________________
षड्दर्शन समुञ्चय भाग - २, श्लोक, ४८-४९, जैनदर्शन
૧૦૭
स्वतःपरिणामाविर्भावात् परिणामिकर्तृनिमित्तकारणत्रयव्यतिरिक्तोदासीनकारणान्तरसापेक्षात्मलाभे, अस्वाभाविकपर्यायत्वे सति कदाचिद्भावात्, उदासीनकारणपानीयापेक्षात्मलाभझषगतिवत् । इति धर्माधर्मयोः सिद्धिः २ । ટીકાનો ભાવાનુવાદ
શંકા : દેશાંતર ગયેલા જે દેવદત્તાદિ ઉદાહરણો તમે બતાવ્યા, તે દેવદત્તાદિ અહીં રહેલા આપણને અપ્રત્યક્ષ છે. પરંતુ દેશાંતરમાં રહેલા કેટલાક લોકોને તો પ્રત્યક્ષ જ છે. તેથી તેઓની વિદ્યમાનતા પ્રતીત છે. પરંતુ ધર્માસ્તિકાયાદિદ્રવ્ય કોઈપણ વ્યક્તિઓવડે ક્યારે પણ ઉપલબ્ધ થયા નથી. તેથી તેઓની સત્તાનો નિશ્ચય કેવી રીતે કરી શકાય ?
સમાધાન : જેમ દેશાંતરમાં ગયેલા દેવદત્તાદિ કેટલાક લોકોને પ્રત્યક્ષ હોવાથી, તેઓની સત્તાનો નિશ્ચય કરાય છે. તેમ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો પણ કેવલજ્ઞાનિઓને પ્રત્યક્ષ હોવાથી શું તેમની સત્તાનો નિશ્ચય ન કરી શકાય ? કરી જ શકાય છે. અથવા પરમાણુઓ નિત્ય અપ્રત્યક્ષ હોવા છતાં પણ (પરમાણુથી ઉત્પન્ન થયેલા) પોતાના કાર્યોથી અનુમેય છે, તેમ ધર્માસ્તિકાયાદિ પણ શું પોતાના કાર્યોથી અનુમેય નથી ? છે જ. ધર્માસ્તિકાયના કાર્યો છે. ધર્માસ્તિકાય ગતિમાં ઉપકારક થવારૂપ કાર્યથી અનુમેય છે. અધર્માસ્તિકાય સ્થિતિમાં ઉપકારક થવારૂપ કાર્યથી અનુમેય છે. આકાશ અવકાશ આપવારૂપ કાર્યથી અનુમેય છે. વર્તનાદિઉપકારથી અનુમેય કાલ છે અને પુગલો પ્રત્યક્ષ અને અનુમાન ઉભયથી જણાય જ છે.
શંકા : આકાશાદિ સ્વકાર્યોથી અનુમેય ભલે હોય. પરંતુ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય સ્વકાર્યોથી કેવી રીતે અનુમેય થાય છે ?
સમાધાન : ધર્માધર્મ સ્વકાર્યોથી અનુમેય છે, તે યુક્તિ અહીં કહેવાય છે. ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયસ્વત: ગતિ અને સ્થિતિમાં પરિણતદ્રવ્યોને ગતિ-સ્થિતિમાં ઉપકાર કરતા હોવાથી અપેક્ષાકારણ છે. જેમકે વસ્તુઓને અવકાશ આપવાનો અને વર્તનાદિપર્યાયોમાં ઉપકારકરનાર આકાશ અને કાલ અપેક્ષાકારણ છે. તેમ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય દ્રવ્યોની ગતિસ્થિતિમાં અપેક્ષાકારણ છે. પરંતુ નિર્વર્તકકારણ નથી. કારણ કે નિર્વર્તકકારણ તો ગતિ-સ્થિતિ ક્રિયાથી વિશિષ્ટ જીવ કે પુદ્ગલદ્રવ્ય પોતે જ છે, જ્યારે ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય તો ગતિ-સ્થિતિની ક્રિયામાં પરિણતદ્રવ્યોને ઉપકારક જ છે. પરંતુ બલાત્કારે ગતિ-સ્થિતિના નિવર્તક નથી.
તથા જેમ સરોવર, તળાવ, સમુદ્ર વગેરેમાં અતિવેગથી વહેવા છતાં પણ સ્વયં તરવાની ઇચ્છાવાળી માછલીને (તરવામાં ઉપકારક) પાણી નિમિત્તતયા જ ઉપકાર કરે છે. અર્થાત્