________________
५२६
षड्दर्शन समुझय भाग - २, श्लोक - ५०, जैनदर्शन
મલિનભાવો ઉત્પન્ન થાય છે. આથી પૂર્વબંધની અપેક્ષાએ આશ્રવ કાર્ય છે, બંધ કારણ છે. તથા ઉત્તરબંધની અપેક્ષાએ આશ્રવ કારણ છે. અર્થાત્ આત્મામાં પડેલા મિથ્યાત્વાદિ મલિનભાવો કર્મબંધનું કારણ બને છે. આથી ઉત્તરબંધની અપેક્ષા આશ્રવ કારણ છે, કર્મબંધ કાર્ય છે. આ રીતે બંધ પણ પૂર્વ-ઉત્તર આશ્રવની અપેક્ષાએ કાર્ય અને કારણ જાણવું. બીજા અને અંકુરાની જેમ બંધ અને આશ્રવમાં પરસ્પર કાર્યકારણભાવ નિયામક છે. અર્થાત્ અંકુરાનું કારણ બીજ છે અને અંકુરો કાર્ય છે. ત્યારબાદ અંકુરામાંથી ક્રમિકવિકાસ થતાં ધાન્યોત્પત્તિ થાય છે, ત્યારે અંકુરો કારણ બને છે અને બીજ કાર્ય છે. આમ અંકુરા અને બીજવચ્ચે પરસ્પર કાર્ય-કારણ ભાવ છે, તેમ મિથ્યાત્વાદિ મલિનભાવોને યોગે કર્મબંધ થાય, ત્યારે મિથ્યાત્વાદિઆશ્રવો કારણ બને છે અને બંધ કાર્ય બને છે અને કર્મબંધના કારણે મિથ્યાત્વાદિ મલિનભાવો પેદા થાય, ત્યારે કર્મબંધ કારણ બને છે, મિથ્યાત્વાદિઆશ્રવો કાર્યો બને છે. આમ આશ્રવ અને બંધ વચ્ચે પરસ્પર કાર્યકારણભાવ છે.
તથા આ રીતે આશ્રવ અને બંધ વચ્ચે પરસ્પર કાર્યકારણભાવ કહેતાં ઇતરેતરાશ્રયદોષ આવતો નથી. અર્થાત્ એકબીજાઉપર આધાર રાખવો તે અન્યોન્યાશ્રય(ઇતરેતરાશ્રય) દોષ કહેવાય છે. “આશ્રવ બંધથી ઉત્પન્ન થાય છે અને આશ્રવથી બંધ ઉત્પન્ન થાય છે. આવો અન્યોન્યાશ્રયદોષ હોવાથી બંનેમાંથી એકપણની સિદ્ધિ થતી નથી” - આવું ન કહેવું. કારણ કે આશ્રવ અને બંધનો પ્રવાહ અનાદિ હોવાથી ઇતરેતરાશ્રયદોષ આવતો નથી. અર્થાતુ અનાદિ કાલથી પૂર્વબંધથી આશ્રવ, તેનાથી ઉત્તરબંધ, તેનાથી આશ્રવ, તેનાથી ઉત્તરોત્તર બંધ, આ રીતે બંને પ્રવાહની અપેક્ષાએ અનાદિ છે.
જો તે આશ્રવને બંધનો હેતુ અને તેના તે જ આશ્રવને જ બંધનું કાર્ય કહીએ તો અન્યોન્યાશ્રયદોષ આવે. પરંતુ એવું તો નથી. પુણ્ય બંધ અને પાપ બંધના હેતુરૂપ આશ્રવ બે પ્રકારનો છે.
આ બંને પ્રકારનો આશ્રવ પણ મિથ્યાત્વાદિઉત્તરભેદની અપેક્ષાથી તથા ઉત્કર્ષ-અપકર્ષના ભેદની અપેક્ષાથી અનેક પ્રકારનો છે.
આ શુભાશુભ મન-વચન-કાયાના વ્યાપારસ્વરૂપ આશ્રવની સ્વાત્મામાં (પોતાના આત્મામાં) સ્વસંવેદનાદિપ્રત્યક્ષથી સિદ્ધિ થાય છે. બીજાના આત્મામાં આ આશ્રવ, તેના વચન અને કાયયોગના વ્યાપારથી કોઈકને પ્રત્યક્ષ થાય જ છે અને શેષમનોયોગના વ્યાપારરૂપ આશ્રવ કાર્ય જોઈને અનુમાનથી જણાય છે. આમ સ્વ-પરના આત્મામાં પ્રત્યક્ષ અને અનુમાનથી આશ્રવની સિદ્ધિ થાય છે. આશ્રવતત્ત્વની સિદ્ધિમાં આગમપ્રમાણ તો છે જ. તેથી આશ્રવ તત્ત્વની સત્તા સ્વીકારવી જોઈએ. પવા