્કર્ષતા)માં નિરન્વયવિનાશ માનવો જોઈએ.
શંકા : જેમ જ્ઞાનાવરણીયકર્મના ઉદયમાં જ્ઞાનની મંદતા થાય છે અને તે કર્મના ઉદયની પ્રકર્ષતામાં જ્ઞાનનો નિરન્વયનાશ થતો નથી. એ પ્રમાણે પ્રતિપક્ષ ભાવનાનો ઉત્કર્ષ હોવા છતાં પણ રાગાદિનો અત્યંત ઉચ્છેદ થશે નહિ.
સમાધાન બાધ્ય (બાધિત થવા યોગ્ય) વસ્તુઓ બે પ્રકારની છે. (૧) સહભૂ સ્વભાવ. અર્થાત્ કાયમ માટે સાથે રહેનારા સ્વભાવવાળી વસ્તુ. (૨) સહકારિતારણોના કારણે ઉત્પન્ન થયેલા (વિકારયુક્ત) સ્વભાવવાળી વસ્તુ.
તેમાં જે સહભૂસ્વભાવવાળી વસ્તુ છે, તે ક્યારે પણ ઉત્કૃષ્ટબાધકના સદૂભાવમાં નિરન્વય વિનાશ પામતી નથી. જ્ઞાન આત્માનો સહભૂસ્વભાવ છે. આત્મા પરિણામિનિત્ય છે. તેથી અત્યંત પ્રકર્ષવાળા જ્ઞાનાવરણીયકર્મના ઉદયમાં પણ જ્ઞાનનો નિરન્વયવિનાશ થતો નથી. પરંતુ આત્માનો રાગાદિસ્વભાવ લોભાદિકર્મના વિપાકોદયસ્વરૂપ સહકારિના કારણે ઉત્પન્ન થયેલો છે. તેથી (સહકારિ એવા) કર્મનો નિર્મુલનાશ થતે છતે તે રાગાદિદોષો પણ નિર્મુલનાશ પામે છે.
પ્રયોગ : “જે સહકારિથી ઉત્પન્ન થયેલા સ્વભાવો છે, તે પ્રતિપક્ષભાવનાની મંદતામાં