________________
४४६
षड्दर्शन समुचय भाग -२, श्लोक, ४८-४९, जैनदर्शन
શંકા : તે ચેતનાનો કર્તા જીવ હોય છે. તેથી સચેતનજીવ જ બની શકે અને તેથી ‘પ્રત્યયા' પ્રતીતિ આત્મામાં જ થાય છે, તેમ માન્યાવિના ચાલે તેમ નથી.
સમાધાન (ચાર્વાક) : “જીવ ચેતનાનો કર્તા છે-“આ તમારી વાત ઉચિત નથી, કારણ કે આત્મા વિદ્યમાન જ નથી. અર્થાત્ આત્મા જેવી કોઈ ચીજ પ્રતીત થતી નથી. તેથી ચેતનાના કર્તા તરીકે આત્માને કહેવો અયોગ્ય છે. અસતુવસ્તુને પણ કર્તા માનવામાં આવશે તો આકાશકુસુમથી પણ ચેતનાની ઉત્પત્તિ માનવી પડશે. અર્થાતુ આકાશકુસુમ પણ ચેતનાનો કર્તા બનવાની આપત્તિ આવશે.
તેથી પ્રસિદ્ધ એવા શરીરને જ “જાણવું, દેખવું' ઇત્યાદિ ચેતનાનો કર્તા માનવો યુક્ત છે અને તેવા પ્રકારના અન્વયે - વ્યતિરેકથી પણ ચેતનાના કર્તા તરીકે શરીર જ સિદ્ધ થાય છે.
અહીં પ્રયોગ આ પ્રમાણે છે. - જે જેના અન્વય-વ્યતિરેકને અનુસરે છે, તે તેનું કાર્ય કહેવાય છે. જેમ કૃતિંડનું કાર્ય ઘટ. અર્થાત્ “જ્યાં મૃત્પિડ છે ત્યાં ઘટ છે અને જ્યાં મૃત્પિડ નથી ત્યાં ઘટ નથી' આવા અન્વય – વ્યતિરેકથી મૃપિંડના કાર્યતરીકે ઘટની સિદ્ધિ થાય છે. આ જ રીતે શરીરના અન્વય-વ્યતિરેકને ચૈતન્ય અનુસરે છે અર્થાત્ “જ્યાં શરીર છે ત્યાં ચૈતન્ય છે' તથા
જ્યાં શરીર નથી ત્યાં ચૈતન્ય નથી' આવા પ્રકારના અન્વય-વ્યક્તિરેકથી શરીર અને ચૈતન્યમાં કાર્યકારણભાવ સિદ્ધ થાય છે. આથી ચૈતન્યના કર્તાતરીકે શરીરની સિદ્ધિ થાય છે.
જગતમાં જે જે પદાર્થોવચ્ચે કાર્ય-કારણભાવ જોવા મળે છે, તે અન્વય-વ્યતિરેકના યોગે જોવા મળે છે.
અને આવા અન્વય-વ્યતિરેક અહીં ઉપલબ્ધ થાય છે “શરીર હોતે છતે ચૈતન્ય ઉપલબ્ધ થાય છે’ અને ‘શરીરના અભાવમાં ચૈતન્ય ઉપલબ્ધ થતું નથી'.
આવા અન્વય-વ્યતિકરથી શરીર-ચૈતન્યવચ્ચે કાર્ય-કારણભાવ સિદ્ધ થાય છે. તેથી ચૈતન્યનો કર્તા શરીર જ છે.
શંકા : મૃતશરીરમાં ચૈતન્યની ઉપલબ્ધિ થતી નથી. આથી ચૈતન્ય અને શરીરવચ્ચે અન્વયવ્યતિરેકથી અવિનાભાવ બતાવ્યો હતો તે અસિદ્ધ છે. કારણકે મૃતશરીરમાં ચૈતન્ય ન હોવાથી અન્વય-વ્યતિરેકઅનુવિધાયિત્વ નથી.
સમાધાન : (ચાર્વાક): મૃત અવસ્થામાં વાયુ અને તેજસ્ નો અભાવ હોવાથી શરીરનો જ અભાવ છે, કારણ કે વિશિષ્ટભૂતના સંયોગને જ શરીરતરીકે પ્રતિપાદિત કરેલું છે. અર્થાત્
જ્યારે વિશિષ્ટભૂતોનો સંયોગ હોય ત્યારે જ તે શરીર કહેવાય છે. મૃતઅવસ્થામાં વાયુ-અગ્નિનો અભાવ હોવાથી વિશિષ્ટભૂતોનો સંયોગ નથી. તેથી વિવક્ષિતશરીર નથી