________________
५०२
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
તેમાં પ્રથમ ચાર એકદ્રવ્ય છે. જીવો અને પુગલો અનેકદ્રવ્યો છે. અર્થાત્ પ્રથમ ચાર એક જ દ્રવ્યો છે. જ્યારે જીવો અને પુદ્ગલો અનેક છે. પુદ્ગલસિવાયના પાંચદ્રવ્યો અમૂર્ત છે. પુદ્ગલો મૂર્ત જ છે.
શંકા : જીવદ્રવ્ય અરૂપિ હોવા છતાં પણ જીવનો ઉપયોગસ્વભાવ હોવાના કારણે ઉપયોગ સ્વભાવત્વેન સ્વસંવેદનથી જીવ સંવેદ્ય છે. આથી જીવનું અસ્તિત્વ શ્રદ્ધાપથમાં આવી શકે છે. અર્થાત્ જીવ અરૂપિ હોવા છતાં તેનો જ્ઞાનદર્શનરૂપ ઉપયોગસ્વભાવ “હું સુખી છું,” “હું જાણું છું” ઇત્યાદિ સ્વસંવેદનપ્રત્યક્ષથી અનુભવમાં આવે છે. આથી તેની સત્તા માનવામાં વાંધો આવતો નથી. પરંતુ ધર્માસ્તિકાયાદિનું ક્યારે પણ સ્વસંવેદન થતું નથી. કારણ કે તે અચેતન છે તથા નિત્ય=હંમેશાં અરૂપિ હોવાના કારણે બીજું કોઈપણ તેને પ્રત્યક્ષથી જાણી શકતું નથી. તેથી કેવી રીતે તે ધર્માસ્તિકાયાદિની સત્તા શ્રદ્ધાપથમાં આવી શકે ?
સમાધાન: “પ્રત્યક્ષથી જે પદાર્થ ઉપલબ્ધ ન થતો હોય તે સર્વથા હોતો જ નથી, જેમ સસલાનું શીંગડું.” આવું એકાંતથી ન માનવું જોઈએ. કારણકે લોકમાં બે પ્રકારે (પદાર્થોની) અનુપલબ્ધિ થતી હોય છે. (૧) અવિદ્યમાનપદાર્થની અનુપલબ્ધિ, જેમકે ઘોડાના મસ્તક ઉપર શીંગડા. (૨) વિદ્યમાનપદાર્થની અનુપલબ્ધિ.
જે સત્સ્વભાવવાળા પદાર્થોની પણ અનુપલબ્ધિ થાય, તેના અહીં આઠ પ્રકારે વિભાગ પડે છે - (૧) સતુસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ અતિદૂર હોવાથી છે. (૨) સત્સ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ અતિનજીક હોવાથી છે. (૩) સતુસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ ઇન્દ્રિયોના ઘાત થયો હોવાથી છે. (૪) સત્સ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ (ઇન્દ્રિયોનો વ્યાપાર હોવા છતાં) મન બીજે ઠેકાણે હોવાથી છે. (૫) સતુસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ પદાર્થની સૂક્ષ્મતાના કારણે છે. (૯) સતસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ પદાર્થ ઉપર આવરણ હોવાથી છે. (૭) સત્ સ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ તે પદાર્થ બીજા પદાર્થથી અભિભૂત થયો હોવાથી છે. (૮) સતસ્વભાવવાળા પદાર્થની અનુપલબ્ધિ સમાનપદાર્થોમાં મળી જવાના કારણે છે.
તેમાં (૧) અતિદૂરનો વ્યપદેશ દૂરદેશવર્તી પદાર્થમાં, અતીત-અનામિકાલીન પદાર્થમાં અને સ્વભાવથી અતીન્દ્રિય પદાર્થોમાં થાય છે. અર્થાત્ પદાર્થ દૂર દેશમાં રહેલો હોય, અતીતકાલ કે અનાગતકાલસંબંધી હોય અથવા સ્વભાવથી અતીન્દ્રિય હોય તો, તેની અનુપલબ્ધિ છે. અર્થાત્ દેવદત્તની અનુપલબ્ધિ દેશવિપ્રકર્ષના કારણે છે. બીજાગામ ગયેલો દેવદત્ત દેખાતો નથી. તેથી તે શું નથી ? તે છે જ. પરંતુ દેશવિપ્રકર્ષના કારણે ઉપલબ્ધ થતો નથી. આ રીતે દેશવિપ્રકર્ષના કારણે સમુદ્રનો બીજોકિનારો તથા મેરુપર્વત વગેરે વિદ્યમાન હોવા છતાં પણ ઉપલબ્ધ થતા નથી.