________________
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
दण्डादिषु प्रायोगिकी वैनसिकी च क्रिया भवति तानि दण्डादीनि निमित्तकारणम् । यत्र तु धर्मादिद्रव्येषु वैस्रसिक्येव क्रिया तानि निमित्तकारणान्यपि विशेषकारणताज्ञापनार्थमपेक्षाकारणान्युच्यन्ते । धर्मादिद्रव्यगतक्रियापरिणाममपेक्षमाणं जीवादिकं गत्यादिक्रियापरिणतिं पुष्णातीति कृत्वा ततोऽत्र धर्मोऽपेक्षाकारणम् १। ટીકાનો ભાવાનુવાદઃ
જીવથી વિપરીત અજીવ છે. અર્થાત્ જીવના વિશેષણોથી વિપરીતવિશેષણોવાળો અજીવ છે. જીવથી અન્યથાસ્વરૂપવાળું અજીવ છે. જીવ જ્ઞાનાદિધર્મોવાળો છે. તો અજીવ અજ્ઞાનાદિ ધર્મોવાળો છે. જીવ જ્ઞાનાદિ ધર્મોથી ભિન્નભિન્ન છે, તો અજીવ અજ્ઞાનાદિધર્મોથી ભિન્નભિન્ન છે. જીવ રૂપાદિરહિત છે, તો અજીવ રૂપાદિસહિત છે. વળી અજીવ રૂપાદિચારથી ભિન્નભિન્ન છે. જીવ મનુષ્ય, દેવાદિ બીજાભવોમાં જનારો છે. અજીવ ભવાન્તરગામી નથી. જીવ જ્ઞાનાવરણીયાદિકર્મોનો કર્તા અને ભોક્તા છે. તો અજીવ જ્ઞાનાવરણીયાદિકર્મોનો કર્તા કે ભોક્તા નથી. અજીવ જડસ્વરૂપ છે. અજીવના પાંચ પ્રકાર છે. (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) આકાશાસ્તિકાય, (૪) કાલ, (૫) પુદ્ગલાસ્તિકાય.
તેમાં ધર્મ લોકાકાશમાં વ્યાપ્ત છે, નિત્ય છે, અવસ્થિત છે, અરૂપી છે, અસ્તિકાય દ્રવ્ય છે, અસંખ્યપ્રદેશવાળો છે, જીવ અને પુદ્ગલની ગતિમાં સહાયક છે.
અહીં નિત્ય' શબ્દથી એ સૂચના કરે છે કે ધર્માસ્તિકાય સ્વભાવથી નાશ પામતું નથી. અર્થાત્ તેનો સ્વભાવ નિત્ય છે, નાશ પામતો નથી.
અવસ્થિત' શબ્દ દ્વારા ધર્માસ્તિકાય ન્યૂનાધિક થતું નથી, તે પ્રગટ થાય છે. અર્થાત્ તે એક અખંડદ્રવ્ય જ રહે છે, તે બે પણ થતું નથી કે શૂન્ય પણ થતું નથી.
વળી અન્યૂનાધિકતા પદદ્વારા એ સૂચિત થાય છે કે અનાદિ-સાંતતા તથા (અનિયત) પરિમાણ દ્વારા ધર્માસ્તિકાય તત્ત્વ વ્યભિચરિત થતું નથી. કારણકે ધર્માસ્તિકાય અનાદિ અનંત અને (જેમાં પ્રદેશોની વધઘટ થતી નથી તેવા નિયત) પરિમાણવાળું તત્ત્વ છે.
અરૂપી પદના ગ્રહણથી ધર્માસ્તિકાય અમૂર્ત કહેવાય છે. જેમાં રૂપ, રસ, ગંધ, સ્પર્શથી બાહ્યપરિણામ હોય તે અમૂર્ત કહેવાય છે. અર્થાત્ જેમાં રૂપાદિ ન હોય તે અમૂર્ત કહેવાય છે. જેનામાં રૂપ, રસ, ગંધ, સ્પર્શ હોય તે મૂર્ત કહેવાય છે અને જેનામાં રૂપાદિ નથી હોતા તે અમૂર્ત કહેવાય છે. તથા મૂર્તિને સ્પર્શાદિ વ્યભિચરિત કરતા નથી. કારણ કે રૂપાદિ અને મૂર્તિને સહચારિસંબંધ