________________
षड्दर्शन समुचय भाग - २, श्लोक - ५२, जैनदर्शन
શંકા : અમૂર્ત આત્માને હસ્તઆદિનો અસંભવ હોવાથી આદાનશક્તિનો અભાવ છે. તો આત્મા કર્મનું ગ્રહણ કેવી રીતે કરી શકે ?
५२९
ઃ
સમાધાન : તમારી શંકા જ અસ્થાને છે. તેથી તમારી આ વિષયમાં અનભિજ્ઞતા જણાય છે. કારણ કે કોના વડે આત્માની સર્વથા અમૂર્તતા સ્વીકારાયેલી છે ? કર્મ અને જીવનો સંબંધ અનાદિકાલથી છે. તેનાથી બંનેવચ્ચે એક અમૂર્ત અને એંકમૂર્ત હોવા છતાં પણ દૂધ-પાણીની જેમ એકત્વ નો પરિણામ થતે છતે આત્મા મૂર્ત જેવો થાય છે. અને કર્યગ્રહણમાં પ્રવર્તે છે તથા આત્મા હાથવગેરેના વ્યાપારથી કર્યગ્રહણમાં પ્રવર્તતો નથી. (કારણ કે તે કર્મ હાથથી ઉઠાવવાની ચીજ નથી, તે તો પુદ્ગલનો અત્યંત સૂક્ષ્મભાગ છે. આથી હાથવગેરેથી કર્મો ગ્રહણ થતા નથી.) પરંતુ રાગ-દ્વેષ-મોહના પરિણામસ્વરૂપ ચીકાશવાળા આત્મામાં કર્મયોગ્ય પુદ્ગલોનો સમુહ ચોટી જાય છે. અર્થાત્ ચીકાશવાળા શરીર ઉ૫ર જેમ ધૂળ લાગી જાય છે, તેમ રાગ-દ્વેષ-મોહના પરિણામથી યુક્ત ચીકાશવાળા આત્મા ઉપર પણ કર્મો લાગી જાય છે. આત્માના પ્રતિપ્રદેશઉપ૨ કર્મવર્ગણાના અનંતાપ૨માણુ ચોટી ગયેલા હોવાથી જીવ કર્મની સાથે એકીભાવને પામી ગયો છે. તેનાથી જીવ કથંચિત્મૂર્ત થઈ ગયો છે. તેથી સ્યાદ્વાદ વાદિઓવડે સંસારી અવસ્થામાં જીવને કથંચિત્મૂર્ત પણ સ્વીકારાયેલો છે.
તે બંધ પ્રશસ્ત અને અપ્રશસ્તના ભેદથી બે પ્રકારનો છે તથા પ્રકૃતિ, સ્થિતિ, ૨સ અને પ્રદેશના ભેદથી ચાર પ્રકારનો છે. પ્રકૃતિ એટલે સ્વભાવ. અર્થાત્ જેમ જ્ઞાનાવરણીયનો જ્ઞાન ઢાંકવાનો સ્વભાવ ઇત્યાદિ કર્મોના સ્વભાવને પ્રકૃતિ કહેવાય છે. પોતાના કષાયરૂપ પરિણામથી આત્મા ઉ૫૨ કર્મને રહેવાની કાલમર્યાદાને સ્થિતિ કહેવાય છે. અનુભાગ એટલે રસ અર્થાત્ કર્મની મંદ કે તીવ્રફળ આપવાની શક્તિ. કર્મના દળીયાના સંચયને પ્રદેશ કહેવાય છે. જ્ઞાનાવરણીયાદિ મૂલપ્રકૃતિના ભેદથી બંધ આઠ પ્રકારનો છે. ઉત્તરપ્રકૃતિના ભેદથી કર્મબંધ એકસો અઠ્ઠાવન પ્રકા૨નો છે. તે પણ તીવ્ર, તીવ્રત૨, મંદ, મંદતર આદિ ભેદથી અનેક પ્રકારના છે. ઇત્યાદિ કર્મગ્રંથથી જાણી લેવું. ૫૧॥
उक्तं बन्धतत्त्वम् निर्जरातत्त्वमाह
બંધતત્ત્વ કહેવાયું, હવે નિર્જરાતત્ત્વને કહે છે.
बद्धस्य कर्मणः साटो, यस्तु सा निर्जरा मता ।
आत्यन्तिको वियोगस्तु देहादेर्मोक्ष उच्यते ।। ५२ ।।
શ્લોકાર્થ આત્મા ઉપર બંધાયેલા કર્મનું જે ખરી પડવું તે નિર્જરા કહેવાય છે. દેહાદિના આત્યંતિક વિયોગને મોક્ષ કહેવાય છે. ૫૨