________________
५०८
षड्दर्शन समुश्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
માછલીનો તરવાનો સ્વભાવ પોતાનો જ છે. પરંતુ પાણીરૂપ નિમિત્તની આવશ્યકતા હોય છે. તેથી માછલીને તરવામાં પાણી નિમિત્તકારણતયા ઉપકારક બને છે. પરંતુ પાણી બલાત્કારે માછલીને તરાવતું નથી. તથા જેમ પરિણામિનારણ માટીથી ઘટના કર્તા કુંભકારને ઘટ બનાવવામાં દંડાદિ નિમિત્ત બને છે તથા જે રીતે આકાશમાં ફરતા પક્ષીઓને આકાશ અપેક્ષા કારણ છે. પરંતુ સમુદ્ર વગેરેનું પાણી ગતિનું કારણ નથી. ગતિ કરવાની ઇચ્છાવિનાના માછલાને પણ સમુદ્રનું પાણી બલાત્કારે તરવાની પ્રેરણા કરીને ગતિ કરાવતું નથી. અથવા પૃથ્વી સ્વયં ઉભા રહેલા દ્રવ્યને ઉભા રહેવાનું સ્થાન આપે છે. પરંતુ નહિ ઉભા રહેતા દ્રવ્યને બલાત્કારે ઉભી રાખતી નથી. અથવા આકાશ પણ સ્વયં જ અવગાહના કરતા દ્રવ્યને નિમિત્તકારણ બનીને અવગાહ (અવકાશ) આપે છે. પરંતુ અવગાહનાને નહિ ઇચ્છતાને પણ અવકાશ આપતું નથી. કારણ કે પોતે માત્ર સહાયક જ છે. સ્વયં જ ખેતીના આરંભમાં પ્રવર્તેલા ખેડૂતોને વરસાદ અપેક્ષાકારણ તરીકે જોવાય છે. પરંતુ વરસાદનું પાણી ખેતીના આરંભમાં નહિ પ્રવર્તેલા મનુષ્યોને ખેતીના આરંભમાં પ્રવર્તાવતું પ્રતીત થતું નથી. કહેવાનો આશય એ છે કે વરસાદ ખેડૂતોને હાથમાં હળ પકડાવતું નથી. પરંતુ વરસાદ પડતાં ખેડૂતો સ્વયં હળ ચલાવવાનું કાર્ય કરે છે. તેમાં નિમિત્ત વરસાદ બન્યો છે.
અથવા વર્ષાઋતુમાં નવા વાદળાંના ધ્વનિના શ્રવણના નિમિત્તથી ગર્ભ ધારણ કરેલી બગલીઓ સ્વયં જ પ્રસરે છે. પરંતુ ગર્ભને નહિ ધારણ કરેલી તે બગલીઓને નવા વાદળાના અવાજમાત્રથી એકાએક પ્રસવ થતો નથી. અર્થાત્ બગલીઓના ગર્ભપ્રસવમાં મેઘનો અવાજ નિમિત્ત બને છે.
પાપોથી અને સંસારથી સ્વયં વિરક્તપુરુષને પાપો અને સંસારની અસારતાનો પ્રતિબોધ કરાવીને પ્રતિબોધ પાપો કે સંસારનો ત્યાગ કરવામાં નિમિત્ત બને છે. પરંતુ અવિરક્ત આત્માને પ્રતિબોધ બલાત્કારે સંસારથી વિરામ પમાડતો નથી.
વળી ગતિમાં સ્વયં પરિણતદ્રવ્યોને ગતિમાં ઉપકારક તરીકે અવગાહલક્ષણવાળું આકાશ દ્રવ્ય ઘટતું નથી. કારણ કે ધર્માસ્તિકાયનો જ તે ઉપકાર જોવાયેલો છે. તે જ રીતે સ્થિતિમાં ઉપકારકદ્રવ્ય અધમાંસ્તિકાય જ છે. અવકાશ નહિ.
તથા એકદ્રવ્યનો બીજદ્રવ્યથી કોઈક અસાધારણગુણ માનવો જ જોઈએ. (તો જ તે બંનેમાં ભિન્નતા સિદ્ધ થાય.) ધર્માસ્તિકાય કે અધર્માસ્તિકાય આકાશથી ભિન્નદ્રવ્ય છે. તેનો નિશ્ચય યુક્તિથી કે આગમથી કરવો જોઈએ. અર્થાત્ કોઈપણ સ્વતંત્રદ્રવ્યનો નિશ્ચય આગમથી કે યુક્તિથી કરવો જોઈએ. તે ત્રણેની સ્વતંત્રદ્રવ્ય તરીકે સિદ્ધિ કરતી યુક્તિઓ આગળ અપાશે. આગમ આ પ્રમાણે છે “હે ભગવાન્ ! દ્રવ્યો કેટલા પ્રકારના કહ્યા છે ? હે ગૌતમ ! દ્રવ્યો છે