________________
षड्दर्शन समुचय भाग -२, श्लोक-५०, जैनदर्शन
५२३
સમાધાન આવું ન કહેવું. કારણ કે જે કારણથી જ દૃષ્ટફળવાળી કૃષિવગેરે ક્રિયાઓમાં ઘણા લોકો પ્રવર્તે છે તથા અદષ્ટફળવાળી દાનાદિશુભક્રિયાઓમાં અલ્પ જ લોકો પ્રવર્તે છે, તે કારણથી જ કૃષિ અને હિંસાદિ દષ્ટફળવાળી ક્રિયાઓ અદષ્ટ એવા ફળવાળી પણ સ્વીકારવી જ જોઈએ. (કારણ કે તમે અલ્પ લોકોને પણ અદૃષ્ટફળવાળી ક્રિયામાં લોકોને પ્રવર્તતા સ્વીકારેલ છે) તથા પાપસ્વરૂપ અદષ્ટફળ વિના અનંત કાલથી ચાલી આવતી જીવની સત્તા સંગત થતી નથી. તે લોકો કૃષિ, હિંસાઆદિ ક્રિયાનિમિત્તક અનભિલષિત પણ પાપ સ્વરૂપ અદૃષ્ટફળને બાંધીને અનંતસંસારમાં પરિભ્રમણ કરતા અનંતકાલથી સંસારમાં રહે છે.
વળી જો કૃષિ અને હિંસાદિ અશુભક્રિયાઓનું પાપ સ્વરૂપ અદૃષ્ટફળ સ્વીકારવામાં નહિ આવે તો, તેના સર્વે પણ કર્તાઓ અદૃષ્ટફળનો અભાવ હોવાથી મરણ પછી તુરત જ વિના પ્રયત્ન મુક્તિમાં જશે. તેથી પ્રાય: આખો સંસાર શુન્ય જ બની જશે. તેથી સંસારમાં કોઈ દુ:ખી જ મળશે જ નહિ તથા દાનાદિશભક્રિયાઓ કરનારા અને તેના શુભવિપાકને જ અનુભવ કરનાર માત્ર સર્વઠેકાણે ઉપલબ્ધ થશે.
આ સંસારમાં ઘણા લોકો દુ:ખી દેખાય છે. પરંતુ અલ્પ લોકો જ સુખી દેખાય છે. તેનાથી જણાય છે કે દુ:ખી જીવોને કૃષિ, વાણિજ્ય, હિંસાદિ અશુભક્રિયાનિમિત્તક અદૃષ્ટ પાપસ્વરૂપ ફળનો વિપાક છે. અને સુખી જીવોને દાનાદિશભક્રિયાનિમિત્તક અદૃષ્ટ પુણ્યસ્વરૂપ ફળનો વિપાક છે.
શંકા: સંસારમાં સુખી જીવો ઘણા હોય અને દુ:ખી જીવો અલ્પ હોય - આવો વ્યત્યય શાથી થતો નથી ?
સમાધાન : વ્યત્યય ન થવાનું કારણ એ છે કે સંસારમાં અશુભક્રિયાઓનો આરંભ કરનારા જ ઘણા હોય છે. શુભક્રિયાઓના આરંભ કરનારા ઓછા જ હોય છે - આ રીતે કારણાનુમાન છે.
अथ कार्यानुमानम् - जीवानामात्मत्वावशेषेऽपि नरपश्चादिषु देहादिवैचित्रस्य कारणमस्ति, कार्यत्वात्, यथा घटस्य मृदण्डचक्रचीवरादिसामग्रीकलितः कुलालः । नच दृष्ट एव मातापितादिकस्तस्य हेतुरिति वक्तव्यं, दृष्टहेतुसाम्येऽपि, सुरूपेतरादिभावेन देहादीनां वैचित्र्यदर्शनात्, तस्य चादृष्टशुभाशुभकर्माख्यहेतुमन्तरेणाभावात् । अत एव शुभदेहादीनां पुण्यकार्यत्वं, इतरेषां तु पापकार्यत्वमिति कार्यानुमानम् । सर्वज्ञवचनप्रामाण्याद्वा पुण्यपापयोरुभयोः सत्ता प्रतिपत्तव्या । विशेषार्थिना तु विशेषावश्यकटीकावलोकनीयेति ।।