________________
५२४
षड्दर्शन समुशय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
ટીકાનો ભાવાનુવાદ: હવે કાર્યાનુમાન બતાવે છે - “સર્વેજીવોમાં આત્મા એક હોવા છતાં પણ કોઈક માણસ છે, કોઈક પશુ છે, ઇત્યાદિ જાતિવગેરેમાં તથા કોઈ રૂપાળો છે, કોઈ કદરૂપો છે ઇત્યાદિ શરીર વગેરેમાં જે વિચિત્રતા છે, તેનું કોઈક કારણ છે. કારણકે તે કાર્ય છે. જેમકે નાના-મોટા ઘટની વિચિત્રતામાં માટી, દંડ, ચક્ર, ચીવરાદિ સામગ્રીથી યુક્ત કુલાલ કારણ છે.”
આમ મનુષ્યવગેરે જાતિમાં તથા શરીરની રચનામાં જે વિચિત્રતા છે, તેનું કોઈક અદૃષ્ટ કારણ છે. તેથી દષ્ટ એવા માતા-પિતાદિ તે વિચિત્રતામાં કારણ છે એવું કહેવું જોઈએ નહિ. કારણ કે (માતા-પિતાદિ) હેતુ સમાન હોવા છતાં પણ (એક જ માતાના સંતાનોમાં) કોઈ કદરૂપો છે, કોઈ રૂપાળો છે, આવી દેહાદિની વિચિત્રતા જોવા મળે છે અને તે દેહાદિની વિચિત્રતાનો અદૃષ્ટ એવા શુભ કે અશુભકર્મ નામના હેતુવિના બીજાકોઈનો અભાવ છે. અર્થાત્ શુભાશુભ અદષ્ટ=કર્મ વિના તે વિચિત્રતા સંગત થતી નથી.
આથી શુભદેહાદિ પુણ્યકર્મનું કાર્ય છે અને અશુભદેહાદિ પાપકર્મનું કાર્ય છે. આ રીતે કાર્યાનુમાન છે.
અથવા સર્વજ્ઞ ભગવંતના વચનપ્રામાણ્યથી પુણ્ય-પાપ બંનેની સત્તા સ્વીકારવી જોઈએ. આ વિષયમાં વિશેષજિજ્ઞાસુઓએ વિશેષાવશ્યકભાષ્યની ટીકા જોવી જોઈએ.
अथास्रवमाह । “मिथ्यात्वाद्यास्तु हेतवः” इत्यादि । असद्देवगुरुधर्मेषु सद्देवादिबुद्धिर्मिथ्यात्वम् । हिंसाद्यनिवृत्तिरविरतिः । प्रमादो मद्यविषयादिः । कषायाः क्रोधादयः । योगा मनोवाकायव्यापाराः । अत्रैवमक्षरघटना। मिथ्यात्वाविरत्यादिकाः पुनर्बन्धस्य ज्ञानावरणीयादिकर्मबन्धस्य ये हेतवः, स आस्रवो जिनशासने विज्ञेयः । आस्रवति कर्म एभ्यः स आस्रवः । ततो मिथ्यात्वादिविषया मनोवाक्कायव्यापारा एव शुभाशुभकर्मबन्धहेतुत्वादास्रव इत्यर्थः । अथ बन्धाभावे कथमास्रवस्योपपत्तिः, आस्रवात् प्राग्बन्धसद्भावे वा न तस्य बन्धहेतुता, प्रागपि बन्धस्य सद्भावात् । नहि यद्यद्धेतुकं तत्तदभावेऽपि भवति, अतिप्रसङ्गात् । असदेतत्, यत आस्रवस्य पूर्वबन्धापेक्षया कार्यत्वमिष्यते, उत्तरबन्धापेक्षया च कारणत्वम् । एवं बन्धस्यापि पूर्वोत्तरानवापेक्षया कार्यत्वं कारणत्वं च ज्ञातव्यं, बीजाङ्कुरयोरिव बन्धास्रवयोरन्योन्यं कार्यकारणभावनियमात् । नचैवमितरेतराश्रयदोषः, प्रवाहापेक्षयानादित्वात् । अयं