________________
५१२
षड्दर्शन समुचय भाग- २, श्लोक, ४८-४९, जैनदर्शन
વળી પુરુષના હાથના દંડ સાથેના સંયોગથી તથા ભેરી વગેરેના સંયોગથી ઉત્પન્ન થતા શબ્દમાં પુરુષનો હાથ, દંડ, ભેરી વગેરે ઘણા કારણો હોવા છતાં, જેમ શબ્દનું અસાધારણ કારણ ભેરી હોવાથી ભેરીનો શબ્દ કહેવાય છે. જેમ જવના અંકુરામાં જવ, પૃથ્વીનું પાણી, પવન વગેરે કારણ હોવા છતાં પણ અંકુરાનું અસાધારણકારણ યવ હોવાથી “યવના અંકુરા–આવો વ્યપદેશ કરાય છે. આ રીતે અવગાહ પણ આકાશનો અસાધારણધર્મ છે.
વૈશેષિકો શબ્દને આકાશનો ગુણ માને છે અને શબ્દરૂપ લિંગથી આકાશનું અનુમાન કરે છે. શબ્દને ગુણ તથા આકાશને ગુણી માનીને ગુણથી ગુણીનું અનુમાન કરે છે.
પરંતુ વૈશેષિકોની આ વાત યુક્ત નથી. કારણ કે પૌદ્ગલિક શબ્દમાં તો રૂપ, રસ વગેરે હોય છે, જ્યારે આકાશમાં તે ગુણો હોતા નથી, તે તો અમૂર્ત છે. તેથી બંનેમાં આટલો વિરોધ હોય તો તે બંન્ને વચ્ચે ગુણગુણીભાવ કેવી રીતે હોઈ શકે ? શબ્દ મૂર્ત તથા પૌગલિક છે. તે પ્રતિઘાત અને અભિભવથી સિદ્ધ છે. (શબ્દ દીવાલથી ટકરાય છે, વિજળીવગેરેનો તીવ્રધ્વનિ કાનનો પડદો ફાડી નાખે છે. ઢોલનો તીવ્રશબ્દ મંદશબ્દને દબાવી દે છે. જો શબ્દ અમૂર્ત હોય તો તેમાં પ્રતિઘાત=ટકરાવવું તથા અભિભવ=મંદશબ્દોનું દબાઈ જવું વગેરે થઈ શકતું નથી.)
આકાશ તથા ધર્માદિ અમૂર્તદ્રવ્યો પ્રતિઘાત કે અભિભવ પામતા નથી. આથી પ્રતિઘાત અને અભિભવથી શબ્દ મૂર્તિ તથા પૌગલિક સિદ્ધ થાય છે.
વર્તનાદિ લિંગોદ્વારા કાલનું અનુમાન કરાય છે. પ્રત્યેકદ્રવ્ય અને પર્યાય પ્રતિક્ષણ જે પોતાની એકસમયેવાળી સત્તાનો અનુભવ કરે છે, તે સર્વે વસ્તુઓની એક સમયેવાળી સત્તા જ વર્તના કહેવાય છે. કાલવિના સમસ્ત વસ્તુઓમાં રહેલી એકસમયેવાળી સત્તાનો પ્રતિસમય થતો અનુભવ ઘટતો નથી. આથી એકસમયવાળી પદાર્થોની સત્તારૂપ વર્તનાથી પદાર્થોના પરિણમનમાં નિમિત્ત થવાવાળા કાલનું અનુમાન કરાય છે.
સૂર્યની ક્રિયાને જ કાલ કહી શકાય તેમ નથી. કારણકે જગતમાં કાલદ્રવ્યના વાચકશબ્દો વ્યવહારમાં જોવા મળે છે. સૂર્યની ગતિના વાચકશબ્દ તો કાલના અર્થમાં ક્યાંય પ્રયોજેલા જોવા મળતા નથી. આથી લોકપ્રસિદ્ધ કાલને સ્વતંત્રદ્રવ્ય માનવું જોઈએ. તેથી કહ્યું છે કે “સર્વે આપ્ત=પ્રામાણિક પુરુષો યુગપતું, અયુગપતું, ક્ષિપ્ર, શીઘ, ચિર-અચિર, આ પર, આ અપર, આ હશે, આ નહિ હોય, આ હતું, આ નથી, આ વર્તે છે, આ વર્તતું નથી—આ રીતે કાલની અપેક્ષા કરીને વ્યવહાર કરે છે = બોલે છે. આથી નિચે માનવું જોઈએ કે સર્વલોકોને કાલ માન્ય છે. અર્થાત્ સર્વલોકો કાલના અસ્તિત્વનો સ્વીકાર કરે છે. જો કાલદ્રવ્ય ન હોય તો - “વીતેલો